Posted by: Jay Bhatt | શુક્રવાર, ફેબ્રુવારી 24, 2012

જયારે હિમાલય કણ કણ થઇ વેરાઇ ગયો….સાકેતભાઈ દવે

આ લેખ મારા બ્લોગ પર પોસ્ટ કરવાની અનુમતિ આપવા બદલ સાકેતભાઈ દવે નો ખુબ ખુબ આભાર.

૩૦ જાન્‍યુઆરી,૧૯૪૮ના રોજ  મદનલાલ પાહવા એ ગાંધીજીની પ્રાર્થના-સભામાં બોંમ્‍બ ફેંકી તેમની હત્યાની કોશિશ કરી, ગૃહમંત્રી શ્રી સરદાર પટેલે ગાંધીજીને તેમને રક્ષણ આપવાની વાત સમજાવવા પ્રયત્ન કર્યો, પણ બાપુના જવાબ (આજના નેતાઓએ સાંભળવા જેવા) હતા કે,

– મારા સિદ્ધાંતોનું મહત્વ છે, મારા શરીરનું કોઈ મહત્વ નથી

– મારી જીંદગી ઇશ્વરના હાથમાં છે, જો એ મને મારવા માંગતો હશે તો કોઇ બચાવી શકશે નહીં

– જે સલામતિ-રક્ષકોના ટોળા વગર ફરી શકતો ન હોય તેણે પદ પર રહેવાનો અધિકાર નથી

– પ્રાર્થના સભામાં આવનાર લોકોની તલાશી લેવામાં આવશે તો હું પ્રાર્થના બંધ કરી દઇશ

30 જાન્‍યુઆરીએ સાંજે પાંચેક વાગે સાત ચેમ્‍બરવાળી બેરેટા પિસ્‍તોલ સાથે 37 વર્ષિય નથુરામ ગોડસે ઘણી આસાનીથી પ્રાર્થના સભામાં પ્રવેશ્યા, નિર્ભયતાની મૂર્તિસમા બાપૂ તેમના માટે એક સોફ્ટ ટાર્ગેટ હતા, પગે લાગવાના ડોળ પછી ગોડસેએ એક પછી એક એમ ત્રણ ગોળી છોડી, અને મુખ પરના વેદના-રહિત ભાવ અને બે હાથ જોડેલા રાખી કોઇ મરણચીસ વગર ‘હે રામ’ ઉદગાર સાથે મહામાનવ ઢળી પડ્યા, જાણે હિમાલય કણ કણ થઇ વેરાઇ ગયો….

નવી પેઢીના ઘણા લોકોને એન્ટી-ગાંધી વાતોની ફેશન કરતા જોયા છે ત્યારે એટલું થાય કે ગાંધીજી પણ એક માણસ હતા એટલે એમની પણ મર્યાદાઓ હતી, પણ એમના સિદ્ધાંતોથી મળેલી આઝાદીની કિંમત નહીં સમજીએ તો દેશ આપણા માટે શરમ અનુભવશે ….

ત્રણ ગોળી ગાંધીના શરીરને છેદી શકે, તેના વિચારોને નહીં…

Photo from film : Nine Hours to Rama

સદર્ભ: Assassination of Mohandas Karamchand Gandhi

“On 20 January 1948, Madanlal Pahwa, Shankar Kistaiya, Digambar Badge, Vishnu Karkare, Gopal Godse, Nathuram Godse, and Narayan Apte came to Birla Bhavan (aka Birla House) in Delhi to carry out another attack on Mahatma Gandhi and Huseyn Shaheed Suhrawardy.[6] Except for Madanlal Pahwa and Vishnu Karkare, everyone else reached the venue through the rear entrance in a cab. Madanlal Pahwa tried to bribe Choturam, the driver at Birla Bhavan, to let him go behind the podium to take pictures of Gandhi. However, Choturam became suspicious and asked Madanlal Pahwa why he needed photographs from behind, and inquired about the absence of a camera. Madanlal Pahwa instead left, making Choturam think he was going back to the taxi; however, he placed a cotton ball enclosing a bomb on the wall behind the podium and ignited it. The bomb went off without creating any panic. The team had left after abandoning Madanlal Pahwa.”

સદર્ભ ૨: અંતિમ અધ્યાય – પ્યારેલાલ (અનુ. મણિભાઈ ભ. દેસાઈ)

[ગોળી છૂટે ત્યારે પણ રામનામ લેતો રહું : 20 જાન્યુઆરી, 1948]

ઉપવાસ છોડ્યા પછી બે દિવસ બાદ, 1948ના જાન્યુઆરીની 20મી તારીખે ગાંધીજી પ્રાર્થના પછી પ્રવચન કરી રહ્યા હતા ત્યારે, એક મોટો ભડકો થયો. એથી પ્રાર્થનાસભામાં થોડી ધમાલ થવા પામી. ગાંધીજીએ સભાજનોને ગભરાટમાં પડી જવા માટે ઠપકાર્યા. થોડા સમય બાદ ફરીથી વ્યવસ્થા સ્થપાઈ, ત્યારે માલૂમ પડ્યું કે ગાંધીજી બેઠા હતા ત્યાંથી 75 ફૂટ દૂર બૉમ્બ ફૂટ્યો હતો અને તેને પરિણામે ભીંતનો થોડો ભાગ નાશ પામ્યો હતો. હુમલો કરનાર, પશ્ચિમ પંજાબથી આવેલો પચીસ વરસનો મદનલાલ પહવા નામનો નિરાશ્રિત હતો. ગાંધી બચી જવા પામ્યા એ માટે ચોપાસથી તેમના પર અભિનંદનોનો વરસાદ વરસ્યો.

Advertisements

Responses

 1. બહુ જ સરસ પ્રેરણાદાયી લેખ.. ખરેખર ગાંધીજી સાચા અર્થ માં મહાત્મા હતા!!

 2. nathuram godse was not a terrorist, he had think about nation rather than what he done.
  In some frection Ahinsa will prevai but when on the last stage u hav to fight.
  why Gandhiji do not go on fast against slotter house which is run by muslims.
  Due to Gandhian Theory now the population of muslims grow up very high and it will result that whithin 30 years they rule on hindus than only we relize.

 3. show one Mullah or Maulvi who has declared a “fatva” against terrorists ans besides our Gandhiji told terrorist to our veer shahid Bhagatsingh who is a real freedom fighter of our nation .
  pls give any proof that gandhiji told hey Rama at the end. i am not believing in humour which was done by congress on that time. right history yet not come out but people will realize slowly

 4. aabhaar, share karee ne maaru dhyaan khenchvaa badal!thanks a lot!

  • itiahas janni levo jaruri chhe. comment vanchva badal Gaurangi patel no pan aabhar


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: