Posted by: Jay Bhatt | શનિવાર, ઓક્ટોબર 22, 2011

ભાવ નિર્ઝર

માનવમન બની શકે સુંદરતાના  વિપુલ ઝરણાનું ઉદ્ભવસ્થાન..
પણ એ શક્ય  બને અને એ ઝરણાને કાયમ માટે વહેતું રાખવા જરૂર છે
સૌન્દર્યમય અભિગમની..સર્વત્ર સુંદરતા  જ છે. એ સુંદરતામાં
અસ્તિત્વ’નો એકાકાર થતા બધા દ્વન્દ્વો સમયમાં ઓગળી જાય છે.. માત્ર રહે છે સનાતન અનંત સંમિલન…

ખોવાયેલી મૈત્રી પણ અંતરમાં તો સજીવન જ રહે છે.
હ્રદયના વિશાળ ભાવવિશ્વમાં માણેલી અને કાયમ માટે અદ્રશ્ય થયેલી પ્રેમાળ પળ
અંતે તો અંતરમાં અમર બનીને  જ રહે છે. ક્રોધની એક કાળ
ક્ષણે નીકળેલા અંગારાસમાન શબ્દો મૈત્રીની ચિતા બનીને
રહી જાય છે. વર્ષો પછી લાગણીનું તુમુલ યુદ્ધ મિત્રતાના એ સંવેદનોને
સ્મરણોની માળા બનાવી આંતરમનને એકમાર્ગીય સ્નેહધારાથી અભિષેક કરે  છે.મૈત્રીની કબર  પર પુષ્પપત્રો ને ભીંજવતા  યાદોના આંસુ સરી પડે છે.

ફરિયાદની મજા તો ‘મિત્રો’ ને જ કરવામાં હોય છે, એના ‘ સ્વર’માં હોય છે, એના લહેકામાં હોય છે,
બાકી ફરિયાદ એ ફરિયાદ રહેતી નથી પણ ‘રોદણાં’ બની દુખની આપવીતી બની જાય છે.

વર્ષો પછી સ્વદેશ જઈએ છીએ, કોઈ ખોવાઈ ગયેલા મિત્રને યાદ કરીએ છીએ, કોઈ શિક્ષકને યાદ કરતા એણે આપેલો ‘મેથીપાક’ યાદ આવે છે,  કે કોઈ સમજી ન શકાયેલી  ‘મૈત્રી’ અચાનક સ્મરણોની માળા બની અંતરમાં દાખલ થાય છે અને  ‘શબ્દો ત્યાં  ગઝલ બની સરી પડે છે’.

સાચું અને genuine સ્મિત એક એવું treasure છે જેને informally share કરવાથી
એ વધતું જ રહે છે…ગમે તેવા વિપરીત સંજોગોમાં એક એવી હુંફ આપી શકે છે
કે કોઈ પણ આભુષણ આપી શકતું નથી… સ્મિત lively છે.. આભુષણ dumb….

મન ખુલ્લા અવકાશમાં વિચરે છે, એને ફરવા દો. વિચારોની વાડીમાં ફરે છે, ફરવા દો, મન જો બને તટસ્થ, તો એને લાગણીના પાઠો શીખવાડી દો.  હળવું બનેલું મન અવકાશમાં ઉડી રહ્યું, મોકળુ થયેલું અંતર આનંદથી છલકાઈ રહ્યું, આવતી અડચણોને વિશ્વાસથી ઉકેલતું રહ્યું, નિખાલસ બનતું મન ‘નિખાલસ’ બની ને રહ્યું,

અને છેલ્લે:
હ્રદય-મંદિર:

મંદિરે જઈએ ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ વગર જઈએ ત્યારે એ દર્શનનું મહત્વ રહેતું નથી. અરસ પરસનો વિશ્વાસ હ્રદયમાં દૈવી ભાવ ઉત્પન્ન કરે છે, સત્યનો અતુટ પાયો બની રહે છે, પ્રેમનો અસીમિત સ્ત્રોત બની રહે છે, અને હ્રદય ‘હ્રદય-મંદિર’ બની રહે છે, સત્ય, અહીસા, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, આદરભાવ અને નમ્રતા નાં દર્શન આ હૃદય-મંદિરમાં મનને ડોકિયું કરાવી, એમાં અંતરંગ કરાવી , અને આત્મસાત કરાવી કરાવવાના છે. એ જ ઈશ્વર દર્શન!

Advertisements

Responses

 1. ‘…હ્રદય ‘હ્રદય-મંદિર’ બની રહે છે, સત્ય, અહીસા, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, આદરભાવ અને નમ્રતા નાં દર્શન આ હૃદય-મંદિરમાં મનને ડોકિયું કરાવી, એમાં અંતરંગ કરાવી , અને આત્મસાત કરાવી કરાવવાના છે. એ જ ઈશ્વર દર્શન!’
  t.

  સુંદર

  વિશ્વાસ અને શ્રદ્ધામાં એક સામાન્ય તફાવત છે. વિશ્વાસ માણસને પોતાની આવડત ઉપર, મિત્રો ઉપર, સગા-સંબંધિઓ ઉપર કે જેમને તે જાણે છે તેના ઉપર હોય અને શ્રદ્ધા જેને કદી જોયા પણ ન હોય અને કદી જાણતા પણ ન હોય તેના ઉપર હોય, જીવનમાં વિશ્વાસઘાત સંભવિત છે. પણ, ક્યારેય શ્ર્દ્ધાઘાત જોયા? આ વિધાન શ્રદ્ધામાં રહેલા તાકાતના દર્શન કરાવી જાય છે. ગમે તેટલું ધન, મિત્રો કે સગા-સંબંધીઓ પણ અમુક વિકટ પરિસ્થિતિમાં કામ આવતા નથી, ત્યારે ઈશ્વર પરની અતુટ શ્રદ્ધા માણસને શક્તિ પૂરી પાડે છે અને તેમાં ભાંગી પડવા દેતી નથી. ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો, માણસના ઘણા કામ ઈશ્વર ખુદ કરવા આવે છે.

 2. હ્રદય ‘હ્રદય-મંદિર’ બની રહે છે.
  ખુબ જ સુંદર

 3. આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

 4. દિવાળી ની શુભેચ્છાઓ !
  દિવાળી મુબારક

 5. ચાર ધામની યાત્રા..જુઓ તો આપણાંમાજ છે અને એ ચારધામ સુધી પહોંચવુ એ સહેલી વાત નથી…જ્યાં મન..વાણી અને સુકર્મના સહારી ધીરે ધીરે ત્યાં પહોચાઈ.પવિત્ર મનની યાત્રા…માનવી ભુલી ગયો છે…બસ…યાત્રા…એક શોખ બની ગયો છે..આપનો લેખ ગમ્યો.

 6. જય,

  સ્વદેશના મિત્રની વાત આવી તો પૂછવું છે કે મારો એક મિત્ર જય ભટ્ટ હતો જે ૧૯૭૫-૭૭ માં રૂઈયા કોલેજમાં સાયન્સમાં ભણતો હતો અને અમે અગ્રવાલ ક્લાસમાં સાથે જતા તે તમે છો?

  નિખીલ મહેતા
  nikhilcmehta@yahoo.com

 7. નિખિલ,

  એ હું જ છું. રૂઈયા કોલેજમાં બન્યા પછી
  વાલચંદ કોલેજ, સાંગલી, engineering
  કર્યું. Amazing તે મારી પોસ્ટ મારા બ્લોગ પર વાંચી. યાદ રાખીને
  દાદર પાસેના અગ્રવાલ ક્લાસની યાદ તાજી કરી. રૂઈયા કોલેજનાં દિવસોની યાદ તાજી કરી આટલા વર્ષો પછી
  ફરી reconnect થયા. email પણ કરું છું. You made my day, Nikhil!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: