Posted by: Jay Bhatt | સોમવાર, ઓગસ્ટ 20, 2007

સર્જનનું ઋણ

સર્જનનું ઋણ

જીવનના રોજીંદાકાર્ય સંપન્ન કરવામાં આનંદ શા માટે નહીં?
અભ્યાસ કરતા, ઘરકામ કરતા, રસોઈ કરતા, આનંદ શા માટે નહીં?
નોકરી કરતા, ટ્રેનમાં જતાં, રેડ સીગ્નલ પર, આનંદ શા માટે નહીં?
નાનામાં નાની વાતમાં-ઉત્કંઠા-અજંપો -અસંતોષ-ઈંતેજારી શા માટે?

જે કાંઈ કરીએ એ નિષ્ઠાપૂર્વક, ચોક્સાઈ ભર્યું, પરીણામદાયક કરીએ તો?
જે કાંઈ કરીએ એ સ્નેહભર્યુ, પ્રેમનિતરતુ, સ્વાર્થવિહોણુ કરીએ તો?
જે કાંઈ કરીએ એ પ્રેરણાદાયક્, અનુકરણીય, સન્માનપ્રેરક કરીએ તો?
જે કાંઈ કરીએ એ સમાજને, સંબંધીઓને, કુટુંબને, પોતાને આનંદ વિભોર કરે તો?

આમ કરી જો આપણે આપણા સર્જનનું ઋણ પ્રભુને અદા કરી દઈએ તો?

સાભાર: અનિલ પરીખ, સીમા સિવાયની સર્જનયાત્રા, પૃ. ૨, ૨૦૦૪


પ્રતિભાવો

  1. I have included this blog on “samlean” – http://www.forsv.com/samelan/

    Hope to spread the word and let more readers enjoy it.

  2. જો દરેક બાબતો માણી શકાય તો સ્થીતપ્રજ્ઞતા આપોઆપ જ આવી જાય. કાશ, એવો અનુભવ થઈ શકે!


Leave a comment

શ્રેણીઓ