Posted by: Jay Bhatt | બુધવાર, મે 16, 2012

અંતરમાંથી ઉદ્ભવેલું

લખું કે નહિ લખું ની વિમાસણમાં વિચાર confuse થાય છે, વિચારું કે નહિ વિચારું એની વિમાસણમાં સર્જન confuse થાય છે, બુદ્ધિ અને લાગણીના ઘમસાણ યુદ્ધમાં અંતે વાસ્તવિકતાનો પરાજય થાય છે. સર્જનને જીવતદાન મળે છે. કૃતિ એક રચના બનીને કલમબદ્ધ થાય છે. કઈક લખ્યાનો સંતોષ હસ્તાક્ષરોની વણથંભી સરિતા વહેતી કરે છે..

મારું જીવન એટલે મારું કાવ્ય. મારું કાવ્ય એટલે ઈશ્વર પ્રેરિત સુંદર અક્ષરો, ઉત્તમ શબ્દો અને અનુપમ વાક્યોનો અદ્બુત સમન્વય .
મારા જીવનનો દરેક દિવસ એટલે મારા કાવ્યનું એક એક અનુપમ વાક્ય.
મારા જીવનનો દરેક કલાક એટલે મારા કાવ્યનો એક એક ઉત્તમ શબ્દ.
મારા જીવનની દરેક પળ એટલે મારા કાવ્ય શબ્દનો એક એક સુંદર અક્ષર.
મારું આખું કાવ્ય – મારું આખું જીવન વાત્સલ્ય ભાવથી લહેરાતું અને સ્નેહની અમી ધારથી છલકાતું, મારા દિવ્ય પ્રેમને, સમર્પણ.

વહેલી સવારે ગુલાબની પાંદડી પર પડેલા ઝાકળના બિંદુ પર તારું મલકતું પ્રેમાળ મુખ દેખાયું ત્યારે મારું જીવન ભાવ વિભોર બની ગયું અને અંતરમાં લાગણીનો સ્ત્રોત અવિરતપણે વહેવા લાગ્યો. મારું જીવન સાર્થક થયું.

જીવન એટલે જ આકર્ષણ…આકર્ષણ વગર જીવન યાંત્રિક બની જાય છે. કોઈ વિદ્યાર્થી સારું કરે પરિક્ષામાં ત્યારે બીજી પરિક્ષામાં કેવું કર્યું હશે અનુ આકર્ષણ સહજ બની જાય છે. ગુલાબના છોડ પર કળી આવે ત્યારે ગુલાબ કેવું થશે એ જોવાનું આકર્ષણ સહજ થઇ જાય છે.  એક સરસ લખાણ બીજા લખાણ તરફ સહજ આકર્ષણ લાવે છે. સારી વાતચીત થતી હોય ત્યારે ફરી ને ફરી આવી મસ્ત વાત ચીત  થતી રહે એનું આકર્ષણ રહે છે. આ બધાનો સ્ત્રોત પરમ-તત્વ. પણ એનું આકર્ષણ કેમ એટલું બધું રહેતું નથી? કે સ્ત્રોત મારો જ છે એવો અહંકાર? અને પરમ તત્વનું અસ્તિત્વ છે કે નહિ એની શંકા?

અચાનક જ કોઈ મહ્ત્વપૂર્ણ કામ પાર પડે, નદી સાગરમાં ભળે એમ મૈત્રી એકાકાર બને ત્યારે અંતરમાંથી અખૂટ કાવ્યરસ શબ્દાકિત એની જાતે જ થયા કરે….

દરિયાને એમ પણ કહ્યું હશે કે ભલે એ નદી પાછી નહિ આવશે પણ ઉનાળામાં તારું પાણીનો બાશ્પીભવન થશે ત્યારે રૂ જેવા મુલાયમ વાદળામાં થી વરસશે ..પ્રીતની હેલી વરસાવશે અને મને ફરી ભીંજવી દેશે…

અને અચાનક જ વિષાદનું ક્ષણીક્ અસ્તિત્વ સમયના ગહેરાઈમાં ઓગળી ગયું અને કરચલીનું સ્થાન લીધું એક મધુર સ્મિતે.અનરાધાર અશ્રુના બિંદુઓ એકમેક સાથે જોડાઈ ગયા અને પપ્પાની આબેહુબ પ્રતિકૃતિ એમાં જડાઈ ગઈ..અંતરના તાલ સાથે અવકાશમાંથી કહેવા લાગ્યા ‘ હવે તો હું છું.. જીવન તારું ગોઠવી દે’…

દરેક વ્યક્તિનું પોતાનું અંતર લાગણીનો અવિરત સ્ત્રોત બનીને આવે છે.એ જ્યાં જાય છે ત્યાં ચાંદનીની જેમ લાગણીની શીતળતાને ફેલાવે છે. માત્ર ફરક એટલો જ કે પુનમ અને અમાસની જેમ એની લાગણીમાં વધ ઘટ થતી નથી. સતત અવિરતપણે વહ્યા જ કરે છે…

પહેલી વખત મળવાનો અભરખો તારો,
તારી શરમાળ આંખોમાં ખોવાઈ જતો અભરખો તારો,
પણ એજ શરમાળ અભિગમ લાવતો સળવળાટ અંતરે મારા,
બસ પછી તો શું ?

આભાર ઈશ્વર તારો કે આવી feelings નું સર્જન કરી આપવા બદલ…
કવિઓની ઉછળતી લાગણી રેલાઈ જતી સ્નેહની અવિરત ધારા થકી desktop કે mobile પર…

Advertisements

Responses

  1. જોગી હુઆ ઝલક લગી મિટિ ગયા એંચાતાન,
    ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.
    જ્યારે એક સાવ નાનકડી હીમકણિકા તે પ્રકાશનું પરાવર્તન કરે છે ત્યારે તે તેજ પુંજની જેમ ઝળહળી ઊઠે છે. પરમ તત્વના પ્રકાશનો એક પરમ-ચેતના તો આ સમગ્ર સર્જનને પોતાની અંદરજ થતી પ્રક્રિયા તરીકે જાણે છે અને અનુભવે છે. … પરમ-ચેતનામાં જેમ સ્વયંભૂ અસ્તિત્વ સ્વરૂપ સત્-તત્વ છે. ચિત્-સ્વરૂપે નામરૂપનાં બિબામાં જડ તત્વને ઢાળવાની પ્રાણ શક્તિ નિર્માણ કરે છે.પરમ તત્વના અસ્તિત્વનું પરિણામ સૃષ્ટિના અણુએ અણુમાં પરમ આનંદરૂપ છે,

  2. Antarvani sambhali. Lakhata raho ane ame vachata rahiye.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: