Posted by: Jay Bhatt | શનિવાર, જૂન 28, 2008

ઘણું જીવો ગુજરાતી

(ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પરથી સાભાર:
નારાયણ દેસાઈ, ગુજરાતી સાહિત્ય પરિષદ, પ્રમુખ)

“કદાચ બીજા પ્રદેશવાસીઓની સરખામણીમાં ગુજરાતી માણસ પોતાના પ્રાન્તથી બહાર વધુ જતો હશે. પશ્ચિમી લોકો ભારતમાં આવ્યા ત્યાર કરતાં ક્યાંય પહેલાથી ગુજરાતી માણસ વહાણવટું કરે છે. સંખ્યામાં ઓછા હોવા છતાંયે ગુજરાતી લોકો આખા ભારતનાં તીર્થસ્થાનોમાં એમની સંખ્યાના પ્રમાણમાં વધારે દેખાય છે. આ અવરજવરને લીધે આપણી ભાષામાં કેટલાય નવા નવા શબ્દો અનાયાસ દાખલ થાય છે, પરિણામે ભાષા સમૃધ્ધ થાય છે. પણ અન્ય ભાષાના શબ્દોનો પોતાની ભાષામાં સમાવેશ કરવો એક વાત છે અને પોતાની ભાષાને ભૂલીને બીજી ભાષાના શબ્દો (ઘણીવાર સમજ્યા વિના કે આડેધડ) વાપરવા માંડવા એ સાવ જુદી વાત છે.”

“આપણે સાહિત્યસેવી હોઈએ તો નિત્ય થોડું થોડું લખવાની ટેવ પાડીએ. આપણું લખાણ છપાય છે કે નહીં, એને પુરસ્કાર મળે છે કે નહીં તેની મુદ્દલ ચિંતા ન રાખીએ. આપણી અભિવ્યક્તિ એ જ આપણો પુરસ્કાર છે. હરીફાઈ જરૂર કરીએ, પણ તે આપણી જીત સાથે.”

વાંચો: ઘણું જીવો ગુજરાતી


Leave a comment

શ્રેણીઓ