Posted by: Jay Bhatt | સોમવાર, એપ્રિલ 22, 2013

પ્રાણાયામ

પ્રાણાયામ

C-PAP મશીનમાંથી
નીકળતો
rhythmic સુર
અને હું મારા શ્વાસોચ્છવાસ
પર meditation
કરું છું.
મારા શ્વાસ ગણું છું.
એક હાથમાં
ચાર પાંચ મહિના પહેલા
નવો લીધેલો Android
સુક્ષ્મ ધ્યાનથી
મોબાઈલ પર
મિત્રોના સરી જતા વિચારોને
સાંભળું છું.
એક સર્જનાત્મક પ્રતિક્ષા.
અને ફરી સંભાળતો મશીનનો અવાજ..
અને એક વિચાર ઘુમરાયા કરે છે.
મારા શ્વાસોની ઓછી થતી સંખ્યા.
મારી લીમીટેડ અવધિમાં
પણ c-pap મશીન પરનો વિશ્વાસ
એ નિશ્ચિત અવધિ
માં કોઈ કાપ આવવા દેશે નહિ.
બીજે દિવસે ફરી હું  campus walk પર.
એક બાકડા પર બેસીને
પ્રાણાયામ.

Advertisements

Responses

  1. C-PAP એટલે
    Continuous positive airway pressure, a particular type of ventilation (breathing) therapy
    The Center for Public Administration and Policy, an academic department at Virginia Tech
    The Coalition for the Prevention of Alcohol Problems, a public advocacy group based in Washington, D.C.
    Consecutive primes in arithmetic progression, a mathematical term relating to prime number series
    Country Programme Action Plan
    આમાંથી સામાન્ય રીતે પ્રાણાયામ સાથે પહેલા અર્થથી ચિંતન થાય.
    .કેટલીય વાર આ અનુભવેલી વાતનું આ મધુર રચના દ્વારા સહજ અભિવ્યક્ત થવું
    આનંદદાયી અનુભૂતિ

  2. પ્રાણવાયુ…ગજબની શક્તિ આંતરિક શક્તિ સીંચેછે. શ્વાસને પોતિકો કરી ઉચ્છવાસો પછી તેનો સ્વનાભુવ સ્ફૂર્તિદાયક અનુભવાય. આ ચેતનાને ઉર્ધ્વગતિ મળે એટલે નિરાંતનો અનુભવ મળે.

    યાંત્રિક રીતે પણ આ જીવનકાવ્યની જેમ યોગ થાય.

    રમેશ પટેલ(આકાશદીપ)

  3. નમસ્કાર!
    આપનો બ્લોગ ”બંસીનાદ” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  4. Thank you so much for your nice note. I will soon update my blog with a link to Gujarati Lexicon. Your efforts in putting together this enormous web site is simply outstanding. I have been using it a lot and has helped me tremendously.,


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: