Posted by: Jay Bhatt | રવિવાર, સપ્ટેમ્બર 11, 2011

ચિંતન સ્ત્રોત

હું’ આવ્યું મારા અહંકારને લીધે..
જે કર્યું છે એ ‘મેં’કર્યું છે એવા ભાવને લીધે..
‘મારું’ કામ સર્વશ્રેષ્ઠ.. હું જ super એ ભાવ ને લીધે..
અને એ ભાવ કેવી રીતે આવ્યો? સમાજ? society? social pressure to succeed and get recognized?
સમાજમાં મોભાનું સ્થાન? અને તો જ મને જે જોઈએ તે મળે? મિત્રો? કે life partner? recognition by family, friends and profession?
આ બધાંથી (અને કદાચ આવા બીજા બધાં ભાવોથી) પર જઈએ તો જ ‘હું’ શબ્દ ‘અમે’ અને ‘આપણે’માં રૂપાંતરિત થઇ શકે..સૌ કોઈ ઈશ્વરને સાથે જ પામી શકે…

બીજા બધા જન્મો છે કે નહિ એની મને ખબર નથી
અને એની મને ખબર પડશે પણ નહિ કારણકે ત્યારે તો હું જીવિત આ form માં હોઈશ જ નહિ..

અચાનક જ અન્તદૃષ્ટિ મળી અને એક ઝબકારો થયો..દરેક વસ્તુમાં દેખાયું ઈશ્વરીય સર્જન.. સંબંધોના સમીકરણોના જવાબ આપોઆપ મળવા લાગ્યા.. ફૂલોના સુંવાળા સ્પર્શ જેવા એ લાગવા માંડ્યા..એ ખબર ન હતી કે આ ચમત્કાર કેવી રીતે થયો પણ ફરી જીવનમાં ‘જીવન’મળવાનો ઉન્માદ થયો….

જ્યારે કોઈ પણ રચનામાં real life માં અનુભવાતી લાગણી  ઉમેરાય છે ત્યારે એ રચના  વ્યક્તિગત અનુભવોનું સ્વચ્છ  પ્રતિબિંબ
બની જાય છે…

Computer shutdown …
વિચારો શૂન્યાવકાશમાં ઓગળી જાય છે..
Shutdown  થવા છતાં પણ  વિચારો
એની જાતે જ status પર લખાયા કરે તો કેવું?

સમયની ગઝલમાં
કોઈ વાર પ્રેમ અને આનંદ,
તો કોઇ વાર વિરહ અને વેદના.
કોઇ વાર ખુશી તો કોઇ વાર ગમ,
કોઇ વાર દોસ્તી તો કોઇ વાર અસમજણ..

એક સુંદર મળેલી પળ અનંત સમય સુધી જીવનને અજવાળી શકે છે, અંતરને નવપલ્લવિત બનાવી શકે છે…સન્નાટો પણ ઉત્સવ બની જાય છે..
ખોવાઈ ગયેલી સ્મૃતિ અચાનક જ મળી આવતાં શૂન્યતામાં ભ્રહ્માંડ  દેખાવા માંડે છે. એ પૂર્ણતામાં આનંદ સિવાય કશું જ રહેતું નથી…શૂન્યતા આનંદસભર બની જાય છે…


પ્રતિભાવો

  1. superb….

  2. ” એક સુંદર મળેલી પળ અનંત સમય સુધી જીવનને અજવાળી શકે છે.” આપણે મુખ્યત્વે આપણી
    ૯૦% ઉર્જા ભૂતકાળ અથવા ભવિષ્યના વિચારો અથવા ચિંતાઓ કરવામાં ખર્ચ કરી નાખીએ છીએ. જેથી આપ”ણી પાસે ફક્ત ૧૦% ઉર્જા વર્તમાનમાં કાર્ય કરવા માટે બચે છે. આ રીતે આપણે કાર્યથી નહીં પરંતુ વિચારો થી જલ્દી થાકી જઇએ છીએ.
    જ્યારે આપણે વર્તમાનમાં જે પણ કાર્ય કરીએ તે પૂર્ણ એકાગ્રત્તાથી, પૂરા મન થી કરીએ છીએ ત્યારે આપણે સુષ્મણા નાડી (નિર્વિચાર સ્થિતિમાં) રહીએ છીએ. વર્તમાનમાં શતપ્રતિશત રહેવાં થી મન શાંત અને પ્રસન્ન રહે છે. આપણે પૂર્ણ ઉર્જાશક્તિ થી કાર્ય કરીએ છીએ. આવા સમયે આપણી પૂર્ણ એકાગ્રત્તા કાર્ય ઉપર કેન્દ્રિત હોવાના કારણે તે કાર્ય શ્રેષ્ઠ રીતે થાય છે, જ્યાં આપણને વિચારોની શૂન્યતા, મનની એકાગ્રતા,હૃદયની પવિત્રતા અને આત્માનો આનંદ મળે છે.
    અંતઃકરણમાં માનનિય પન્ના નાયકની આ પંક્તીઓ ગૂંજે છે
    આ દિવસ ને રાતની કળીઓ ખૂલી
    અહીં પળ પળના ગુંજનની ગાથા ઝૂલી

    હું તો ભમતી ગઇ ને કશું ભૂલતી ગઇ ને યાદ કરતી ગઇ
    અને કહેતી ગઇ કે હવે જાઉં છું
    – પન્ના નાયક

  3. “બીજા બધા જન્મો છે કે નહિ એની મને ખબર નથી
    અને એની મને ખબર પડશે પણ નહિ કારણકે ત્યારે તો હું જીવિત આ form માં હોઈશ જ નહિ.”

    Difference between Sin and sun is I and U alphabet in that word.
    I is Ego and You is Thy.
    When one surrender ” I ” = Ego becomes dear to “God ” = Thy God.

    Rajendra Trivedi, M.D.


Leave a reply to dhavalrajgeera જવાબ રદ કરો

શ્રેણીઓ