Posted by: Jay Bhatt | ગુરુવાર, નવેમ્બર 1, 2012

Sandyની યાદમાં…

જેટલું લખવું હોય એટલું લખો જ્યાં સુધી power છે,
Mobile ને પાછા સાચવી રાખવા પડશે, અને મારા જેવાં હોય એ લોકો તો કદાચ ભૂલી પણ જાય કે ક્યાં મુકાય ગયાં છે….શોધવામાં પાછી દોડાદોડ ..એક બાજુ ૬૦ માઈલની ઝડપે ફૂકાતો પવન હશે, સુસવાટાના અવાજો સંભળાતા હશે અને એમાં જો લાઈટ ઉડી જાય …તો મોબાઈલ ને charge કરવાનું પણ રહી જશે…..Looking forward to an exciting and thrilling two days….. Sandy ને હું બહુ ગમતો લાગુ છું …મારા ઘર પાસે થી પસાર થઈશ એમ જ ક્યારનો  કહ્યા કરે છે… બોલો શું કહેવું આ Sandy ને…..

जब तक जान है लिखते ही रहेंगे,
जब तक passion है पढ़ते ही रहेंगे.
दिल है प्रेम और प्यार भरी ‘Sandy’,
बस..इसे बाँटते ही रहो जीवनभर चलते चले..

આ Sandy પણ ખરો છે..
શરદ પૂનમ ને દિવસે જ આવવાનો  થઇ ગયો..

સુરતની ઘારી ને પણ ભુલાવી દીધી…
હું પણ જોઈ લઈશ Sandy ને…

નીલમ હવે અધીરાઈ થી આંધ્ર પ્રદેશના દરિયા કિનારે
પહોચવાની ઉતાવળ કરે છે… ગઈ કાલના પ્રત્યક્ષ અનુભવ
પછી ફરી એક વાર ઈશ્વર પ્રાર્થના કે નીલમ ને સદબુદ્ધિ મળે અને લોકોને એનાં ઉત્પાત માંથી બાકાત રાખે.

અંતરની આરસીમાંથી થોડું:

જિંદગી એટલે મનગમતી વાતોના સહજ સ્વાદિષ્ટ ચટાકેદાર બટાકા વડા. બસ ખાતા જ જઈએ, ધરાયા વગર…માત્ર, વાતો જ નહી પણ એમાંથી કઈ સારું contribution પણ થાય તો તો જીવનમાં કઈ સરસ કામ કર્યાનો આનંદ પણ થાય. એ આંનદની લ્હાણી એટલે જાણે આરતી પછી અપાતો પ્રસાદ..

વાસ્તવિકતા ને કહો કે બહુ બોલે નહિ, કલ્પનાને કહો કે એમ છોડી ને જાય નહિ…હજી તો ખુબ સર્જન બાકી છે….for the rest of the life..

અદ્રશ્ય પણ અપરોક્ષ અનુભૂતિ, અશ્રાવ્ય પણ આંતરિક રણકાર…
અસીમ પણ હ્રદયસ્થ વિભૂતિ, અધિકાર નહિ પણ અમર અસ્તિત્વ

ખોવાયેલી મૈત્રી પણ અંતરમાં તો સજીવન જ રહે છે. હ્રદયના વિશાળ ભાવવિશ્વમાં માણેલી અને કાયમ માટે અદ્રશ્ય થયેલી પ્રેમાળ  પળ
અંતે તો અંતરમાં અમર બનીને  જ રહે છે.વર્ષો પછી લાગણીનું તુમુલ યુદ્ધ મિત્રતાના એ સંવેદનોને સ્મરણોની માળા બનાવી આંતરમનને  સ્નેહધારાથી ભાવવિભોર  કરે  છે. મૈત્રીની કબર  પર પુષ્પપત્રો ને ભીંજવતા યાદોના આંસુ સરી પડે છે, અને ફરી એ પ્રજ્વલિત બની જાય છે.

ક્ષણોની વણથંભી
વણઝારમાં,
સ્વપ્નાની
વાસ્તવિક દુનિયામાં.
જોઉં છું સમયના
અસંખ્ય પ્રતિબિંબો,
કાયમ માટે
વણાઈ ગયેલા
સ્મરણોના સથવારે

Advertisements

Responses

 1. બે દિવસો ચિંતામા ગયા.ઘરને થોડું નુકશાન થયું…વૅરીઝોન ફેઈલ થવાથી ઇંટરનેટ,ટીવી લેંડલાઇન ફોન બંધ રહ્યા.ઇલે.પાવર રહ્યો તેથી સરળતાથી પહોંચી વળાયુ.પણ આજે પાનખરના ઝાડ પર મસ્ત પંખીઓને જોઈ બધુ ભૂલાઇ ગયું.
  આપ સર્વેની શુભેચ્છાઓ અને ઇશ્વર કપાથી કુશળ છીએ

 2. ખોવાયેલી મૈત્રી પણ અંતરમાં તો સજીવન જ રહે છે. હ્રદયના વિશાળ ભાવવિશ્વમાં માણેલી અને કાયમ માટે અદ્રશ્ય થયેલી પ્રેમાળ પળ
  અંતે તો અંતરમાં અમર બનીને જ રહે છે.વર્ષો પછી લાગણીનું તુમુલ યુદ્ધ મિત્રતાના એ સંવેદનોને સ્મરણોની માળા બનાવી આંતરમનને સ્નેહધારાથી ભાવવિભોર કરે છે. મૈત્રીની કબર પર પુષ્પપત્રો ને ભીંજવતા યાદોના આંસુ સરી પડે છે, અને ફરી એ પ્રજ્વલિત બની જાય છે.
  —————-
  બહુ ગમ્યું- ભાવવિભોર બની ગયો.
  સેન્ડીએ ડલાસને ઠંડુગાર બનાવી દીધું હતું.

 3. સેન્ડી એ સ્ત્રીના જેવું રૂપાળું નામ છે પણ એનું દર્શન કેટલું વિકરાળ સ્વરૂપનું બધાં એ નિહાળ્યું.! કુદરતના કોપ આગળ માણસ કેટલો લાચાર બની જાય છે !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: