Posted by: Jay Bhatt | શુક્રવાર, ઓગસ્ટ 5, 2011

મારી એક મહત્વાકાંક્ષા – ભારત અને સાથે સાથે ગુજરાતના ઇન્ફોર્મેશન ને લગતાં પ્રોજેકટ્સ

આપણે અહીં ઈટરનેટ અને નવી નવી ટેકનોલોજી વડે જ્યારે ખુબ આગળ વધી રહ્યાં છે ત્યારે હજી પણ આપણાં ભારત દેશમાં હજારો ગામડાંઓ છે જ્યાં નાનાં નાનાં બાળકોએ કોમ્પયુટર પણ જોયાં નથી. ગયાં વર્ષે હું એંડી કારવીનની ડીજીટલ ડીવાઈડ નેટવર્ક વિષે વાકેફ  થયો. એમના આ સુંદર initiative પરથી પ્રેરણા લઇને એક વેબ સાઈટ Emerging Technologies and Information Initiatives in India શરું કરી.  આ સાઈટ દ્વારા વિવિધ ઇન્ફોરમેશન ને લગતાં પ્રોજેક્ટ્સ ની વિગતો આપણે જાણી શકીશું અને સાથે સાથે ભારત અને ગુજરાતના ગામડાંઓમાં ભણતરની ક્રાંતિ લાવવામાં આપણું કંઈક યોગદાન આપી શકીશું એવી મારી આશા છે.

આ સાથે બે વર્ષ પહેલાં વિજયભાઈ શાહે લીધેલી મારી virtual મુલાકાતમાં થી થોડું અહી લખું છું.

જયભાઈ માતૃભાષા ગુજરાતી નાં ભવિષ્ય માટે તમારો મત આપશો?

મારા મત પ્રમાણે ગુજરાતી ભાષા અને તેનો વિકાસ ઈન્ટરનેટના માધ્યમ વડે ઘણો થઈ શકે એમ છે. છેલ્લા બે-ત્રણ વર્ષોથી જે રીતે નવા નવા બ્લોગ્સ અસ્તિત્વમાં આવ્યા છે એ જોતાં મને લાગે છે કે આપણી આ લાડલી  અમર થવાને સર્જાયેલી છે. તમને લાગશે કે હું વધુ પડતો આશાવાદી છું પણ એ પણ સાચું છે કે હકારાત્મક અભિગમ વિના કોઈ પણ કાર્ય સફળ થઈ શક્તું નથી. ગુજરાતની દરેકેદરેક શાળાઓમાં, અંગ્રેજી માધ્યમ વાળી હોય કે પછી ગુજરાતી માધ્યમ વાળી, એક ગુજરાતી વિષય જરૂરી છે.  દરેક વિદ્યાર્થીએ પોતાનો સ્વતંત્ર બ્લોગ બનાવવાનો રહેશે. પોતાના વિચારો, પોતાની ક્લ્પનાઓ અને પોતાની મહત્વાકાંક્ષાઓ એમણે ગુજરાતીમાં લખવાની રહેશે. એમના શિક્ષકોને આપણે મદદ કરવાની રહેશે,આ બાળકોને માર્ગદર્શન આપીને, એમના પ્રેરણા સ્ત્રોત બનીને. ગુજરાતના કે દુનિયાભરના ગુજરાતી શિક્ષકો પોતાના શૈક્ષણિક વિચારો પોતાના બ્લોગમાં લખી વિચારોની આપ-લે કરી નવી શૈક્ષણિક વિચાર સરણી અમલમાં મૂકી તેની સફળતા વિદ્યાર્થીઓના બ્લોગ્સને તપાસી તેમને જરુરી પ્રતિભાવો આપી ચકાસે. આપણે બધાં જ સાથે મળીને પ્રયત્ન કરીશું તો જરૂર સફળ થઈશું જ. જરૂર છે સહકાર, સમન્વય, હકારાત્મક અભિગમ, ત્યાગ (આપણાં વ્યક્તિગત સમયમાંથી થોડો સમય કાઢી )

આખો લેખ: http://gujaratisahityasangam.wordpress.com/2009/01/15/jay-bhatt-bansina/

Advertisements

Responses

 1. આજે પહેલી જ વાર તમારો બ્લોગ જોયો. અભિનંદન .. તમારી ભાવના પણ ઘણી જ ઉચ્ચ છે. ઇશ્વર તમારી આ મહત્વાકાંક્ષા સફળ બનાવે.
  તમારી સાથે સમ્પર્કમાં રહેવાનું ગમશે.
  My Blogs –
  https://sureshbjani.wordpress.com/
  http://gujpratibha.wordpress.com/
  http://kaavyasoor.wordpress.com/
  http://layastaro.com/
  http://antarnivani.wordpress.com/
  http://rajeshwari.wordpress.com/
  http://sarjansahiyaaru.wordpress.com/
  http://pateldr.wordpress.com/
  http://dhavalrajgeera.wordpress.com/

 2. સુરેશભાઇ,

  તમે ‘બંસીનાદ’ જોઈ ને આપેલાં તમારાં પ્રેરણાત્મક વિચારોએ મારો ઉત્સાહ ઘણો જ વધારી દીધો છે. ભવિષ્યમાં પણ તમારી સોનેરી સલાહો મળતી રહે એવી અભ્યર્થના સાથે,

  જય

 3. God Bless you

 4. Hello,
  Just came across your blog.
  What are your thoughts on the kind of assistance needed with your work towards bridging the digital divide in India?
  Best wishes!

 5. All The Best Jaybhai

 6. સું દર વિચાર.
  એક જિજ્ઞાસુ, જ્ઞાનપિપાસુ શિક્ષક -cum- ” વિદ્યાર્થી” તરીકે આવી યોજનાને આવકારું છું. યત્કિંચિત સહયોગ આપવા પ્રયત્નશીલ રહીશ. સંપર્કમાં રહેશો.
  હરીશ દવે અમદાવાદ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: