Posted by: Jay Bhatt | રવિવાર, ડિસેમ્બર 4, 2016

Imaginative mind….સમય યંત્ર

Imaginative mind….સમય યંત્ર

સમય યંત્ર
જો ફરી જાય તો
યમુનાના તટ પર
બંસીના નાદમાં ખોવાઈ જવાય.
કૃષ્ણનું સૌન્દર્ય અને
એની અભિવ્યક્તિમાં
obsess થઇ
બધું જ ભૂલી જવાય.

જો સમય યંત્ર
22મી સદીમાં લઇ જાય
તો કદાચ માનવ વિચારો
જાતેજ વેબ સાઈટ પર પોસ્ટ થઈ જાય.
અને contact lens અને આંખોમાં
ઈન્ટરનેટ access મળી જાય.
અને પરસ્પરની આંખોમાં
વેબ સાઈટ વાંચવાનો
access મળી જાય.
સુંદર આંખોની મસ્ત
સ્પર્ધાઓ શરુ થઈ જાય.

જો સમય યંત્ર
23મી સદીમાં લઇ જાય
ઉડતી ટ્રેનો અવકાશમાં
સફર કરતી થઇ જાય
અને હજારો માઈલ
ની સફર મીનીટોમાં થઇ જાય.

અને……બીજું ઘણું……

Advertisements

Responses

  1. તમે એક ઝકઝોરી દેતી કલ્પના મૂકી છે!

    આપણા જીવનને ભરડો લઈ રહેલી ડિજીટલ ટેકનોલોજી એવી તો કૂદકે અને ભૂસકે આપણી જ સાથે હરીફાઈ કરતી જાય છે. ક્યાં પહોંચશે? ‘2001: અ સ્પેસ ઑડેસી’ થી માંડી મેટ્રિક્સ, ઇન્સેપ્શન, ઇન્ટરસ્ટેલર, ડૉ સ્ટ્રેંજ … ફિલ્મો આપણને ઘણું બધું કહી જાય છે.

    આપની ચોટદાર કૃતિ.. ભલી ભોળી લાગતી કૃતિમાં ઉપર છલ્લી રીતે રીતે સાદો સીધો લાગતો આ વિચાર ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે! કદાચ કાળની ગર્તમાં પાછા જઈ શકીએ તો? અને ભાવિમાં જઈ શકીએ તો? ધ્રુજી જવાય છે.
    જે જીવન છે, જે અસ્તિત્વ છે, જે હોવાપણું છે તે આ પળમાં છે. જ્યારે આપણે જ આપણાથી આગળ નીકળી જઈશું તો? તો હું હું જ રહીશ? કોઈને ખબર નથી.
    અને બીજું ઘણું! વાહ! બીજું શું? વાચક પર છોડીને એક સચોટ અસર ઊભી કરી છે. જયભાઈ! આપે ‘મુક્તપંચિકા અને લઘુલિકા’ પર ડૉ. બ્રૉડબ્રેઇનની “શાની શોધ?” મારી નવી પોસ્ટ વાંચી? હવે તો મારી કેટલીક લઘુલિકાઓ આપ મારા નવા અંગ્રેજી બ્લૉગ ‘Laghulika: The Short Stories ‘ પર પણ વાંચી શકશો.

    • Harishbhai, Just read your note. My apologies for the late reply. Khub saras tame lakhyu. I will definitely read and reflect on ‘‘Laghulika: The Short Stories’. Thank you for your nice feedback and suggestions.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: