Posted by: Jay Bhatt | બુધવાર, ફેબ્રુવારી 21, 2007

‘સૈફ’ પાલનપુરી ની ગઝલો

સૈફૂદીન ગુલામઅલી ખારાવાલા ‘સૈફ’ પાલનપૂરી ની ગઝલો મા ગાંભીર્ય છે જ્યારે એમની નઝમો માં આર્થિક-સામાજીક વિષમતા અને સમસ્યાઓનું પ્રતીતિજનક નિરૂપણ છે. તેમના બે ગઝલસંગ્રહો ઝરુખો (૧૯૬૫) અને હિંચકો (૧૯૭૪) પ્રગટ થયાં છે. તેમની નર્તિકા, હિમાલય, તાજમહાલ વગેરે કૃતિઓ વિશેષ લોકપ્રિય રહી છે. નર્તિકા માં સાંપ્રતજીવનની વિડંબના સાથે સુખદભાવિની પ્રતીક્ષા કરતી નર્તકીનું કરૂણચિત્ર આલેખાયું છે. ‘તાજમહાલ’ કૃતિના ઝંખના અને વિચાર ઊભય પ્રશંસનીય છે.ભાવોદ્રેકમાં એ કહે જ જાય છે –

બેઠાં છો એમ જાણે હશે ચાંદનીનું કામ
સચ્ચાઈનો સ્વીકાર કરો રાત જાય છે
વાતો ઘણી થઈ ને ખુલાસા ઘણાં થયાં
થોડો હવે તો પ્યાર કરો રાત જાય છે    (ઝરુખો ૧૬)

છૂટા પડી ગયાં તો સમજદાર થઈ ગયા
સમજી ગયાં કે શું હતો એકીકરણનો અર્થ.  (હિંચકો. ૩૮)

અને

તારા મુખ ઉપર મારા મન ઉપર
શું ગજબનો આજે નિખાર છે,
મને એમ લાગે જાણે કે
આજે જગની પહેલી સવાર છે.

 -(ડો. રશીદ મીર ની ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા, પૃ. ૧૩૪)

સૈફ પાલનપુરી ની જીવન ઝરમર વાંચો કવિ-પરિચય માં

અને એક શેર

રૂબરૂમાં એમને એક વાત ના કહી એટલે
મારે જાહેરમાં ગઝલરૂપે ઘણું કહેવું પડ્યું

વાંચો એમની એક ગઝલ પાપનાં અહેસાન (સાભાર, ઊર્મિ)
 
તારી મહેફિલની અનેરી શાન છે
માનમાં પરદા મહીં અપમાન છે.
 
જિંદગીથી છે જીવિત મૃત્યુનો ભય
મોતમાં ખુદ મોતનું અહેસાન છે.
 
દર્દ એ તો જિંદગીની છે દવા
દર્દથી તો જીવવું આસાન છે.
 
પુણ્ય જીવે છે દયા પર પાપની
પુણ્ય માથે પાપનાં અહેસાન છે.
 
છું ‘ગઝલ સમ્રાટ’નો હું શિષ્ય ‘સૈફ’
મારી ગઝલો પર મને અભિમાન છે.
 
અહીં ‘ગઝલ સમ્રાટ’ એટલે શયદા સાહેબ…. જેમને સૈફ પોતાના ઉસ્તાદ માનતા હતા.

અમીઝરણું પર વાંચો ‘લાગે છે’

અને જયશ્રીના ટહુકા પર સાંભળો એક અતિસુંદર રચના ‘શાંત ઝરૂખે વાટ નિરખતી’

અને છેલ્લે,

મને દોસ્તોના અનુભવ ન પૂછો.
હવે દુશ્મનો પર્ ભરોસો કરૂં છુ.
હું તો વિચારતો રહ્યો – ખુણે ઊભો રહી
મારી નજીક થી જે ગઈ, જિંદગી હતી.
વાચોં આ આખી ગઝલ ઊર્મિનો સાગર પર ‘ભરોસો કરું છું -સૈફ પાલનપુરી’

રૂપને રૂપની તલસ્પર્શી સમીક્ષા ક્યાં છે?
હસતાં હસતાં સહન કરતા’તા,શિક્ષા ક્યાં છે?
ઓ જવાની એ બધાં હતાં તારાં તોફાનો
જીવ લેનારી હવે કોઈ પરીક્ષા ક્યાં છે?

પોતાની પ્રેમિકાને પ્રેમી કહે જે રીતે
એ રીતે મારા મનની વાતો કરૂં છું તમને
આ લાગણી બંધન પણ કેવાં છે અનોખા
તમને મળ્યા વિના પણ હું ઓળખું છું તમને

કાળા વાદળના જીગરમાંયે સુજનતા આપી
અને પથ્થર જેવા પથ્થરમાંયે ગંગા આપી
આવા દિલવાળા બધાં દ્રશ્યોને મૂંગા રાખ્યાં
અને માનવને પ્રભુ હાય! તેં વાચા આપી

Advertisements

Responses

  1. […] “છું ગઝલ સમ્રાટનો હું શિષ્ય ‘સૈફ&#8217…  […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: