Posted by: Jay Bhatt | રવિવાર, માર્ચ 25, 2007

ઊંઝા જોડણી એટલે શું?

ગુર્જરી ડાયજેસ્ટ, સંપાદકીય, કિશોર દેસાઈ,
જાન્યુઆરી ૨૦૦૭, પૃ. ૪-૫

ઊંઝા જોડણી એટલે શું?

ટુંકમાં કહેવું હોય તો ઊંઝા જોડણી માં  હ્રસ્વ ઈ અને  હ્રસ્વ ઉ ને ગુજરાતી ભાષામાં થી કાઢી નાંખવાં માં આવ્યાં છે. આ ને કારણે પિતાજી ને બદલે પીતાજી, નિરાશા ને બદલે નીરાશા, સાહિત્યરસિક ને બદલે સાહિત્યરસીક, ત્રિપાઠી ને બદલે ત્રીપાઠી, પ્રતિષ્ઠિત ને માટે, ભૂગોળ માટે ભુગોળ લખવાનો નિયમ કર્યો છે.

મારાં મત પ્રમાણે આ ખોટું છે. મને સમજ પડતી નથી કે આમ કરવાથી ગુજરાતી ભાષા ને શું ફાયદો થશે. તમારા અભિપ્રાયો જણાવશો.

Advertisements

Responses

 1. ઊંઝા જોડણી વાપરનારાઓ નો તર્ક વિચારવા જેવો તો છે જ. આપણી ભાષામાં જોડણી સંસ્કૃતમાંથી આવી છે. અને સંસ્કૃતમાં હ્રસ્વ અને દીર્ઘના ઉચ્ચાર અલગ અલગ રીતે કરાતા પણ હશે. પરંતુ ગુજરાતીમાં આપણે કોઈ શબ્દનો ઉચ્ચાર સાંભળીને એ કહી ન શકીએ કે એમાં વપરાયેલી માત્રા હ્રસ્વ છે કે દીર્ઘ છે. એ ભેદરેખા ધીમે ધીમે ભુસાઈ ગઈ છે અથવા તો બહુ અસ્પષ્ટ થઈ ગઈ છે.

  આ વાત સ્વીકારવા છતાં પણ હું ઊંઝા જોડણી વાપરવાની તરફેણ કરતો નથી. ભલે જોડણી યાદ રાખવાનું ભારણ વધતું હોય, આપણી ભાષાની મા સમાન સંસ્કૃતને માન આપવા માટે અને તેની સ્મૃતિ સાચવવા ખાતર પણ આપણે પરંપરાગત જોડણી ચાલું રાખવી જોઈએ.

  વિશ્વની બીજી ભાષાઓ તરફ નજર કરીએ તો અંગ્રેજી અને ફ્રેન્ચ, ઈટાલીયન જેવી લેટીન કુળની ભાષાઓ પાસે તો ધ્વનિ-અધારીત લિપિ જ નથી. શું તેઓ એક તર્કબદ્ધ લિપિ ચાલું ન કરી શકે? જાપાની અને ચીની ભાષામાં તો કાંજી (ચિત્રલિપિ) ચાલે છે. જાપાનમાં તેમણે નવી લિપિ હિરાગાના ચાલુ કરી છે, પરંતુ હજુપણ વર્ચસ્વતો કાંજી નું જ છે. આ બધી ભાષાઓમાં લિપિને કારણે ભાષા શીખનારાઓ પરનું ભારણ ઘણું વધારે છે. એ પ્રમાણમાં જોડણીનું ભારણ નગણ્ય છે.

  બધી વાતો માત્ર તર્કના દ્રષ્ટિકોણથી મૂલવવાનો આગ્રહ ખોટો છે. પરંપરાગત જોડણી વડે આપણે સંસ્કૃતનો વારસો કંઈક અંશે સાચવી શકીશું એવું મારું દ્રઢ મત છે.

 2. ગુજરાતી ભાષા જેટલી જોડણી અરાજાકતા કોઇ ભાષામાં નથી. ઊંઝા જોડણીમાં સન્ડે-ઇ-મહેફીલ આવે છે. જે તમે ડાઉનલોડ કરી શકો છો:
  http://gujaratilexicon.com/index.php?action=downloadSeM

  નોંધ. ગુજરાતીલેક્સિકોન પરંપરાગત જોડણી પર આધારિત છે, નહિ કે ઊંઝા જોડણી પર!

 3. ગુજરાતી સાહિત્ય પરિષદે 1999 માં ઊંઝા જોડણી માટે ઠરાવતો પાસ કરી દીધો પણ એ ઠરાવની સ્વિકૃતી ના કોઈ વર્તમાંપત્રો કે શિક્ષણસંસ્થા પાસે કરાવી શકયા લાગતા નથી તો પછી ઊંઝા જોડણી નો વિચાર સારો હોય કે નહીં – એ વપરાશમાં શક્ય નથી. હેમંતભાઈની વાત સાચી છે – ગુજરાતી કરતા બીજી ઘણી ભાષાઓ વધુ અઘરી છે અને એના કરતા પણ વધુ અગત્યની વાત કે જે જોડણીના નિયમો સંસ્કૃતમાં થી આવ્યા હોય એ કારણ વગર એમ બદલી થોડા નખાય?

 4. નવાઈની વાત છે કે સંકૃત જોડણીની તરફેણ કરીને પણ હેમન્તભાઈ દ્રષ્ટિકોણ અને દ્રઢ એમ લખે છે : દૃષ્ટિકોણ અને દૃઢ ખરી સંસ્કૃત જોડણી છે. હું ઉંઝા જોડણીના એક ઇ-ઉના નિર્ણયનો સમર્થક છું પણ ભારતની બધી ભાષાઓમાં જે જોડણીઓ સંસ્કૃત મુજબ થતી આવી છે તેને ગુજરાતી ભાષામાં ન બદલીએ અને બાકી બધે એક ઇ-ઉ કરી નાખીએ એવી સમાધાનકારક ભૂમિકાને પણ ખુશીથી માન્ય કરું. ઉંઝા પરિષદમાં મેં આ જ સૂચન કર્યું હતું.
  ડૉ. નિશીથ ધ્રુવ

 5. ઉંઝા જોડણી વીશે જાણવા ઈચ્છતા મીત્રો નીચેની વેબસાઈટની મુલાકાત લઈ જાણીતા સાહીત્યાકારોના અભીપ્રાયો, પત્રો, પુર્તી, પુસ્તકો, લેખો વીશે માહીતગાર થઈ શકે છે. ઉંઝામાં થયેલ ઠરાવ મુજબની જોડણી આપણું મન ન સ્વીકારે તો પણ આપણાથી અલગ વીચારો ધરાવનારાની દલીલો સમજયા પછી એ વીશે અભીપ્રાય ઉચ્ચારાય તો આપણી દલીલો વધુ પ્રભાવક બની શકે.

  http://unzajodni.googlepages.com/home

 6. હું ભાશાશાસ્ત્રી કે સાહીત્યકાર નથી. સાવ સામાન્ય માણસ છું. મને જ્યારે આ સુધારા વીશે ખબર પડી ત્યારે એક પ્રયોગ તરીકે મેં તે વાપરવાનું શરુ કર્યું.
  ધીમે ધીમે આ નાનકડા સુધારાના ફાયદા મને સમજાયા. હવે હું જોડણીકોશ જોવાની તરખડમાં પડ્યા વીના બીન્ધાસ્ત ભુલો વીનાનાં લખાણ લખી શકું છું.
  જો સૌ ભાશારસીકો આ સુધારાની સુગ બાજુએ મુકી ‘ઉંઝા જોડણી’માં લખેલાં લખાણ વાંચતાં અને ધીમે ધીમે લખતાં થાય તો ગુજરાતી ભાશા લેખનમાં પ્રવર્તતી અરાજકતા દુર થશે.
  એટલું તો અવશ્ય છે કે, સઘળું પરીવર્તનશીલ છે. આપણે ફાયદાકરક પરીવર્તનો અનુભવ કરીને અપનાવતાં અચકાઈએ નહીં.

 7. ભાઈ,

  ‘ઉંઝાજોડણી’વાળા હ્રસ્વ ‘ઇ’ અને દીર્ઘ ‘ઊ’ કાઢી નાખવા માગે છે તે રજુઆત જ તદ્દન વીકૃત છે.

  હકીકત એ છે કે, ગુજરાતની શાળાઓમાં ભણાવાતાં ગુજરાતીનાં પાઠ્યપુસ્તકો તો, સાહીત્યકારોની મદદથી સરકારે રચેલાં છે. તે ‘શાળા પાઠ્યપુસ્તક મંડળ’ દ્વારા રચાય છે. તેમાં વ્યાકરણના પુસ્તકમાં નીર્વીવાદપણે સ્પષ્ટ લખવામાં આવ્યું છે અને બધા વીદ્યાર્થીઓને ભણાવાય છે કે, ગુજરાતીમાં ‘એક જ ઇ–ઉ’ છે. ગુજરાતીમાં કુલ આઠ જ સ્વરો છે.

  પરંતુ વળી, જોડણીના પ્રકરણમાં એમ લખ્યું છે કેઃ

  ‘ગુજરાતીમાં આપણે નાનો ‘ઇ’ અને મોટો ‘ઈ’ તથા નાનો ‘ઉ’ અને મોટો ‘ઊ’ એવા લઘુ–દીર્ઘના ઉચ્ચારો કરતા નથી; જેમ કે

  ‘પાણી અને પાણિ’

  ‘પુર અને પૂર’ વગેરેમાં આપણે એક જ પ્રકારનો ‘ઈ’ અને એક જ પ્રકારનો ‘ઉ’ ઉચ્ચારીએ છીએ. જ્યારે લખવામાં એમાં હ્રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર એવો ભેદ જાળવીએ છીએ અને એ જ પ્રકારની જોડણીનો આગ્રહ રાખીએ છીએ.’

  ‘ગુજરાતી વ્યાકરણ અને લેખન’ (પ્રથમ ભાષા) ધોરણ – 8, (પ્રકાશક–‘ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ’– ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ– 2004 પુનર્મુદ્રણ – 2005, 2006)માંથી પાન–64 ઉપરથી.. સાભાર..

  છે ને કમાલ !

  ગણીતમાં એક અને એક બે થાય; પણ એલજીબ્રામાં એક અને એક ચાર થાય તેવો ખાસ આગ્રહ રાખવા જેવી વાત આ છે કે બીજું કંઈ ?

  ‘ઉંઝાજોડણી’ એટલે માત્ર એટલું જ કે ગુજરાતી ભાષામાં એક જ ‘ઈ – ઉ’ છે તે વ્યાકરણમાં સ્વીકારો છો અને તે જ પ્રમાણે વીદ્યાર્થીઓને તે શીખવો છો, તો તે હકીકત જોડણી માટે પણ સ્વીકારો. એટલી જ માત્ર અમારી તો આપ સૌને, સરકારને , સાહીત્ય પરીષદને અને ગુજરાત વીદ્યાપીઠને પણ નમ્ર વીનંતી છે.

  વાત આટલી બધી સાદી સીધી છે..

  ઉંઝાજોડણીવાળાને અચરજ થાય છે કે આવી સીધી વાતમાં એક જ બાબતે બેવડાં ધોરણો અપનાવવાની શી આવશ્યકતા હશે ? જીવનનાં કોઈ પણ ક્ષેત્રમાં બેવડાં ધોરણ ન અપનાવવા સમાજ, જ્ઞાની પુરુષો, મહાત્માઓ આગ્રહ રાખતા હોય છે, તો ભાષાના વીદ્વાનો જોડણી બાબતે અપવાદ શા માટે કરતા હશે ?

  બબ્બે ‘ઈ-ઉ’થી ભાષાને શો લાભ છે તે કોઈ સમજાવતુંયે નથી ! બે ‘ઈ-ઉ’થી લાભની વાત બાજુએ રાખીએ : રોકડો ગેરલાભ તો માત્ર વીદ્યાર્થીઓને જ છે.

  વીદ્યાર્થીને છન્દ શીખતાં, ઓળખવાનું શીખતાં જેટલો સમય જોઇએ તેથી વધુ સમય તે છંદના નામની જોડણી ગોખવા આપવો પડે છે. છન્દ સાચી રીતે ઓળખ્યો હોય પરીક્ષામાં; પણ જોડણી સાચી ન હોય તો કોઈ શીક્ષક ચોકડો મારી શુન્ય આપે, કોઇ વળી વીદ્યાર્થીની દયા ખાઈને અડધો માર્ક આપે .. આમ ગુજરાતી ભાષાના વીષયમાં જોડણીના જ 50 ટકા જેટલા માર્ક્સ તો કપાઈ જાય !

  બીજો મુદ્દો : ગુજરાતી ભાષાના જોડણીના નીયમોનો

  છેક 1929 થી વીદ્યાપીઠ ‘સાર્થ જોડણીકોશ’માં નીયમો આપતી આવી છે અને તે નીયમો પ્રમાણે જોડણી તે સાચી જોડણી –પ્રમાણભુત જોડણી તેમ ફરમાન કરતી આવી છે, પરીષદ પણ અને શીક્ષણ ખાતું પણ.

  આજે એ નીયમો ક્યાં છે ?

  2005 માં 79 વર્ષ પછી વીદ્યાપીઠ પોતે કહે છે :

  “એ નિયમો વસ્તુતઃ ભાષાનું લેખન – ઉચ્ચારણ કેમ કરવું તે અંગેનાં માર્ગદર્શક સૂચનો છે.”

  [સાર્થ જોડણીકોશ – પુરવણી પાન 7, પેરા 5 : પહેલી આવૃત્તિ 2005 ]

  સારી વાત છે કે આટલી હકીકતનો સ્વીકાર તો કરાય છે !

  સાદી વાત સામાન્ય ભાષક સમજી શકે તેવી જણાય છે; છતાં બને કે સમજવી અઘરી પણ હોય. ઠીક છે એ બધી વાત બાજુએ મુકીએ

  મુળ વાત તો આ જ છે કે –

  ગુજરાતી ભાષાની સ્વર વ્યવસ્થામાં ‘ઈ – ઉ’ કેટલા છે ? એક એક, કે બબ્બે ?

  એક એક હોય તો બધે એક એક રાખો અને બબ્બે હોય તો બબ્બે રાખો !

  બસ, આટલી જ રજુઆત છે ‘ઉંઝાજોડણી’વાળાની.

  આ ખોટું હોય તો ખોટું અને સાચું હોય તો સાચું ..

  હવે મારો અંગત વ્યક્તીગત મત …

  માની લો કે ભાષામાં બે ‘ઈ’ અને બે ‘ઉ’ છે તો પણ; જો એક જ ‘ઈ’– ‘ઉ’થી મારો–તમારો ભાષા–વ્યવહાર સારી રીતે ચાલતો હોય તો એક ‘ઈ-ઉ’ આપણે માટે તો પુરતાં છે !

  હું તો ઈજનેર છું. ઈજનેર તરીકે મકાન બનાવવા બેસું તો એક જ બીમથી કામ સારી રીતે ચાલી શકતું હોય તો બે બીમ તો હું ન જ નાંખું ને !!

  બળવંત પટેલ (ગાંધીનગર)

 8. નવુ છે, એટલે મને પણ પહેલા વીચીત્ર લાગેલુ, પણ ખુલ્લા દીલે જુઓ તો ઉન્ઝા જોડણી ઘણી સારી અને વ્યવહારુ proposal છે.

  – અન્ગ્રેજી ની જેમ આપણે બે ‘ઈ’ કે ‘ઉ’ નો ઉચ્ચાર રોજ-બ-રોજ ની ભાષામા કરતા નથી.
  – મોટા ભાગના લોકો ની જોડણી પરમ્પરાગત નીયમો મુજબ સાચી નથી હોતી.
  – પરમ્પરાગત જોડણી મુજબ બીનધાસ્ત લખવામા બ્રેક લાગે છે!
  – વીદ્યાર્થીઓ માટે તો મોટો માથાનો દુખાવો છે.

  એક જ શબ્દ મા કહુ તો – સરળતા! If you can simplify something, please do so!

  અને ભાષાતો વહેતા ઝરણા જેવી છે – એને બન્ધીયાર બનાવી દેવા મા મજા નથી.

  Three cheers for New Gujaratee!

 9. ભાષાને વહેતી રાખવી જોઈએ. અંગ્રેજી, હીન્દી તથા અન્ય ભાષાઓમાંથી લોકો નવા નવા શબ્દો લેતા જાય છે. કેટલીક વાર તો આપણા ગુજરાતી શબ્દો જેનો અર્થ વધુ સારી રીતે આપી શકે તેવા શબ્દોને સ્થાને પારકી ભાષાના શબ્દો લોકો વાપરે છે. એની સામે ભાગ્યે જ કંઈ ઉહાપોહ થતો જોવા મળે છે, અને આ માત્ર એક જ ઈ, ઉ રાખવા અંગે જે લોકો જુનવાણી વલણ અપનાવી રહ્યા છે, તે મને તો કોઈ રીતે સમજાતું નથી. વળી દીર્ઘ ઊ કરતાં હ્રસ્વ ઉ નો ગુજરાતીમાં તો ઉપયોગ વધુ થાય છે, તે જ પ્રમાણે હ્રસ્વ ઇ કરતાં દીર્ઘ ઈનો વપરાશ વધુ છે. આથી જ જ્યારે મારા પુત્રે યુનીકોડમાં પ્રોગ્રામીંગ કર્યું અને સામાન્ય રીતે મોટા ભાગના લોકો કરે છે તેમ દીર્ઘ ઈ કેપીટલ આઈ (Capital I) પર મુકેલી મેં જોઈ ત્યારે એ બદલીને એને નાની આઈ(small i) મુકવાની સલાહ મેં આપી હતી. Non-unicodમાં મેં કરેલા પ્રગ્રામીંગમાં પણ એ જ પ્રમાણે મેં કર્યું છે.

  બીજી વાત મારે એ કહેવી છે કે ઉંઝા જોડણીના ઠરાવમાં ફેરફાર માત્ર અને માત્ર ઈ, ઉ નો જ છે, તો પછી એના હીમાયતીઓ એમણે પોતે કરેલા ઠરાવનો જ અમલ કેમ કરતા નથી? શા માટે તમારી મરજી મુજબ જે ફેરફારો નથી કર્યા તેનો પણ તમે અમલ શરુ કરી દીધો છે? આનો અર્થ તો એ થાય કે તમે હજુ પણ જોડણીમાં અરાજકતા ચાલુ રાખો છો. આપણો આશય તો અરાજકતા દુર કરવાનો છે. જોડણી સરળ કરવાનો હેતુ તો એ પણ ખરોને? વળી ઠરાવ કર્યા પછી તમે ઠરાવમાં માનનારા એનો આ રીતે અમલ ન કરો એનો એક અર્થ એ પણ થાય કે તમે લોકશાહીમાં માનતા નથી.

 10. દરેક જણના મત જુદા જુદા છે. અને બધાને બીજાના વિચાર સાથે પ્રોબ્લેમ છે. આનો સૌથી સારો ઉપાય એજ છે કે જોડણીને મારો ગોળી. બસ તમે નાનપણમાં જેમ શીખ્યા છો અને તમારી મેમેરી જે તમને કહે છે તે પ્રમાણે લખો. ના સાર્થની ચિંતા કરો કે ના ઊંઝાની. કોઈ આવીને જોડણીની ભૂલ બતાવે તો કહેવાનું કે હુઁ મારી મરજી પ્રમાણે લખું છું તમે તમારી મરજી પ્રમાણે લખો. મહેરબાની કરીને માથુ ખાવાનું બંધ કરો.

  અને હા આ બધા ઊંઝા જોડણીવાળા અંદર અંદર નવી નવી રીતે લખે છે. ગણ્યા ગાંઠ્યા લોકોની પરિષદ ભરી જે નિર્ણય લીધો એને લોકશાહી ગણે છે. જ્યાં સુધી સરકાર. વર્તમાન પત્રો , ગુજરાતી પાઠ્ય પુસ્તકના ઘડવૈયાઓ ઊંઝા જોડણી સ્વીકારે નહિ ત્યાં સુધી એનેઓ બેફામ ઉપયોગ કરી ગુજરાતી ભાષાને ખોરવી નાખવાનો કે હાથે કરીને અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન આતંકવાદ જ ગણાય.

  અને આવા આતંકવાદને તાર્કિક, બૌદ્ધિક કે અન્ય કોઈ પણ પ્રકારની દલીલોથી છાવરી શકાય નહીં.

 11. ભાઇ શ્રી કાર્તિકભાઇને જો ગુજરાતી ભાષામાં આટલી જ અરાજકતા લાગતી હોય તો બીજી કોઇ ભાષા TRY કેમ નથી કરતા ? તમે તો તમારું નામ પણ કારતિક મિસતરિ લખતા હશો ને ?

 12. […] what other writers think ! http://unjhajodani.wordpress.com/ http://funngyan.com/2008/08/24/unza/ https://bansinaad.wordpress.com/2007/03/25/unjha-jodani/ […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: