Posted by: Jay Bhatt | શુક્રવાર, મે 6, 2011

એક યાદગાર પ્રવાસ.

એક યાદગાર પ્રવાસ…

ગયા વર્ષે એક અધિવેશનમાં  ભાગ લીધા પછી ફિલાડેલ્ફીઆ પાછો ફરી રહ્યો હતો ત્યારે મારે flight detroit માં બદલવાની હતી. શરુઆતનો એક દોઢ કલાકતો flight સરસ રહી પણ પાછી
બારીમાંથી બહાર જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે આખું આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ચુક્યું હતું. આવા વાદળો કોઈ દિવસ જોયા ન હતા. એક ગભરાટ..વિમાન હાલક ડોલક થઇ રહ્યું હતું. Turbulenceનો સામનો કરી રહ્યું હતું. ચા-નાસ્તો પણ અમને આપવામાં આવ્યો ન હતો. બધા પોત પોતાની સીટ પર seat belt બાંધીને બેસી ગયા હતા. એક નિરવ શાંતિ… ઉતરાણ કરવાનો સમય નજીક  આવી રહ્યો હતો.

સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા હતા…મુશ્કેલીના સમયે ઈશ્વર તરત યાદ આવી જાય છે..કદાચ માનવ જ સૌથી  વધારે સ્વાર્થી પ્રાણી હશે,, કાળા વાદળોમાંથી હાલતું ડોલતું વિમાન સફળતાપૂર્વક ઉતરાણ કરે છે.

detroit થી philadelphia ની ફ્લાઈટ હજી બાકી હતી. ગેટ પર આવીને બેસવાની તૈયારી કરી રહ્યા હતા, વિમાનમાં બેસવાનું શરુ થયું. ઉપડવાની તૈયારી હતી. હું જ્યાં બેઠો હતો ત્યાંથી બે pilots electronic maps જોઈને વિચાર વિમર્શ કરી રહ્યા હતા. ઉપડવાની પાચ મિનીટ પહેલા અમને વિમાનમાંથી ઉતરી લગભગ એક માઈલ દુર એક tunnel માં જવાં કહેવામાં આવ્યું. Tornado અમે જ્યાં હતા ત્યાંથી એક જ માઈલ દુર હતો અને કદાચ જો એરપોર્ટ પર આવે તો કાચ તૂટી જે ભારે નુકસાન થવાની શક્યતા હતી. રાત્રે બાર વાગ્યે ૪૦૦૦ પ્રવાસીઓ શાંતિથી કોઈ પણ જાતની નાસભાગ વગર સંપૂર્ણ શીસ્તતાથી ચાલવાનું શરુ કર્યું. એકાદ બે કલાક tunnel maa રહ્યા. સારે નસીબે  તોર્નાડો થોડે દુરથી પસાર થઇ ગયું. રાત્રે ત્રણ વાગ્યે વિમાને ફિલાડેલ્ફીઆ તરફ પ્રયાણ કર્યું. આખે રસ્તે વિમાને ખુબ જ Turbulence નો સામનો કર્યો. ખરેખર ખુબ જ ગભરાટ રહ્યો. વિમાનના pilots અને એમના staff પ્રત્યેનું મારું માન ખુબ જ વધી ગયું. કેવી પરિસ્થિતિમાં આવી તો કેટલી બધી flight  એમણે હિંમતપૂર્વક ઉડાવી હશે….

Advertisements

Responses

  1. ખૂબ જ કટોકટીભર્યો યાદગાર અનુભવ

    એક કવિએ લખ્‍યું છે, ‘‘આમ તો મહિમા પવનનો ખાસ કંઇ હોતો નથી, હોય છે કે, કઇ દિશાથી કઇ દિશામાં વાય છે!” . આ વખતનું વાવાઝોડું ટળી ગયું છે પરંતુ ઉત્તર અમેરિકામાં સારો વરસાદ લાવતા ચક્રવાતો જે પ્રદેશમાંથી પસાર થાય છે ત્‍યાં એના જુદા જુદા ભાગમાં જુદા જુદા હવામાનની પ્રતિતિ કરાવે છે. એના અગ્રભાગમાં પવનો જોરથી ફૂંકાવા લાગે છે, મધ્‍ય ભાગમાં હવા ઉંચે ચડતી હોય છે તેથી વાદળો અને વરસાદ થાય છે અને પૃષ્‍ઠ ભાગમાં હવામાન ધીમે ધીમે ચોખ્‍ખું થતું જાય છે. ચક્રવાતો કદ અને ગતિમાં વિવિધતા ધરાવે છે તેઓ નકશા પર અંડાકાર સ્‍વરૂપનાં દેખાય છે. મધ્‍યમાં હવાનું હલકું દબાણ અને ચારે તરફ બહાર જતા દબાણ વધે છે. પવન ગોળ ગોળ ફરતા ઉંચે ચડતા હોય છે. આ તમામ તોફાની ચક્રવાતોનો સૌથી મહત્‍વનો ભાગ એની આંખ હોય છે. આ ભાગમાં હવા નીચે ઉતરે છે તેથી એ ભાગના વિસ્‍તારમાં હવામાન શાંત, ગરમ અને ચોખ્‍ખું રહે છે અને તેની વિશિષ્‍ટતા છે, જયારે આસપાસનાં વિસ્‍તારમાં તોફાન ચાલતું હોય છે ત્‍યારે પવનો ખૂબ વેગથી ઉંચે ચડે છે અને એથી ટૂંકા ગાળામાં ધોધમાર વરસાદ પડી જાય છે.
    આ અમે નજીકથી પસાર થઈ ગયેલ તોફાનની અનુભવેલી વાત …


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: