Posted by: Jay Bhatt | ગુરુવાર, ઓગસ્ટ 31, 2017

અવકાશી સફર

અવકાશી સફર

એક રાત્રે ટમટમતા
તારલાઓની સુંદર મહેફિલ જામી છે.
એના અનુપમ સૌંદર્યનો
જામ માણી રહ્યો છું.
બધી જ કૃત્રિમ લાઈટો બંધ કરી
દઈ અગાશીમાં બેઠો છું.
ઝગમગતા તારલા
અંતરને પ્રકૃતિ સાથે જોડી રહ્યા છે…|
એ વખતે હું મારા અસ્તિત્વને ભૂલી જાઉં છું.
હું અવકાશમાં ખોવાઈ જાઉં છું.
દિવસભરનો થાક પળભરમાં|
ગાયબ થઇ જાય છે. પ્રકૃતિ સાથેની
તન્મયતામાં રાગ દ્વેષ કાયમ માટે ઓગળી જાય છે. |
બધું જ પ્રેમમય. બધું જ આનંદસભર.|
સકલ વિશ્વનું કલ્યાણ એ જ પરમ ભાવ|
અંતરે વિસ્તરી જાય છે.
નવા વિચારો આકાર પામે છે.
નાનકડી જિંદગીમાં ખુબ
ફાળો આપવાનો બાકી છે
એનો અહેસાસ ફરી કઇક
નવું કરવાની પ્રેરણા
આપી  જાય છે. વિશાળ અવકાશમાં વિહરું છું.
Gravity ની કોઈ અસર નહિ.
પ્રેમ રસ રેલાતો જાય છે.
બધી જ ફરિયાદો,
ફરિયાદ નહી રહેતા પ્રેમ ‘ફરી યાદ’
બની ને આવે છે.
ક્યારે ઉંઘી જાઉં છું એની
પણ કઈ ખબર પડતી નથી.

Advertisements
Posted by: Jay Bhatt | શુક્રવાર, મે 19, 2017

ચિત્તહારક તું

પૂનમની રાત્રે
દરિયા કિનારે રેતીમાં
બેસી સંભળાતા મોજાનું ભાવસંગીત.
ચાંદનીનાં મોહક શ્વેત કિરણો
પરાવર્તિત થતા
સમંદરની ભૂમિતિ પર.
મળવા બની આતુર તને,
આવરી લેતા
સંપૂર્ણ કાયાને તારી.
બની જતી તું.
વિશ્વસુંદરી.
સૌંદર્યની ચરમસીમા.
મારું રસિક મન.
હું બસ તને જોયા જ કરું.
નાળીયેરનું પાણી અને સીંગ ચણા.
ગહન શાંતિ અને ભુલાતા શબ્દો.
મૌનની પરાકાષ્ઠા ને મોજાનું સંગીત.
બધું જ .શૂન્યમય.
ઓગળી જતી દુનિયામાં
અદ્રશ્ય થતો હું.
ચિત્તહારક તું.

Posted by: Jay Bhatt | બુધવાર, જાન્યુઆરી 18, 2017

બોર્નવીટાયન

બોર્નવીટાયન

વર્ષો પછી અહી ચોકલેટ
મિલ્ક પીવાનું ફરી  શરુ કરવું.
અચાનક કઇક યાદ આવવું.
બીજા ધોરણમાં ભણતો એ વખતે હું.
મુંબઈના ઘરે ત્રીજા માળે
સ્કુલે જવાના સમયની રાહ જોતા જોતા ચોકલેટ મિલ્ક,
ના, એ તો  બોર્નવીટા વાળું મસ્ત દૂધ હતું.
મારા સર મને લેવા આવતા.
એ આવે એટલે મારે સમયસર તૈયાર થઇ જવું પડતું.
એક વખત હસ્તકામની પરિક્ષા હતી.
હસ્તકામ અને મને બારમો ચંદ્ર.
સ્કુલે નહિ જવાની જીદ લીધી હતી.
એટલામાં મારા સર મને લેવા આવ્યા.
બોર્નવીટા વાળું દૂધ પણ નહિ ભાવતી વસ્તુમાં
ઉમેરાઈ ગયું હતું. સરને મારી જીદનો ખ્યાલ આવી ગયો.
મને કહ્યું, ‘તું મોટો થશે ત્યારે કલ્પનાશક્તિથી નવું નવું
લખવું પડશે. અને એને લીધે નવી નવી વસ્તુઓ પણ
બનાવી શકશે. હસ્તકામ તને કલ્પના કરતા શીખવાડશે.’
મમ્મી પાસેથી બોર્નવીટાવાળું દૂધ લઇ આવ્યા.
મારી પાસે બેસીને એમણે જાતે પીવડાવ્યું.
હસ્તકામની પરિક્ષા પણ આપી. પાસ પણ થયો.

આજે ફરી યાદ બોર્નવીટા વાળું દૂધ પીવાનું craving થયું.

ફરી બોર્નવીટા નો નશો એની ઉચ્ચ કક્ષા એ પહોચવાની ઉતાવળ કરવા લાગ્યો.

એમાં તું અચાનક યાદ આવે, અને ગ્લાસ વિચારમય બની જાય.
થોડું ઢળે અને હું પણ બોર્નવીટામય બની જાઉં.
મારું સફેદ શર્ટ અને  નશામાં એક ચોકલેટી મીઠાશ  ઉમેરાઈ જાય.
જીવન પણ ચોકલેટ મિલ્ક જેવું tasty બની જાય.
બોર્નવીટાને લીધે.

Posted by: Jay Bhatt | રવિવાર, ડિસેમ્બર 4, 2016

હિચકો

રાંદેર.
હિચકો.
વિચારું છું કે હું એની પર બેઠો છું.
એનો સુમધુર કચુડ કચુડ અવાજ.
ફોન પર વાત કરું છું.
અને સ્મરણોમાં વાગોળું છું.
intuitively ઠેસ મારું છું.
હું ઝૂલવા માંડુ છું.
વર્ષો પહેલાની વાતો
એની જાતે જ થવા માંડે છે.
હિચકાને પણ મુંબઈ ની લોકલ
ટ્રેન બનાવી દીધી હતી.
ચર્ચગેટથી વિરાર
સુધીના બધા જ  સ્ટેશનો યાદ હતા.
દરેક સ્ટેશને હિચકો ઉભો રાખી
બેસાડ્યા હતા. ઉતાર્યા હતા.

સિંગદાણા અને બટાકાવડા.
વાતો ચાલુ જ છે.
નાનપણમાં ઘોડો પલંગ
કરીને બેસ વું પડતું.
પડી જવાય નહિ એટલે.
લગનસરા ચાલતા હતા.
કિશોરકુમારનું ગીત loud speaker
પર જોર શોરથી વાગતું હતું.
વાતો ચાલુ છે. મોટા હીચકા પણ ખવાય છે.
ઉનાળામાં હિચકા પર જ બેસીને હાફૂસ કેરીઓ ઉડાવી હતી.
બપોરની નેપ પણ એની પર જ લીધી હતી.
હીચકો વિચારું અને
માનસપટ પર મધુર  ચિત્રપટ
શરુ થઇ જાય છે.

 

Posted by: Jay Bhatt | રવિવાર, ડિસેમ્બર 4, 2016

એને જોઉં છું

એને જોઉં છું
અને દિલ ધડકે છે.
એને વાચું છું
અને દિલ ઝૂમે છે.
એને વિચારું છું,
અને દિલ આનંદે છે.
એને લખું છું,
અને દિલમાં એ પ્રવેશે છે.
એને સાંભળું છું,
અને દિલ નાચે છે.
એને રમાડું છું,
અને દિલ પણ રમે છે.
બંને એકાકાર.

Posted by: Jay Bhatt | રવિવાર, ડિસેમ્બર 4, 2016

મારો અહં અને જીદ

મારો અહં અને જીદ
અને એમાં ખોવાઈ જતો
આપણી વાતચીતનો અનુરાગ.
ઉત્કટ તલસાટ.
મારો અચકાટ અને મારો સંકોચ.
અને એમાં ગુંગળાતા આપણે.
આપણું પરિચિતમાંથી અપરિચિતમાં થતું પરિવર્તન.
જીજીવિષા,
અને કઇક નવીનતાની નિત્ય તલાશ.
ત્યારે
કોફી બને આપણુ ice breaker.
એક પછી એક સીપ.
પણ બે સીપ વચ્ચેનો
exponentially લંબાતો ગાળો.
ફરી જામતી વાતોની મહેફિલ.
તદ્દન down to earth.
પણ શું ફરી ને ફરી અજનબી બનવું
જરૂરી છે ખરું?
simple in style પણ નવી નવી
વાતચીત એ તો બની રહેતો norm.

Posted by: Jay Bhatt | રવિવાર, ડિસેમ્બર 4, 2016

Imaginative mind….સમય યંત્ર

Imaginative mind….સમય યંત્ર

સમય યંત્ર
જો ફરી જાય તો
યમુનાના તટ પર
બંસીના નાદમાં ખોવાઈ જવાય.
કૃષ્ણનું સૌન્દર્ય અને
એની અભિવ્યક્તિમાં
obsess થઇ
બધું જ ભૂલી જવાય.

જો સમય યંત્ર
22મી સદીમાં લઇ જાય
તો કદાચ માનવ વિચારો
જાતેજ વેબ સાઈટ પર પોસ્ટ થઈ જાય.
અને contact lens અને આંખોમાં
ઈન્ટરનેટ access મળી જાય.
અને પરસ્પરની આંખોમાં
વેબ સાઈટ વાંચવાનો
access મળી જાય.
સુંદર આંખોની મસ્ત
સ્પર્ધાઓ શરુ થઈ જાય.

જો સમય યંત્ર
23મી સદીમાં લઇ જાય
ઉડતી ટ્રેનો અવકાશમાં
સફર કરતી થઇ જાય
અને હજારો માઈલ
ની સફર મીનીટોમાં થઇ જાય.

અને……બીજું ઘણું……

Posted by: Jay Bhatt | રવિવાર, ડિસેમ્બર 4, 2016

હ્રદય એ જ પ્રેમ રેલાવતું પુસ્તક.

હ્રદય પ્રેમ સભર,

લખવાનું શું પ્રયોજન?

અંતર લાગણી સભર,

પ્રદર્શનનું શું પ્રયોજન?

હ્રદય એ જ પ્રેમ રેલાવતું પુસ્તક.

લાગણી એ જ સ્નેહ સભર શાહી.

મન એ જ અંતરે ઉદભવતી મજબુત કલમ.

જીવનભર ઓછી ન થનારી એ શાહી.

જીવનભર લખતી રહેલી એ કલમ.

જીવનભર લખાતું રહેલું એ પુસ્તક.

એ એવું પુસ્તક જે માત્ર હ્રદયમાં જ પ્રકાશિત થતું,

આડંબર વિહીન. સહજ અને નિખાલસ.

Posted by: Jay Bhatt | બુધવાર, નવેમ્બર 30, 2016

મુક્ત આનંદ

સાંજના સમયે
બાગમાં
વ્રુક્ષોના સાનિધ્યમાં
બેઠો છું.
મારું ધ્યાન વુક્ષ પર કલરવ
કરતાં પંખીઓમાં છે,
મુક્ત આનંદ ની વહેચણી
માં મગ્ન છે.
મારી પાસેથી પસાર થતી કેડી પર
પર બે મિત્રો ધીમી ગતિએ
ચાલતાં દેખાય છે.
મારે એમની વાત સાંભળવી નથી.
શબ્દો સંભળાય જાય છે.
કોઈકની ફરિયાદ થતી હોય એવો ભાવ સમજાયો.
ફરી પંખીઓનો મુક્ત આનંદ યાદ આવ્યો.
સમી સાંજનો મધુરો વાયરો.
એમાં ખોવાઈ જતો હું.
ફરી કોઈના શબ્દો સંભળાય છે.
આ વખતે કોઈ કોલેજની
વિદ્યાર્થીની વિષે બોલાતા શબ્દો
અને પછી મશ્કરી સભર હાસ્ય.
એમનો મુક્ત આનંદ.
કુદરતના સાનિધ્યમાં પણ ભૂલાતું કુદરત.
ત્યાં નાના ભુલકાઓ મસ્ત આનંદમાં
દોડતા દેખાયા. હાથ પકડીને રમતા આ ભૂલકાઓ
ની ખુશી હું આત્મસાત કરવા માંડ્યો.
લોનમાં પાટીયા પર
ચિત્ર દોરતો યુવાન આનંદમાં રમમાણ દેખાયો.
મેં ચાલ્યા જ કર્યું.
બાગમાં આવેલી લાયબ્રેરી ખુલવાનો સમય થયો.
થોડા જ સમય માટે ખુલતી આ લાયબ્રેરીમાં
સમાચારપત્રો વાચવા આવતા વૃદ્ધો પણ દેખાયા.
પોતપોતાના વાંચનમાં મસ્ત.
ત્યાં ફરી કોઈ શબ્દો સંભળાયા.
લાયબ્રેરી મદિર જેવી છે.
ઘરમાં નહિ મળતી શાંતિ અહી મળે છે.
ફરી હું મુક્ત આંનદ વિશેના
ચિંતનમાં મગ્ન બન્યો.
હું અને મુક્ત આનંદ
એકાકાર થઇ વિહરવા લાગ્યા.

Posted by: Jay Bhatt | મંગળવાર, નવેમ્બર 29, 2016

દરરોજની વાતો… કદાચ!

દરરોજની વાતો… કદાચ!

કેન્સર સંસ્થા તરફથી ડોનેશનનો ફોન
અને પાછળથી સંભળાતો રણકો.

કમીટ કરવાનું નથી.
રાત્રે ડીનરમાં જવાનું છે.
અને પછી આઈસ્ક્રીમ પાર્ટી.

એક સાંસ્કૃતિક કાર્યક્રમ
મોંઘી ટીકીટ!
બોલીવુડ કલાકારોનો કાર્યક્રમ.
બસ, આટલી ટીકીટમાં
કેટલું મસ્ત મનોરંજન.

ઘરઘાટી
બહુ હેરાન કરે છે.
પગારવધારાની રકઝક.

બીયરની મહેફિલમાં

unlimited મનોરંજન.

સ્ટેશન પર બેઠેલો
એક હોમલેસ માણસ.
નજર ત્યાંથી દુર દુર
આલીશાન બંગલાની છણાવટમાં.
મારું પણ આવું એક ઘર હોય તો.

ઉનાળાનો અસહ્ય તાપ.
ગટગટાવાઈ જતું ઠંડી લસ્સી.
પાસે ફૂટપાથ પર નજીકની
તૂટેલી પાઈપમાંથી પાણી
પાવીની કોશીશ કરતો એક ગરીબ બાળક.

Older Posts »

શ્રેણીઓ