Posted by: Jay Bhatt | રવિવાર, માર્ચ 27, 2011

શેરડીના ખેતરમાં

સાંગલીની વાલચંદ કોલેજમાં ભણતો હતો એ દિવસોની આ વાત છે.
અમારી કોલેજની પાછળ જ શેરડીનું મોટું ખેતર આવેલું હતું.
પરિક્ષા પછી એક સાંજે બધા મિત્રોએ ખેતરે જવાનું નક્કી કર્યું.

શેરડીના ખેતરમાંથી પસાર થતી પગદંડી. અમારા ચાલવાનો માદક અવાજ અને માળામાં પાછા  ફરતા પંખીઓનો મીઠો કલરવ. ઊંચી ઊંચી શેરડીનો મબલખ પાક અને વાયરાનો મીઠો સંગાથ. થોડું ચાલ્યા હોઈશું ત્યાં એ ખેતરનો ખેડૂત મળ્યો. કોલેજના વિદ્યાર્થીઓ પિક્ચર જોવાને બદલે એના ખેતરે આવ્યા એનો એને અનેરો આનંદ અને એ વર્ષે શેરડીનો  પાક પણ ખાસો થયો હોવાથી એની પણ ખુશી હતી. અમને મરાઠી આવડતું હતું એટલે એના દિવસભરના કામ વિષે ખુબ વાતો કરી. એને કરવી પડતી મહેનતનો ખ્યાલ હવે  અમને આવ્યો. સહ-પરિવાર સાથે જ આખો દિવસ કામ કરે અને બધા સાથે જ જમે. કામ કર્યાનો આનંદ અને સંતોષ એના મોઢા પર દેખાઈ આવતો હતો.

ઘડો ભરીને શેરડીનો અમૃતમય રસ અમને આપી ગયો. ખુબ આનંદથી અમે બધા પી ગયા. સાથે સાથે અમને ખુબ બધી શેરડી પણ આપી.

તે રાત્રે હોસ્ટેલમાં શેરડી ખાવાનો અનન્ય પ્રોગ્રામ ઘડાયો.

Advertisements

Responses

 1. ‘એને કરવી પડતી મહેનતનો ખ્યાલ હવે અમને આવ્યો. સહ-પરિવાર સાથે જ આખો દિવસ કામ કરે અને બધા સાથે જ જમે. કામ કર્યાનો આનંદ અને સંતોષ એના મોઢા પર દેખાઈ આવતો હતો.
  ઘડો ભરીને શેરડીનો અમૃતમય રસ અમને આપી ગયો’ખૂબ મધુરી અનુભવવાણી.
  બારડોલીનો બનાવ યાદ આવ્યો.શેરડીના ખેત મજૂરો વરસાદમા અમારે ઓટલે આશરો લીધો. રાત્રે તેમણે ભજન ઉપાડ્યું.સાધારણ ખાનદેશીમરાઠીમા પૂછ્યું,”તુમચા નાવ ક્યા? દગડૂ!અને ભજન ગાયું…
  आता विश्वात्मके देवे। येणे वाग्यज्ञे तोषावे
  तोषोनि मज द्यावे । पसायदान हे ॥

  जे खळांची व्यंकटी सांडो । तया सत्कर्मी रति वाढो
  भुता परस्परे पडो । मैत्र जीवांचे ॥

  दुरितांचे तिमिर जावो । विश्व स्वधर्म सूर्ये पाहो
  जो जे वांछिल तो ते लाहो । प्राणिजात ॥

  वर्षत सकळमंडळी । ईश्वार्निष्ठांची मांदियाळी
  अनवरत भूमंडळी । भेटतू भूता ॥

  चला कल्पतरुचे आरव । चेतानाचिंतामानिचे गाव
  बोलते जे अर्णव । पियुषांचे ॥ મેં સહજભાવે પૂછ્યું,’આ કલ્પ્તરુ જવાની વાત છે? તો તેણે ભીની આંખે કહ્યું,’દાદા-તાઇ આ સંતો કલ્પ્તરુચી બાત આહે!’અને થોડું બોલી ભજન આગળ ચલાવ્યું.
  चंद्रमे जे अलाच्छंन । मार्तंड जे तापहीन
  ते सर्वाही सदा सज्जन । सोयरे होतु ॥

  किंबहुना सर्वसुखी । पूर्ण होउनी तिन्ही लोकी
  भजि जो आदिपुरुषी । अखंडीत ॥

  आणि ग्रंथोपोजिविये । विशेशी लोकी ईये
  दृष्टादृष्टविजये । होआवे जी ॥

  येथ म्हणे श्री विश्वेश्वरावो । हा होईल दान पसावो
  येणे वरे ज्ञानदेवो । सुखिया झाला ॥સવારે ઉઘાડ નીકળતા રામ રામ કરવા આવ્યો ત્યારે મેં કહ્યું,’તુમી સંત આહે’ત્યારે પગે પડતા તે કહે મી દગડ’ત્યારે લાગ્યું કે શેરડીમા આટલી મધુરી કેમ છે?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: