Posted by: Jay Bhatt | સોમવાર, સપ્ટેમ્બર 19, 2011

મનન સાગર

મીણબત્તીનું ઝાંખું અજવાળું એક મુલાયમ ચહેરાને અર્પે છે અપ્રતિમ સુંદરતા. ક્રુત્રિમ પાવડર કે મેક-અપ એ informal સુંદરતાને માત કરી શકતા નથી. એ ઝાંખા અજવાળામાં ચારે તરફ ફેલાયેલી મોહક સુંદરતા સૌંદર્ય પુષ્પ બનીને અંતરમાં કોતરાઈ જાય છે. સુંદરતાને માણી શકતી એ વેધક નજર પરાવર્તિત થઈને આવતી મુદુ નજર સાથે એક બની જાય છે…મીણબત્તી વિચારે છે મારું જીવવું સાર્થક થયું.

અમુક સમયની મિત્રતા પછી લાગણી સ્વયંભુ બની રેલાવા માંડે છે,
અંતરને કાયમ માટે ભીંજવી દઈ, કરુણા અને સંવેદનોથી તરબતર થઇ,monsoon બની છલકવા માંડે છે.  એને વિકસાવવાન  કોઈજ બીજા પ્રયત્નો કરવા પડતા નથી.’busy’ હોવાનો પ્રશ્ન નડતો નથી, કારણકે મૈત્રી સહજ બની ગઈ હોય છે અને સમય મળ્યે sharing થવાનું જ છે એવો full confidence સમયના વૈશ્વિક બંધનમાં  કાયમ માટે કોતરાઈ ગયો હોય છે…
ઉદ્ભવે છે સાચી અપ્રતિમ પવિત્ર સહજ મોકળાશસભર હળવી મૈત્રી…સંબંધ જ્યારે ‘અમાપ’ બની જાય છે, કે જ્યારે એ ‘તોલવા’ના ભારમાંથી મુક્ત બની જાય છે, ત્યારે એ અવિકારી બની જાય છે, મુક્ત બની જાય છે. અને એ મુક્તતામાં પાગલ બનીને નિર્દોષ રીતે સંબધની મજા વ્યક્ત કરી શકાય છે..

એક શિક્ષકને પણ એના વિદ્યાર્થીઓના encouragement ની જરૂર હોય છે.
કોઈ lesson ગમ્યો હોય તો ‘નવું શીખવા મળ્યું’ કે ‘આ topic પર થોડું વધારે શીખવાડવાની જરૂર છે’ એવા અભિપ્રાયો શિક્ષકને ગમતાં હોય છે. શિક્ષક ઘણી વાર authority figure તરીકે ગણાય જાય છે. અને એને લીધે અભિપ્રાયો આપતા વિદ્યાર્થીઓ અચકાય છે. બાકી શિક્ષક પણ normal human being જ છે..

ઘણી વખત આપણને પણ ખુબ સારા દેખાવાની લાલચ થાય છે.ટાઈ સુટ પહેરીને smart બનાવાનો પ્રયત્ન કરીએ છીએ. મેકપ પાવડર વગેરેનો ઉપયોગ કરીને બાહ્ય સુંદરતા બનાવી રાખીએ છીએ. એમ કરતાં કરતાં આપણા સંવેદનો, આપણી લાગણીઓ અને આપણી હળવી મનોવૃત્તિ અચાનક જ ભારેખમ  બની જાય છે. મિત્રની લાગણી આપણી અંદર પ્રવેશી જ શકતી નથી. દુર દુર ફેંકાઈ જાય  છે. જીવનની સંધ્યાકાળે અચાનક જ જીવનનો તાળો મેળવતી વખતે મિત્ર યાદ આવે છે….પણ બહુ મોડું થઇ ગયું હોય છે ત્યારે….

પ્રેમરૂપીમહાસાગર અનંત છે, અખંડ છે, અને શુદ્ધ આનંદનો એ સનાતન સ્ત્રોત છે. દરેકના હ્રદયમાં એ સમાયેલો છે, પણ સંતાયેલો છે. એને અંતરમાંથી અતુટ સ્નેહની સરવાણી રૂપે અસ્ખલિત ‘પ્રેમગંગા’ સ્વરૂપે વહેવડાવવાનો છે. એમાં નાહ્યા પછી ગંગા નદીમાં સ્નાન કરવાનું રહેતું જ નથી..એ એક આવો સ્ત્રોત છે કે જેને વંહેચવાથી એ માત્ર વધતો જ રહે છે..એની shortage તો માત્ર સંકુચિત માનવીય અભિગમ વડે જ શક્ય બની શકે…

પ્રેમ વિષયક  કંઈ પણ લખવું એ અત્યંત અઘરૂં છે.’પરીપૂર્ણ પ્રેમ’ વિષે આપણે ઘણું લખી શકીએ પણ જીવનમાં એને અનુભવવો કે આપવો એ મારા મત પ્રમાણે અતિ-દૂર્ગમ વસ્તુ છે, અને એટલે જ મારાં મત પ્રમાણે રુકિમણી, રાધા અને મીરાંબાઇ વચ્ચે આ સરખામણી થઈ જ ના શકે. પ્રેમરૂપીમહાસાગર અનંત છે, અખંડ છે, અને શુદ્ધ આનંદનો એ સનાતન સ્ત્રોત છે. દરેકના હ્રદયમાં એ સમાયેલો છે, પણ સંતાયેલો છે. એને વંહેચવાથી એ વધે છે. એની કોઈ સીમા નથી. રુકિમણી, રાધા અને મીરાંબાઇ – ત્રણે પ્રતિકો પોતપોતાની રીતે ‘પરીપૂર્ણ પ્રેમ’દર્શાવી ગયાં છે, અને હજી પણ એનો અંગૂલિનિર્દેશ આપણને કરી રહ્યાં છે.

Advertisements

Responses

 1. “જીવનની સંધ્યાકાળે અચાનક જ જીવનનો તાળો મેળવતી વખતે મિત્ર યાદ આવે છે….પણ બહુ મોડું થઇ ગયું હોય છે ત્યારે….” પરંતુ જૂઠા દંભ અને અસત્યના પાયા ઉપર ચણાયેલી આ દુનિયામાં પોતાનું કે પારકું કોને કહેવું તે ઘણાને સમજાતું જ નથી.જીવન માત્ર સ્વપ્નો કે સંવેદના કે કલ્પના માત્ર નથી. પરંતુ પરિશ્રમ અને સંઘર્ષનું બીજું નામ જીવન છે.
  અને મિત્ર કહેશે -મારા અને તમારા જીવનની કેડી સાવ અલગ છે.
  જીવનના સંધ્યાકાળે, આજે હું તમને સ્વેચ્છાએ મિત્રતામાંથી મુક્ત કરું છું.
  અને પ્રેમરૂપીમહાસાગર અનંત છે, અખંડ છે, અને શુદ્ધ આનંદનો એ સનાતન સ્ત્રોત છે. દરેકના હ્રદયમાં એ સમાયેલો છે, પણ સંતાયેલો છે. એને વંહેચવાથી એ વધે છે. એની કોઈ સીમા નથી. શા માટે આપણે પણ વંહેચીને દુનિયાભરમાં પ્રેમના …
  મારી મુક્તિ જાતે જ મેળવી લઉં છું.

 2. પરિશ્રમ અને સંઘર્ષનું બીજું નામ જીવન છે.
  Pragnaben has well put.
  ” પ્રેમરૂપીમહાસાગર અનંત છે, અખંડ છે, અને શુદ્ધ આનંદનો એ સનાતન સ્ત્રોત છે. દરેકના હ્રદયમાં એ સમાયેલો છે, પણ સંતાયેલો છે. એને વંહેચવાથી એ વધે છે. એની કોઈ સીમા નથી. શા માટે આપણે પણ વંહેચીને દુનિયાભરમાં પ્રેમના …
  મારી મુક્તિ જાતે જ મેળવી લઉં છું.”

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: