Posted by: Jay Bhatt | શુક્રવાર, જૂન 13, 2008

‘જીવવું એ પ્રથમ કોટિની બાબત’ – કુન્દનિકાબેન કાપડિયા

‘તપસીલ –  સાહિત્યકારો સાથે મુલાકાત’ પુસ્તક્માં કુન્દનિકાબેન કાપડિયા સાથેની એક રસપ્રદ મુલાકાતમાંથી સ્નેહનાં અમીછાંટણા

પ્રશ્ન-૫: ‘નંદિગ્રામ નિવાસ’નો તમારો અનુભવ  કેવો છે? કોમ્યુન લાઈફ બીજાઓને અથવા સમાજને માટે ઉપકારક નીવડી શકે કે કેમ? કેવી રીતે?

ઉત્તર-૫:

“અમારા સહનિવાસમાં એ મુખ્ય બાબત છે જીવમાત્ર પ્રત્યે આદર. આથી સાપ-વીંછી જેવા જીવો નંદિગ્રામમાં દેખાય ત્યારે તેમને લગાર પણ ઈજા કર્યા વિના જવા દેવામાં આવે છે. અમને એમનો ભય નથી અને એમને અમારો ભય નથી. અહીં કામ કરનારા સહાયકો છે, નોકરો કોઈ નથી. શાંતિ, પ્રેમ સંવાદિતા પ્રભુભક્તિ અને સેવા એ અહીંના જીવનનાં મુખ્ય અંગો છે. પ્રકૃતિને નુક્સાન ન થાય તે રીતે જીવવું, રાસાયણિક તત્ત્વો ને જંતુનાશક દવાઓથી મુક્ત એવી ખેતી કરવી, બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, સ્વદેશી વસ્તુઓ વાપરવી, બીજાને સહાય કરવા હંમેશા તત્પર રહેવું. વૃક્ષોનું સંવર્ધન કરવું વગેરે વગેરે અમારાં ઉદ્દેશો છે.અહીં શાંતિ માટે ઘણાં લોકો આવે છે તે પરથી સમજાય છે કે આવાં કોમ્યુન રણદ્વીપ જેવાં છે, જ્યાં લોકો પોતના સંતાપને ઘડીભર ભૂલીને શાંતિથી રહી શકે, અથવા કદાચ પોતાના પ્રશ્નોનું સમાધાન શોધી શકે, ઓછામાં ઓછા પરિગ્રહથી પણ આનંદથી ઉત્સાહથી, સર્જનાત્મક રીતે જીવી શકાય છે; આશા કે તૃષ્ણા વિના, રેડિયો કે ટી.વી. વિના ભરપૂર  રીતે જીવવાનું અહીં શક્ય બને છે. એવું ઉદાહરણ જોઈ શકે, વધુ ને વધુ સંપત્તિ કે કીર્તિ કે સત્તા મેળવવાની દિશાથી જરાક ઉફરા જઈ શકે.”

સાભાર:

‘તપસીલ –  સાહિત્યકારો સાથે મુલાકાત’ પુસ્તક્માં કુન્દનિકાબેન કાપડિયા સાથેની એક રસપ્રદ મુલાકાત – ‘જીવવું એ પ્રથમ કોટિની બાબત’, પૃ. ૪૯, ગુજરાત સાહિત્ય અકાદમી, સંપાદક: હર્ષદ ત્રિવેદી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: