મંદિરમાં આરતી પુરી થઈ છૅ. મહા પ્રસાદ લેવા માટે બધાં કતારમાં ઊભા છે.
વાતો સાંભળું છું. તમે ક્યા ભ્રામણ? કયા વાણિયા? વૈશ્નવ છો? –( ભગવાન ટગર ટગર જુવે છે).

ફલાણો તો એની સાસુને ખુબ હેરાન કરે છે.
ફલાણી તો ઘરે કઈ જ બનાવતી નથી.
પેલા ભાઇએ તો મસ્ત કાર ખરીદી. ક્યાંથી પૈસા લાવે છે?
પેલુ નવુ જુવાનિયુ કપલ તો દર રોજ બહાર જ જમે છે.
દર શનિ-રવિ બહાર ઉપડી જાય. તમે સાંભળ્યુઃ ‘સોનાનો ભાવ કેટલો વધી ગયો છે’. ભારતમાં તો મોંઘવારીએ માંઝા મુકી છે.
અમે તો વૈષ્ણવ. શિવ મંદિરમાં ન જઈએ. અમે તો બ્રામણ. મારી માસીના દીકરાને ખારવાની છોડી સાથે પ્રેમ થઇ ગયો છે. એમ કઈ લગન નહી કરવા દઈએ.

ફલાણા મેગેઝીનનો સંચાલક મારી જ caste નો છે. મારી કવિતા એમાં ચોક્કસ publish થશે. Publicity નો કોઈ problem નથી. રમેશભાઈના દીકરાએ તો નામ બદલીને apply કર્યું છે. પ્રવેશ એનો નક્કી.

ભગવાન વિચારે છે. ધ્યાન મગ્ન થઇ તપ કરવા બેસી જાય છે. મારા જ સંતાનોમાં ભેદ ભાવ છે એમ સમજાતા મુંગા આંસુ સારે છે.

મહાપ્રસાદ બનાવડાવ્યાનું અને એનો ખર્ચ કરાવ્યાના ગમમાં ઈશ્વર પોતે જ સંતાઈ જાય છે. રહે છે માત્ર એકીટશે જોતી કલાત્મક મૂર્તિઓ…કોલાહલ અને ઘોંઘાટમાં એક ભાઈનો સ્વર કોઈને કહેતા સંભળાય છે..

મારું નામ મંદિરમાં ટ્રસ્ટીઓ પાસે ક્યા લખાઉં?

Advertisements
Posted by: Jay Bhatt | મંગળવાર, નવેમ્બર 29, 2016

સહજ ભાવ એ જ અહા મોમેંટ.

અહા મોમેંટ…

અચાનક જ સંઘરી રાખેલા સંવેદનો ને વાચા મળે
અને સમય ફલક પર રેલાય જાય…

એ મોમેંટ.
પિંજરે પુરાયેલું પંખી ઉડે
અને મિત્ર સાથે ગગનવિહારે છલાંગ માંડે..

એ મોમેંટ.
દરિયા કિનારે ઉછળતા મોજા અને
એના સૂરમાં આંતરમન નાચવા માંડે..

એ મોમેંટ.
દુર દુર કોઈ ગામડે નાના બાળકો સાથે,
પકડા પકડી રમતા પકડાઈ જવાની

એ મોમેંટ.

જંગલમાંથી પસાર થતી કેડી પર ચાલતા ચાલતા,
સુદર પંખી અચાનક આવી ખભે બેસી જાય..

એ મોમેંટ..
લાયબ્રેરીમાંથી મોકલાયેલુ પુસ્તક
જેલમાં રહેલો કેદી વાંચે અને સંદેશો મળે
કે પુસ્તક ખુબ ગમ્યું..

એ મોમેંટ..
કેદી પોતાની સારે માર્ગે આગળ
વધવાની કેડી કંડારે અને કોઈ વાર
અચાનક જ મળી જાય અને કહે…’
મારો નવો જન્મ એળે નહિ જવા દઉ’.
એ મોમેંટ.

એ મૉમેન્ટ
કોઈ ખાસ મિત્રો સાથે
પુસ્તક વિષયક થતો
જીવંત સંવાદ.

સહજ ભાવ એ જ અહા મોમેંટ.

Posted by: Jay Bhatt | સોમવાર, નવેમ્બર 28, 2016

વંચાય છે ઉભરાતા સ્મરણોની વાર્તા….

દિવસે દિવસે
બદલાતી હસ્તરેખામાં,
વંચાય છે ઉભરાતા
સ્મરણોની વાર્તા,
બધા જ ભાવો
છલકાઈને કહે છે:
તું જ તારો જ્યોતિષી
અને તું જ તારો ભાગ્યવિધાતા
તું જ પ્રેમનો સર્જક
અને તું જ પ્રેમ ને પામનારો
તું જ તારો ગુરુ
ને તું જ તારા ગ્રહો
તું જ તારું જ્ઞાન
અને તું જ તારી શાળા
તું જ અનુકંપા
અને તું જ તેને પોષનારો ,
માટે જ
તારા સુખની શોધ
એ તારા જ હાથમાં.

Posted by: Jay Bhatt | ગુરુવાર, સપ્ટેમ્બર 4, 2014

રુટીનથી દુર

રુટીનથી દુર.

દુર જાઉં છું, રુટીનથી.
કઇક નવું જોવાની તમન્ના.
કઇક નવું માણવાની desire.
કઇક નવું શોધું છું.
વર્ષોથી શોધું છું. ખુબ શોધ્યું
પણ એક ખાલીપણાનો અહેસાસ.
સહજતાનો સહારો લઇ
અને અન્તદૃષ્ટિને આત્મસાત કરી.
પૃથ્વીની આ આંતર સફર
માઈલોના માઈલો પળભરમાં કાપતી
એક દિવસ ક્યાંકથી
અચાનક પ્રાપ્ત થતી
સહજ પ્રેમાળ અનુભૂતિ. રુટીનથી દુર.
આત્મિક આધાર અને અલૌકિક મૈત્રી.
art, books, architecture, music, literature
અને inner reflections.
જીવનનાં વિવિધ પાસાઓનું અનુપમ રસપાન.
સ્નેહસભર લ્હાણી.
રુટીનથી દુર.

Posted by: Jay Bhatt | ગુરુવાર, સપ્ટેમ્બર 4, 2014

જીજીવિષા

મારો અહં અને જીદ
અને એમાં ખોવાઈ જતો
આપણી વાતચીતનો અનુરાગ.
ઉત્કટ તલસાટ.
મારો અચકાટ અને મારો સંકોચ.
અને એમાં ગુંગળાતા આપણે.
આપણું પરિચિતમાંથી અપરિચિતમાં થતું પરિવર્તન.
જીજીવિષા,
અને કઇક નવીનતાની નિત્ય તલાશ.
ત્યારે
કોફી બને આપણુ ice breaker.
એક પછી એક સીપ.
પણ બે સીપ વચ્ચેનો
exponentially લંબાતો ગાળો.
ફરી જામતી વાતોની મહેફિલ.
તદ્દન down to earth.
પણ શું ફરી ને ફરી અજનબી બનવું
જરૂરી છે ખરું?
simple in style પણ નવી નવી
વાતચીત એ તો બની રહેતો norm.

Posted by: Jay Bhatt | શનિવાર, મે 3, 2014

કાતરિયુ

કાતરિયુ
મહિને બે મહીને
એકાદ વખત એ બનતું મારું
સ્મરણોનું માન સરોવર.
બાળપણથી માંડીને
અત્યાર સુધીના
અનુભવોની repository
હું ત્યાં સંતાઈ જાઉં,
દુનિયાથી રાજનીતિથી
દુર દુર
બેગોનું collection. વર્ષોથી ભેગા કરેલા
સમાચાર પત્રોની કાપલીઓ
કે પછી નાગરદાસ પટેલની
બાલ વિનોદ ગ્રંથમાળાનાં પુસ્તકો.
એક  પુસ્તકમાંથી મળી આવતી નાનકડી કાપલી।
આઠમા ધોરણમાં
સાથે ભણતી વિદ્યાર્થીનીએ મોકલેલી
thank you note.
ગણિતના દાખલામાં મેં એને
થોડી મદદ કરી હતી. શરમાતા શરમાતા
મારી  નોટબુક સરકાવીને એને આપી હતી.
અને એ જ રીતે એણે મને પાછી આપી હતી.
verbally બોલી શકાતું નહિ, એટલે
નાનકડી ચબરખીમાં ‘thank you’
લખીને આપી હતી એ નોટ.
એ એકમાત્ર વાતચીત હતી.
દસમાં ધોરણની માર્કશીટ.
કોલેજના application formની કોપીઓ.
સ્મરણોનો સંગ્રહ।.
બસ। એ કાતરિયામાં જ.
મારું આશ્રય સ્થાન.
થોડી પળો માટે reality થી દુર.
મારું કાતરિયું.

Posted by: Jay Bhatt | શનિવાર, માર્ચ 29, 2014

આમ તો….

આમ તો….

આમ તો લખવાનું ઘણું બધું હોય છે,
પણ કોઈક લખાણ ખાસ હોય છે.
આમ તો વાંચવાનું ઘણું બધું હોય છે,
પણ કોઈક વાંચન ખાસ હોય છે.

આમ તો મિત્રો ઘણા બધાં હોય છે,
પણ કોઈક મિત્ર ખાસ હોય છે.
આમ તો ચલચિત્રો ઘણા બધા હોય છે,
પણ કોઈક ચલચિત્ર ખાસ હોય છે.

આમ તો ફૂલો ઘણા બધા હોય છે,
પણ કોઈક ફૂલ ખાસ હોય છે.
આમ તો અત્તરો ઘણા બધા હોય છે,
પણ કોઈક અત્તર ખાસ હોય છે.

આમ તો દીવાના ઘણા બધા હોય છે,
પણ સરસ્વતીચંદ્ર તો કોઈક જ હોય છે.
આમ તો ગઝલો ઘણી બધી હોય છે,
પણ કોઈક ગઝલ ખાસ હોય છે.

આમ તો શોપિંગ ઘણું બધ થાય છે,
પણ કોઈક શોપિંગ ખાસ હોય છે,
આમ તો વાતચીત ઘણી બધી થાય છે,
પણ કોઈક વાતચીત ખાસ હોય છે…

અને આ ખાસ વસ્તુઓ જીવનને ‘જીવન’ બનાવી દે છે.

Posted by: Jay Bhatt | શનિવાર, માર્ચ 29, 2014

અનન્ય સંબંધ

અનન્ય સંબંધ

કોઈ સંબંધ
એટલે અતુટ જોડાણ
બીજા ઘણા સંબંધોથી પર.
એ વૈશ્વિક આવરણમાં ફૂલતો
અને અંતરની દુનિયામાં ખીલતો.
કોઈ વાર વિચારો થકી આકાર પામતો
તો કોઈ વાર શબ્દો થકી ગુંજારવ પામતો.
કોઈ વાર પરસ્પરની ચિતામાં અભિવ્યક્ત થતો;
તો કોઈ વાર મૌનની ગહન શાંતિમાં સહજ સ્ફૂરતો.

એ એક અદ્બુત આધાર.
અનુપમ મૈત્રીનો એ અદ્વિતિય સ્તંભ.
કોઈપણ મુશ્કેલીનો એ સનાતન અંત.
ક્યાંથી આવતો કેવી રીતે ઉદ્વતો
અને એ કયારે ઊઘડતો
એ મધુર રહસ્ય.
બુદ્ધિથી પર.

Posted by: Jay Bhatt | ગુરુવાર, ઓગસ્ટ 15, 2013

પાટી પેન

પાટી પેન

પાટી પેન
એની પર હું
એકડો બગડો લખતા શીખ્યો.
બારાખડી અને પલાખા પણ.
દર વર્ષે નવી પાટી લેવાની જીદ
peer pressure પણ ખરું.
નવા શબ્દો અને જોડણી પણ લખ્યા.
સાચા ખોટા દાખલા ગણ્યા
ભૂસ્યા. ફરી ગણ્યા. ફરી લખ્યા.
ચિત્રો દોરતા આવડે નહી પણ
નાનકડું ફૂલ દોરી
અને કાલીઘેલી ભાષા વાપરી
તીણા તીણા અવાજે
ફૂલ વિષે નાનીશી
કવિતા મારી પાટીમાં લખી
સૌ ને વંચાવી.
મુંબઈ પુનાની electric train ગમતી
એટલે પાટા, અને electric wire
ને જોડતા થાંભલા પણ દોરાતા.
પેન ખુબ ભાવતી એટલે કોઈ વાર એ
ખવાઈ પણ જતી.
આગળ ભણ્યો પણ
પેન અને પાટી બંને ને ભૂલ્યો.
આજે ફરી યાદ કરી
મારા મનની પાટી પર
પર એની છબી અંકિત કરી.

 


રીસાવું
એક કલાત્મક ભાવ.
એક મસ્ત સાધન.
opposite દિશામાંથી
આવતો લખાણનો
અવિરત સ્ત્રોત.
સતત ફોનની ઘંટડીનો
musical રણકાર.
જે જોઈતું હોય
તે મેળવવા માટે.
કોઈ વાર
બાળક બનીને
રિસાવાની
પણ
મજા છે..
ચાલો બધા
રીસાઈ જઈએ….

સિંગદાણા ખાવાની મજા અનોખી છે.
ખાતા ખાતા ચોપાટી યાદ આવે.
વર્ષો પહેલા અમદાવાદ કે મુંબઈના
મુવી હોલમાં જોયેલું બોલીવુડ પિક્ચર યાદ આવી જાય.
એક દાણો ખાઉં ને લાગણીને વાગોળતો લાગુ.
બીજો ખાઉં ને દહાણુ સ્ટેશન પરથી લઇને આરોગેલી સિંગ યાદ આવી જાય.
ત્રીજો ખાઉં ને સુરતનો ચેવડો, પોંક અને લીબુ મરીને સેવ.
સ્કુલની પિકનીક દરમિયાન ઉજાણી અને હજારોની સંખ્યા માં ખવાયેલા
મસ્ત સિંગદાણા! આ લખતા લખતા કેટલા ખવાઈ ગયા એનો કોઈ હિસાબ નથી.
I am eating and meditating on the taste of સિંગદાણા. So much fun!

Posted by: Jay Bhatt | સોમવાર, એપ્રિલ 22, 2013

પ્રાણાયામ

પ્રાણાયામ

C-PAP મશીનમાંથી
નીકળતો
rhythmic સુર
અને હું મારા શ્વાસોચ્છવાસ
પર meditation
કરું છું.
મારા શ્વાસ ગણું છું.
એક હાથમાં
ચાર પાંચ મહિના પહેલા
નવો લીધેલો Android
સુક્ષ્મ ધ્યાનથી
મોબાઈલ પર
મિત્રોના સરી જતા વિચારોને
સાંભળું છું.
એક સર્જનાત્મક પ્રતિક્ષા.
અને ફરી સંભાળતો મશીનનો અવાજ..
અને એક વિચાર ઘુમરાયા કરે છે.
મારા શ્વાસોની ઓછી થતી સંખ્યા.
મારી લીમીટેડ અવધિમાં
પણ c-pap મશીન પરનો વિશ્વાસ
એ નિશ્ચિત અવધિ
માં કોઈ કાપ આવવા દેશે નહિ.
બીજે દિવસે ફરી હું  campus walk પર.
એક બાકડા પર બેસીને
પ્રાણાયામ.

« Newer Posts - Older Posts »

શ્રેણીઓ