Posted by: Jay Bhatt | સોમવાર, ફેબ્રુવારી 7, 2011

એક અનોખી મુલાકાત…

આખી રાત બરફ પડ્યા પછી સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે જેટલો ધરતા હતા એના કરત પણ ખુબ વધારે બરફ પડી ગયો હતો. વેબ સાઈટ પર જોયું અને ખબર પડી કે અમારી લાયબ્રેરી ૨ કલાક મોડી ખુલવાની હતી. કાર પાસેથી અને ઉપરથી અને રસ્તા પરથી  સ્નો કાઢતા કાઢતા જ દોઢ બે કલાક તો થઇ ગયા. કોઈ વખત પણ થાક લાગ્યો હોય એવું બન્યુ નથી પણ આજે ખુબ થાક લાગવાની અનુભૂતિ થઇ. તરત તૈયાર થઇ ને સમયસર લાયબ્રેરી પહોચી ગયો. અહીની કાર્યવ્યવસ્થા અને કઈ  રીતે ઓછામાં ઓછો સમય બગડે એની સંપૂર્ણ કાળજી. આખી લાયબ્રેરી વિદ્યાર્થીઓથી ભરેલી હતી. આટલો બરફ પડ્યા પછી પણ સવારે દસ વાગ્યે ભણવા માટે હાજર હતા. સાંજે Engineering without Borders ની બેઠક હતી. પીઝા પણ ખરો જ. અને એમાં પણ પચાસેક વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ચા પીવાનું મન થયું એટલે એક food cart પાસે ગયો, મારો મિત્ર એટલે થોડી ઘણી વાતો પણ થઇ. મેં પૂછ્યું કે આટલા બધા સ્નોમાં પણ તું કેવી રીતે આવ્યો. આટલી મોટી food food cart લાવવાની.બધો સામાન ભરીને પાછું. એનો જવાબ  સાંભળીને મને ખુબ જ આશ્ચર્ય થયું. સવારે ચાર વાગે ઉઠીને  બે કલાક બધો સ્નો કાઢ્યો. નવ વાગે તો એ ભાઈ હાજર. મને કહ્યું કે એને વિદ્યાર્થીઓ ખાસ કહ્યું હતું કે અમારી પરિક્ષા છે, ચા-નાસ્તાની જરૂર પડશે.  એટલે એ જરૂર આવે શક્ય હોય તો. અને એ આવ્યો પણ ખરો. વિદ્યાર્થીઓ અને એક સીધી સાદી વ્યક્તિ વચ્ચેનો આ લાગણી સભર સંબંધ મને જાણવા મળ્યો. મને ખબર છે કે ઘણી વાર ખુબ સ્નો પડે ત્યારે એ આવતો નથી. પણ આજે એ ખાસ આવ્યો..એના વિદ્યાર્થીઓ માટે ..સારું ભણી શકે એ માટે….લાગણી અને મૈત્રીભાવ માં કોઈ સરહદ  કે મોભો નડતા નથી તેનો પ્રત્યક્ષ અનુભવ મને આજે થયો…અને એને માટે લોહીનો સંબધ હોંવો પણ જરૂરી નથી.માન સરોવરના અતિસુંદર, સ્વચ્છ અને નિર્મળ જળ જેવી મૈત્રી  માનવીને એક માનવનો દરજજો આપવા માટે  સક્ષમ બની જાય છે…

Advertisements

Responses

  1. ‘માન સરોવરના અતિસુંદર, સ્વચ્છ અને નિર્મળ જળ જેવી મૈત્રી માનવીને એક માનવનો દરજજો આપવા માટે સક્ષમ બની જાય છે ‘
    ખુબ પ્રેરણાદાયી વાત


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: