Posted by: Jay Bhatt | શનિવાર, માર્ચ 29, 2014

આમ તો….

આમ તો….

આમ તો લખવાનું ઘણું બધું હોય છે,
પણ કોઈક લખાણ ખાસ હોય છે.
આમ તો વાંચવાનું ઘણું બધું હોય છે,
પણ કોઈક વાંચન ખાસ હોય છે.

આમ તો મિત્રો ઘણા બધાં હોય છે,
પણ કોઈક મિત્ર ખાસ હોય છે.
આમ તો ચલચિત્રો ઘણા બધા હોય છે,
પણ કોઈક ચલચિત્ર ખાસ હોય છે.

આમ તો ફૂલો ઘણા બધા હોય છે,
પણ કોઈક ફૂલ ખાસ હોય છે.
આમ તો અત્તરો ઘણા બધા હોય છે,
પણ કોઈક અત્તર ખાસ હોય છે.

આમ તો દીવાના ઘણા બધા હોય છે,
પણ સરસ્વતીચંદ્ર તો કોઈક જ હોય છે.
આમ તો ગઝલો ઘણી બધી હોય છે,
પણ કોઈક ગઝલ ખાસ હોય છે.

આમ તો શોપિંગ ઘણું બધ થાય છે,
પણ કોઈક શોપિંગ ખાસ હોય છે,
આમ તો વાતચીત ઘણી બધી થાય છે,
પણ કોઈક વાતચીત ખાસ હોય છે…

અને આ ખાસ વસ્તુઓ જીવનને ‘જીવન’ બનાવી દે છે.

Advertisements

Responses

  1. આમ તો ફૂલો ઘણા બધા હોય છે,
    પણ કોઈક ફૂલ ખાસ હોય છે.
    આમ તો અત્તરો ઘણા બધા હોય છે,
    પણ કોઈક અત્તર ખાસ હોય છે.
    અ દ ભૂ ત દર્શન

    ઋગવેદમાં પણ ઉપમા આવે છે :
    पृशन्या: पतरं चिंतयन्तमक्षमि: ।
    पाथो न पायुं जनसी उभे अनु ।।
    મેઘમાળામાં વિહાર કરનારું પક્ષી – પતર એટલે પક્ષી. ફારસીમાં ‘પરિન્દા’ – એ બંને લોકો તરફ ધ્યાન રાખે છે. સ્વર્ગ અને પૃથ્વી બંને તરફ, કેમ કે પૃથ્વી પર પરિવાર છે અને સ્વર્ગમાં છે પરમાત્મા ! એની વૃત્તિ કેવી રહે છે ? તો કહે છે : ‘પુલ ના જેવી’. પુલ બંને કાંઠાને વળગીને પડ્યો હોય છે ને ! કેટલાક જ્ઞાની એવા હોય છે ખરા જે એક જ કાંઠે વસે છે, બિલકુલ અનાસક્ત, સંસારથી અસ્પૃષ્ય અને નિર્લેપ ! પણ પુલનો તો એક પગ એક કાંઠે ખોડાયેલો હોવો જોઈએ અને બીજો પગ બીજી બાજુ ખોડાયેલો હોવો જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે જેના વડે વિહાર તો ચારે તરફ થઈ શકે, છતાં એક જ કેન્દ્રને વળગી રહેવાય; જેમાં અમુક ગૂંથણી હોય, વ્યવસ્થા હોય છતાં સ્વૈરવિહાર કરી શકાય.

  2. સરસ, તમારો આભાર મિત્ર,
    આટલી સારી કવિતા માટે….

  3. આમ તો… ગમી.
    એક મૌલિક કવિતા મોકલું છું.

    શહેરી સત્ય

    પડ્યો પડ્યો પપ્પુ વિચારે પલંગમાં
    સહુ દોડી રહ્યા ધમાલમાં….
    શર્ટ, પેન્ટ ને સુટમાં કે –
    બુટ, ચપ્પલ ને જયપુર ફૂટમાં.. સહુ દોડી રહ્યા ધમાલમાં….
    ટ્રેન, બસ ને મોટરમાં કે –
    સાઈકલ, સ્કુટર ને વ્હીલચેરમાં… સહુ દોડી રહ્યા ધમાલમાં….
    મોટા રસ્તે, શેરી ને પોળમાં કે –
    મેદાન, બગીચા ને નાળાની કોરમાં.. સહુ દોડી રહ્યા ધમાલમાં….
    ઓફીસ, દુકાન ને બેંકમાં કે –
    પ્લેગ્રુપ, સ્કુલ ને કોલેજમાં ….. સહુ દોડી રહ્યા ધમાલમાં….
    મમ્મી-પપ્પા ન આવે કેમ વેળમાં ?
    છેડો ધરતીનો તો છે આ ઘરમાં… સહુ દોડી રહ્યા ધમાલમાં….
    —-


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: