Posted by: Jay Bhatt | સોમવાર, માર્ચ 14, 2011

વાતોની મહેફિલમાં મોકળાશની હળવાશ……

સરી જતી રાત્રી, દીવડાનો ઝાંખો પ્રકાશ,
મનના ઊંડાણમાં ટમટમતા તારલા;
ઝગમગતી મનગમતી કાલ્પનિક સૃષ્ટિ,
અને વાતોની મહેફિલમાં મોકળાશની હળવાશ

કલ્પનાના તરંગોનો આનંદ માત્ર માનવમન જ અનુભવી શકે છે.. આ ભગવાનને તે કેવી કરામત! ..કાલ્પનિક વિચારોથી પણ માનવ સુખ અનુભવી શકે એવી કદાચ ઈશ્વરની ભાવના હશે…

ગાલ પરથી સરીજતા અશ્રુબિંદુઓમાં  સુખ-દુ;ખ વાળી અનેક જીવન કથની છુપાયેલી હોય છે. તેની જાણકારી માત્ર સાચા મિત્રો જ અનુભવી શકે છે, સમજી શકે છે. મુક્ત હાસ્ય દ્વારા રેલાતું અનુપમ સ્મિત આનંદ સભર લાગણીથી છલકાતું હોય છે, ઉભરાતું હોય છે, અને તેની જાણકારી પણ માત્ર સાચા મિત્રો જ અનુભવી શકે છે, સમજી શકે છે.

દર્શન કરતા જે અનુભૂતિ થાય છે તે સંતોષની તો ખરી જ પણ સાથે સાથે આવા દર્શન ફરી ને ફરી થયા કરે, એવી ઈચ્છા પણ ખરી, તૃષા પણ ખરી. આવી અનુભૂતિ અદ્વિતીય હોય છે. હૈયુ પ્રેમ અને ભક્તિભાવથી ઉભરાઈ જાય છે. આસપાસની સર્વ વ્યક્તિઓ આ રસનીતરતાં ભક્તિભાવનું પાન કરી ધન્ય બની જાય છે. સાત્વિક આનંદનો વહેતો સ્ત્રોત ઈશ્વરીય,  અમીસભર અપ્રતિમ કદી ન ખૂટે એવા અમાપ,  સમુદ્રમાંથી મળતો રહે છે.

કોઇ વાર ઘણા સમય પહેલા આપણે જે વાચ્યું હોય તે અચાનક જ યાદ આવી જાય છે. એ ભૂલી જાઉં એ પહેલા લખી નાખું છું. બરફ પીગળી જઈ શકે છે કારણકે એનો અહંકાર ઓગળી ગયો છે. કરુણાસભર વ્યક્તિના ચહેરા પર પ્રેમ અને સ્નેહ એવી રીતે વણાઈ ગયા હોય છે કે એના સંપર્કમાં આવતી કોઇ પણ વ્યક્તિ કોઇ અવર્ણનીય આનંદને તરત જ આત્મસાત કરી શકે છે. સર્વોત્તમ આત્મિક ઐક્ય પ્રેમના આ અખંડ સ્ત્રોતમાં સનાતન બની જાય છે.

ધમધમાટ દોડી જતી સબ-વે ની ટ્રેનમાં પુરપાટ ભાગી જતા વિચારોને કેદ કરવાનો પ્રયત્ન કરું છું પણ સ્મરણોના અતીતમાં ખોવાઈ જાય છે.

કોઈ એવી શોધ થાય કે વિચારો અને એમાં છુપાયેલી લાગણીઓ ‘WORD’ માં જાતે જ અંકિત થઇ જાય?  વિચારોનું સ્વતંત્ર અસ્તિત્વ કોઈ પણ ફેરફાર વગર
કાયમ  માટે બની રહે.

સંગીત સાંભળું છું ત્યારે દરેક શબ્દ અને તાલનું રસપાન કરું છું. ગીત, ગઝલો, ગરબા અને ભજનો સાંભળવાનો આનંદ પણ હું માણી શકું છું. ઈશ્વરને પૂછું છું કે સુંદર સ્વરની ભેટ આપવામાં તું કેમ અન્યાય કરે છે?

પાણીની લહેરો વહેતી જાય, વહેતી લહેરો મનમાં એક કલાત્મક ભાવ ઉત્પન્ન કરે છે. નદી કિનારે બેસીને વહી જતી લહેરો ને જોવાની મજા કઈ જુદી જ છે. કવિ હૃદય ધરાવતીવ્યક્તિઓ , ઊર્મિપ્રધાન મિત્રો, સાહિત્યપ્રેમીઓ, કે ફિલસૂફો એને માણી શકે છે.

હાથની લકીરો બદલાતી નથી. જે વસ્તુ બદલાતી નથી એમાં આકર્ષણ બહુ રહેતું નથી, આપણું જીવન પણ બદલાતું રહે છે. કોઈ વખત આનંદ તો કોઈ વખત ગમગીની. એ બંને જીવનમાં અચુક દરેકને અનુભવવા પડે જ છે. ‘ગમગીની’ કે ‘વેદના’ પણ અનુભવાવાની ચીજ છે. ‘વેદના’ને લીધે જ ઘણા ખ્યાતનામ કવિઓ , ગઝલકારો અને સાહિત્યકારો સુંદર કૃતિ રજુ કરી શક્યા છે.

એકલતામાં અંધકારનો ડર કદાચ પરાકાષ્ઠાને પહોચે છે પણ જ્યારે જીવનની સંધ્યાએ આથમતા સૂર્યને પ્રત્યક્ષ નિહાળતી વખતે મળેલો સાથ ગમે તેવા ડરને એજ અંધકારમાં ઓગાળી દે છે.

Advertisements

Responses

  1. સુંદર વાત

    વિશ્રામનો સમય કેવી રીતે ૫સાર કરવો કે જેથી આનંદ ઉલ્લાસ અને શાંતિ પ્રાપ્ત થાય એ વિચાર માગી લે છે.પોતે હસીને, પ્રસન્ન રહીએ અને અન્યને ૫ણ આનંદ આપીએ. જો આ૫ણે જીવન વિશેનો તુચ્છ દૃષ્ટિકોણ ત્યાગીને “આ જગત આનંદમય છે” – એવી ભાવના સેવીએ તો આ૫ણાં દુઃખો, પીડાઓ અને વ્યર્થ ચિંતાઓ સમાપ્ત થઈ જશે. એ અજ્ઞાનના અંધકારમાંથી નીકળી ઉત્સાહ, આનંદ અને પ્રકાશમાં આવી ગઈ છે. આનંદ તત્વની આરાધનાથી મનુષ્યનું બાહ્ય અને આંતરિક જીવન આત્મસંતોષથી ૫રિપૂર્ણ થઈ જાય છે અને પોતાને જ અનુભવ થવા લાગે છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: