Posted by: Jay Bhatt | રવિવાર, જાન્યુઆરી 22, 2012

વિચારોના પ્રતિબિંબ

પ્રેમ અર્પ્યા પછી પ્રેમ અનુભવવાની , એને આત્મસાત કરવાની, અને એ રીતે ઈશ્વરીય અનુભૂતિને હ્રદયમાં કંડારી દ્દેવાની મજા અલૌકિક બની જાય છે.

કોઈ કાર્યમાં અણધારી સફળતા મળે છે ત્યારે મન ને ‘મનાવકાશ’માં વિહરવાની limit રહેતી નથી…..તરંગી મન બસ ઝૂમી ઉઠે છે, આતમરામ બનીને નાચવા માંડે છે…..Infinite bliss surrounds it with unlimited passion ……..

જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ એમ નિર્દોષ માનસ સ્વાર્થ સભર થવા માંડે છે. નાના બાળકોમાંથી પણ આપને ઘણું શીખવાનું મળે છે. કેવી રીતે share કરવું તે એ બાળકો જ આપણને શીખવી જાય છે. નાના બાળકોને સાથે રમતા જુવો. કેટલા આનંદથી રમતા હોય છે.

Mentally handicapped બાળકોની શાળામાં એકાદ વર્ષ કામ કર્યું ત્યારે મને પ્રતીતિ થઇ કે આ બાળકો અને એમના શિક્ષક્ વચ્ચે એક અતુટ bond હતો. ભલે એ વાત કરી શકતા નહિ પણ એ શિક્ષક માટેનો એમનો પ્રેમ દેખાઈ આવતો હતો. એ શિક્ષક્ સાથે મેં વાત કરી ત્યારે એમને પણ એ જ કહ્યું કે આ બાળકો પણ પ્રેમનાં ભૂખ્યા હોય છે. ભલે બીજું કઈ નહી સમજે પણ લાગણીને સમજી શકે છે..

માનવ સ્વભાવ. દરેકને નવું જોઈએ છે. અમુક સમય બાદ સંબંધમાં ઓટ આવી જાય છે કારણકે એને સાચવવા માટે જે commitment જોઈએ તે નથી રહેતી. ઘણી વાર આવું બને કે જેને લીધે બીજી કોઈ વ્યક્તિ સાથે મિત્રતા થઇ હોય એ જ વ્યક્તિને લોકો ભૂલી જતા હોય છે. પછી થયેલી મિત્રતા વધારે મજબુત થતી હોય છે. સવેદનશીલ વ્યક્તિ આવું કદી ન કરી શકે unless કે એવો બનાવ બન્યો હોય જેને લીધે મન ખાટુ થયું હોય. સંબંધ જે પરસ્પરની હુંફ ના basis પર રચાયેલો છે એ કદી ઔપચારિક બનતો નથી એવું હું માનું છું. લાગણીને જ્યાં રેલમછેલ થાય છે, એકબીજાને support જ્યાં સનાતન હોય છે, જ્યાં કોઈ ભૂલ થતી હોય તો વિના સંકોચે દર્શાવી શકાય છે, અને જ્યાં constructive criticism હકારાત્મ્ક રીતે લેવાય છે, તે સંબંધોમાં ક્યારેય ઓટ આવતી નથી.

મન જ જ્યારે vacuum બની જાય છે, કલમ અચાનક જ બંધપડી જાય છે, સર્જન અટવાય છે, જયારે
કોઈ વર્તન બને છે ઉખાણું, કલમમાં જીવ આવેછે, જ્યારે સંબધોના સમીકરણો ઉકેલાય છે….
…અને ફરી સર્જન…

જીવનની નોધ્પોથી માંથી ‘દુશ્મન’ કે ‘ધિક્કાર’ શબ્દ જ કાઢી નાખીએ તો પછી મૈત્રી ભાવ જ બાકી રહેશે… સર્વત્ર આનદ..સર્વત્ર પ્રેમ… શુદ્ધ ભાવના થકી અનુપમ મૈત્રીનું સનાતન રસપાન.

દર્દ વગર કવિતા ક્યા; દર્દ વગર આંસુ ક્યાં; મૌન વગર ‘સહજ ઉપલબ્ધી’ ક્યાં? દર્દ અને મૌન થકી રચાતી હોય છે અમુલ્ય રચનાઓ ….એટલે જ એ ‘મોંઘી’ હોય છે.

દરિયા અને સાગર વચ્ચેનો તફાવત શોધવાનો થોડો પ્રયત્ન કર્યો પણ ખાસ કઈ મળ્યું નહિ.. દરિયામાં તોફાનો આવી શકે, સાગર કદાચ ગહન અને શાંત.. એટલે એ દ્રષ્ટીએ દરિયા કરતા સાગર ગહન… ગહન વસ્તુ કદાચ વધારે શાંત હોય….કદાચ સાગર વધારે વિશાળ..(ocean) … દરિયો એટલે Sea… હજી બરાબર સમજ નથી પડી……’જામ’ સાગરથી પણ ઉંડો, ગહન.. નશામાં વ્યક્તિ ‘ડૂબી’ જાય છે…એટલે કદાચ સાગરથી પણ ‘ગહેરી’….મસ્ત બનીને ઝૂમે છે…(પોતાને માટે તો ખરી જ)…સાગર/દરિયામાં ડૂબવાથી જીવન ‘જીવન’ રહેતું નથી, પણ નશામાં ડૂબેલી વ્યક્તિ આનંદનો જામ પોતાને બનાવી લે છે….

Advertisements

Responses

 1. simply awesome…..:)
  super like…:)

  Regards
  RJ

  • Thank you so much, Roshni, Much appreciated.

 2. “જીવનની નોધ્પોથી માંથી ‘દુશ્મન’ કે ‘ધિક્કાર’ શબ્દ જ કાઢી નાખીએ તો પછી મૈત્રી ભાવ જ બાકી રહેશે… સર્વત્ર આનદ..સર્વત્ર પ્રેમ… શુદ્ધ ભાવના થકી અનુપમ મૈત્રીનું સનાતન રસપાન….”જીવનનો સાચો, નિરપેક્ષ આનંદ હું પણાની હવાઈ સ્થાપનામાં નથી, હું-ભાવ ત્યજીને અમે-ભાવ કેળવવામાં જ જીવનની ખરી મજા છે. આવો ભાવ કેળવવા માટે અનિવાર્યતા છે – તુચ્છતાથી ઊર્ધ્વ ઊઠવાની, મસ્તક ફરસની નિમ્ન તુચ્છતામાં ખૂંપેલું રાખવાને બદલે, ઉચ્ચ, ઉપર, ઊર્ધ્વ, highabove, ગગનલક્ષી રાખો ! નીચેની ધરતી માપવાનું કામ તો પગનું છે. આંખ તો ઉન્નત અંગ છે, એને સદાય ઉન્નત તાકવાની જ ટેવ પાડો ! તુચ્છતાની વ્યાખ્યાને ત્યજી, ઉદારતાની વ્યાખ્યાનેય નિરંતર વિસ્તારતા રહીએ, તો જીવનના આનંદનાં દર્શન થાય. તુચ્છ પ્રાપ્તિઓના થરના થર ચઢાવી, આ સ્થૂળ દેહના બોજને વધારવા તથા વેંઢરતા ફરીએ, એને બદલે વિખેરતા અને વિખેરાતા રહી, હળવાફૂલ બનીને વિહરીએ, તો પછી બસ આનંદ જ આનંદ છે.
  Give me the strength,
  To raise my head,
  High above the daily trifles !
  – Rabindra Nath Tagore

  હે પિતા, તું મને એવી શક્તિ આપ કે જેથી હું મારું મસ્તક રોજિંદી તુચ્છતાઓથી પર-ઊર્ધ્વ રાખી શકું ! કવિવર રવીન્દ્રનાથની આ પ્રાર્થના જીવનનાં શાંતિ-આનંદ પરત્વે કેળવવા યોગ્ય એક વિશિષ્ટ અભિગમરૂપ છે.

  આમ, સારા માણસ થવામાં તો સુખ-આનંદ છે, પછી મુશ્કેલી જ ક્યાં ?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: