Posted by: Jay Bhatt | ગુરુવાર, માર્ચ 15, 2007

જૂનું પિયરઘર

જૂનું પિયરઘર – બળવંતરાય ઠાકોર

બળવંતરાય ઠાકોરની આ કવિતા અમને ૧૧માં ધોરણના ગુજરાતીના વર્ગમાં શીખવાડવામાં આવી ત્યારે કોઈ અગમ્ય કારણોસર અમે બધાં જ થોડાં વાંચી ને ઉદાસ થઈ ગયાં હતાં. કાવ્ય એટલુ બધું સજીવન લાગ્યું કે બાળપણ ના જુદાં જુદાં સંસ્મરણો માનસપટ પર થી એક પછી એક સરવા લાગ્યાં. અમારાં શિક્ષકે એટલી ભાવવાહી રીતે આ કાવ્ય સમજાવ્યું કે અમારી ટુકડી (કોઈ દિવસ શાંત ન રહેનારી ટોળી) ખુબ જ ધ્યાન થી એમની મધુર વાણી સાંભળી રહી.

બેઠી ખાટે ફરી વળી બધે મેડીઓ ઓરડામાં
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.
માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિ બાળ રાજી.

સૂનાં સ્થાનો સજીવન થયાં, સાંભળું કંઠ જૂના,
આચારો કૈં વીવિધ ઢબના નેત્ર ઠારે સહુના:
ભાંડું નાનાં; શિશુ સમયના ખટમીઠા સોબતીઓ,
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીઓ.

તો યે એ સૌ સ્મૃતિ છબી વિષે વ્યાપી લે ચક્ષુ ઘેરી,
નાની મોટી બહુરૂપી થતી એક મૂર્તિ અનેરી:
ચોરીથી આ દિવસ  સુધીમાં એવી જામી કલેજે.

કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી,
ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મારા, તમારી

સાથે સાથે  ગુજરાતી સારસ્વત પરિચય પર વાંચો: કવિ પરિચય

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: