Posted by: Jay Bhatt | રવિવાર, એપ્રિલ 25, 2010

જુના સ્મરણો

જુના સ્મરણો વીતી ગયેલા વર્ષોની યાદ તાજી કરી માનવમનની સુકાયેલી લાગણીને ફરી જીવંત બનાવે છે.સચિનને ટેલીવિઝન પર શિવાજી પાર્કનાં મેદાનમાં રમતો જોઈને મને મારા મિત્રો સાથે શિવાજી પાર્ક પર ક્રિકેટ રમતા વિતાવેલો સમય અને પછી નજીકમાં દરિયા કિનારે ભેળ-પૂરી ખાતા ખાતા ઉછળતા દરિયાનાં મોજાને જોવાનો માણેલો આનંદ યાદ આવી ગયો.  દિવાળીના  દિવસોમાં અગાશી પર ભેગા થઇ જાત જાતના ફટાકડા ફોડવાની મજા કઈ અનેરી જ હતી.  ધુળેટીના દિવસે એક બીજા પર રંગવાની મજા હવે એની યાદોની મસ્તીમાં ઓગળી રહી છે. સ્કુલ બસમાં બેસતી વખતે મારો મિત્ર મારે માટે જગ્યા રાખતો. મારે ત્યાં જ બેસવાનું.  એ મિત્ર ક્યાં હશે એની ખબર નથી. રાહ જોવાથી કોઈ દિવસ ધારેલી વસ્તુ મળી નથી એટલે રાહ જોવાનું છોડી દીધું છે.  બસ એટલું યાદ છે કે અમે બને જણા ગણીતના દાખલા સાથે કરતા અને શીખતા. ગમે એટલો અઘરો દાખલો પણ કરવાનો પ્રયત્ન કરતાં.  એ અનુભવ આજે પણ કામ લાગે છે. મુશ્કેલ લાગતી પરિસ્થિતિને  વિચાર કરીને થાળે પાડવા માટેનો જરૂરી અભિગમ આવા અનુભવો વડે જ શીખવા મળે છે. ઘર પાસે કાશી વિશ્વનાથનું સુંદર મંદિર. પરિક્ષા આપતી વખતે મંદિરે દર્શન કરીને જવાનું.  સાંજે આવીને મંદિરે બેસવાનું. મનમાં ખુબ શાંતિ મળતી.  પરિક્ષા પછી સૌ મિત્રો અગાશીમાં ટાંકી પર બેસી એકબીજાની મશ્કરી કરતાં કે પછી ક્રીકેટ પર અધ્યયન ચાલતું.  થોડા મિત્રો  ઇન્ટરનેટની મદદથી તો ભેગા થયાં ; બાકીનાની રાહ જોવું છું.  સ્મરણો ને યાદ કરતાં કરતાં જીવનના વિવિધ તબક્કાઓ વિશે ખુબ લખી શકાય એમ છે. બીજી કોઈ વખત..

Advertisements

Responses

  1. ઓ !શિવાજીપાર્ક ! તે વિસ્તારમાં તો અવારનવાર રહેવાનું થતું.તેનો ઈતિહાસ યાદ આવ્યો અગાઉ શિવાજી પાર્ક માહિમ પાર્ક તરીકે ઓળખાતો હતો. વર્ષ ૧૯૨૭માં શિવાજી મહારાજની ત્રણસોમી જન્મ જયંતી ઉપલક્ષ્યે આ મેદાનને શિવાજી પાર્ક નામાભિમાનથી નવાજવામાં આવ્યું હતું. ત્યારબાદ દિવંગત બાળા સાહેબ દેસાઈના નેતૃત્વમાં વર્ષ ૧૯૬૬માં સંરક્ષણ પ્રધાન યશવંતરાવ ચવ્હાણના વરદ્દ હસ્તે અશ્વારૂઢ શિવાજીની પ્રતિમાનું અનાવરણ થયું હતું.પ્રતિમા સાથે જૉડાયેલી સ્મૃતિકામાં જણાવાયું છે કે આ સાર્વજનિક ક્રીડા સ્થાન છે અને તેનો વપરાશ રમતગમત માટે જ કરવાનો છે. આ મેદાન પરિસર આસપાસ ચારે તરફ બંગલાઓ હતા. ૧૯૩૨માં દાદર જિમખાનને આ પ્લોટ ભાડેથી અપાયો હતો.દાદર જિમખાના પાછળથી શિવાજી પાર્ક જિમખાના બન્યું. તેણે આ મેદાનમાં ક્રિકેટ પ્રેકિટસ શરૂ કરી હતી. આમ આ શિવાજી પાર્કનું મેદાન તરુણ ક્રિકેટરોનું ઉદગમસ્થાન બન્યું અને અત્યાર સુધી ચાલુ છે.શિવાજી પાર્કનું મેદાન ઊભરતા ક્રિકેટપટુઓની કર્તવ્યભોમ છે. તેન્ડુલકર-કાંબલી-માંજરેકરની ત્રિપુટી કે પીઢ ક્રિકેટપટુઓ અજિત વાડેકર, સંદીપ પાટીલ, વિજય માંજરેકર, ચંદ્રકાંત પંડિત, પ્રવીણ આમરે કે પછી આઈપીએલ મુંબઈ ઈન્ડિયન્સનો ઓલ રાઉન્ડરના નવા ફાલના અભિષેક નાયર કે સિદ્ધાર્થ ચિટનીસ અહીંની જ પેદાશ છે. છેલ્લા આઘાતજનક સમાચાર છે કે ભવિષ્યમાં સુનીલ ગાવસ્કર કે સૌરવ ગાંગુલી, યુવરાજ કે ધોની બનવાની ઈરછા ધરાવનારા અને શિવાજી પાર્ક પરિસરમાં ક્રિકેટ ખેલવાની આશા રાખનારાઓ પર મુંબઈ સુધરાઈએ ઠંડું પાણી રેડી દીધું છે.માત્ર એટલું જ નહીં, પરંતુ પરિસર આસપાસના રહેવાસીઓ પોતાના ભૂલકાઓથી તરુણો અને યુવાનોને પણ આ શિવાજી પાર્ક મેદાનમાં રમતગમત કે યોગ કે કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક આનંદપ્રમોદની પ્રવૃત્તિ કરી શકશે નહીં. એટલે સુધી કે સાંજના સમયે વૃદ્ધો પણ આ પરિસરમાં પ્રવેશી શકશે નહીં.

  2. ગમતાં જૂના સ્મરણો વર્તમાનને તરબતર કરે છે- નવું શિખવાડે છે. નાની વાતમાંથી કેટકેટલું પ્રગટી આવ્યું !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: