Posted by: Jay Bhatt | શનિવાર, ફેબ્રુવારી 19, 2011

સંબધોની દુનિયામાં

સંબધોની  દુનિયામાં

કોઇક સંબધને નામ આપી શકાતું નથી.’by default’ એ સંબધની મીઠાશ ક્રમશ: exponentially વધતી જાય છે..નામ એને માટે અત્યંત સીમિત બની જાય છે…સાચી મૈત્રીમાં સમય, અંતર, સરહદ, કે જાતિના અંતરાયો નડતા નથી. દુનિયાના કોઈ પણ ખૂણે એવી મિત્રતા અનુભવી શકાય છે અને  માણી શકાય છે. એક
આવી મૈત્રી દુનિયાની કોઈ પણ સાહ્યબી કરતાં મુલ્યવાન બની શકે છે; કારણકે એ અંતરને સ્પર્શી શકે છે. કેવળ ભૌતિકતા સાચી મૈત્રી બનાવી શકાતી નથી. માત્ર અંતર્જ્ઞાન કે આંતરસ્ફુરણા જ એક બીજાની ભાવનાઓને સમજી શકે છે. પ્રત્યક્ષ ન હોવા છતાં પણ મૈત્રીની મધુરી મીઠાશ હૃદયને અનુપમ અને અવર્ણનીય આનંદથી કાયમ માટે ભરી દે છે. અખીલ વિશ્વની સુંદરતા કે પછી દરેક માનવમનમાં છુપાયેલી રસિકતા; કોઇ પણ સારું કાર્ય કરવા પાછળ રહેલી નૈતિકતા કે પછી પ્રભાતે ચારે દિશામાં વિખરી રહેલા સુર્યકિરણોની ભવ્યતા… ઈશ્વરીય પ્રેરણા થકી અંગત મન જ માણી શકે છે કદાચ…
સમયના અવકાશમાં કદાચ કોઈ મિત્ર ખોવાઈ જાય ત્યારે પણ એ મૈત્રીની મીઠાશનાં સ્મરણો તો સનાતન બની ચુક્યા હોય છે..
લાગણીને એટલી પણ નહી રોકો કે જેથી  ‘સંવેદના’ની નદી માનસપટ પરથી કાયમ માટે સુકાઈ જાય અને સ્નેહનું અમીઝરણું અદ્રશ્ય થઇ જાય. ભૂલકાઓને ભણાવનાર શિક્ષકો માત્ર ટ્યુશન આપનાર યંત્રમાનવ બની જાય. દર્દીઓની સેવા આપનાર ડોક્ટરો પૈસા જોડનારા સાધનમાત્ર બની જાય. કદાચ “લાગણી છે તો છે…દુનિયા કદી સમજી નથી,અને સમજશે નહીં’ એ એક સનાતન સત્ય બની જાય અને લાગણીસભર માનવ હ્રદય કોઈ કાળે સ્વીકારી શકશે નહિ…

અને છેલ્લે:

હિમવર્ષા થઇ ગયા પછી  ઉઘડેલા આકાશમાંથી આવતા સુર્યના સોનેરી કિરણો રસ્તા પરના બરફને ચમકતા કરી દઇ તેની પર પોતાનો અધિકાર સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ …બરફ એક યોગીની જેમ તપસ્વી બનીને અડીખમ રહી ‘બરફ’ બનીને રહ્યો….

Advertisements

Responses

 1. “…લાગણીને એટલી પણ નહી રોકો કે જેથી ‘સંવેદના’ની નદી માનસપટ પરથી કાયમ માટે સુકાઈ જાય”
  કારણકે એના સરળ-સાલસ સ્વભાવ,દરેક સાથે કોઇ અપેક્ષા વગર સંબંધ જાળવી રાખવાની તત્પરતા જ એની અપેક્ષા કે કલ્પના બહારના ફળસ્વરુપે ફળે છે.
  “સમયના અવકાશમાં કદાચ કોઈ મિત્ર ખોવાઈ જાય ત્યારે પણ એ મૈત્રીની મીઠાશનાં સ્મરણો તો સનાતન બની ચુક્યા હોય છે ”
  मित्रस्य या चक्षुषा सर्वाणि भूताणि समीक्षन्ताम
  मित्र स्याहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे
  मित्रस्य चक्षुषा समीक्षामहे।
  યજુર્વેદનો આ મંત્ર બીન શરતી પ્રેમ વિષે ઘણું કહે છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: