Posted by: Jay Bhatt | સોમવાર, જાન્યુઆરી 3, 2011

માનસ ગંગોત્રી દ્વારા વિચારોની અનુભૂતિ તરફ….

માનવ સંબોધનમાં છુપાયેલા ભાવોની અનુભૂતિ તેને કઈ રીતે દર્શાવવામાં આવે છે અને તે કેટલા ઉત્કટ છે તેની પર અવલંબે છે. કોઇ સંબોધનમાં નર્યો પ્રેમ ઉભરાઈ આવતો હોય છે કે પછી બીજા કોઈમાં અનુભવેલી અપ્રતિમ સફળતાનો રણકો. કોઈકમાં છલોછલ આનંદ તો કોઈકમાં મિત્રને મળ્યાની મસ્ત ખુશી. કોઈકમાં રંગીન મિજાજ તો કોઈકમાં ગમ્મતભરી મશ્કરીનો માહોલ. …કદાચ સંબોધન એટલે મનુષ્યના આંતરિક ભાવોનું બાહ્ય પ્રતિબિમ્બ.

આજે ઘર પાસે ઉગેલા લાલ ગુલાબના છોડ પર એકસાથે નાની મોટી દસેક કળીઓ દેખાઇ.બધાં ગુલાબની સુંદરતાના વખાણ કરે છે, અને એ વિષય પર ઘણા કાવ્યો પણ લખાયા છે.કળીને ઓછું આવી જાય છે. વિચારે છે, ‘મારા થકી ગુલાબ બન્યું. ખુબ સુંદર બન્યું. મને શું મળ્યું? મારું કોઇ વખાણ કરતું નથી’. અને સાચે જ ધ્યાનથી જોતાં મને પણ વિચાર આવ્યો કે કળી પણ કેટલી સુંદર દેખાય છે. દસ દસ કળીઓનો ઝુમખો બીજા ઉગેલા ગુલાબોની સુંદરતામાં ઓર વધારો કરી રહ્યા હતાં.

દરિયા કિનારે ભીની રેતીમાં સરી જતાં પગલામાં
દેખાય છે બાળપણના સ્મરણોની મધુરી વણઝાર. ઘરની એક ઓસરીમાં દિવડાના ઝાંખા અજવાળે
યાદ આવે છે અતિતમાં વિસરાયેલા મિત્રોની યાદ.
ગામને છેવાડે આવેલા મંદિરની આરતીના નાદમાં, સંભળાય છે કાનાને બોલાવતી રાધાની મીઠીમધુરી હાક.

મન એક અતિ-જટિલ ભાવ-સ્ત્રોત છે..એ વસ્તુ નથી કારણકે આપણે એને જોઈ શકતી નથી. ક્યારે, ક્યા અને કેવી રીતે એ વિવિધ વૈચારિક ભાવ ઉત્પન્ન કરે છે કે

તેની કશી ગતાગમ પડતી નથી. કોઈ વાર આનંદ તો કોઈવાર પ્રેમ ભર્યો ભાવ, કોઈ
વાર કોઈ સુંદર દ્રશ્યને માણ્યા જ કરવાનો વિચાર તો કોઈ વાર કશું જ કર્યા
વગર ‘Just enjoy’નો અભિગમ…..

ધુમ્મસ, વાદળો, ઝરમર ઝરમર વરસાદ, વનવગડામાંથી ચાલી જતી કેડી અને એ કાચી કેડી પર ચાલતો હું….આવું કુદરતી નૈસર્ગિક વાતાવરણ ની સોગાદ મને મળે ત્યારે હું મને જ ભુલી જાઉં છું, મારા આનંદમાં ભળી જાઉં છું. અને એ કેડી જ્યાં મને લઇ જાય ત્યાં મારા પગ મંડાય છે..ધુમ્મ્સને હાથમાં લેવાનો પ્રયત્ન કરું છું. એક સુંદર પંખી મારા ખભા પર આવીને બેસી જાય છે. એના સંગીતનો મધુર કેકારવ મારામાં ગુંજવા માંડે છે. ધુમ્મસની છોળ પવનની લહેરખી પર બેસી મારા દિલને સ્પર્શી જાય છે. હું પ્રકૃતિના સાન્નિધ્યમાં ખોવાઈ જાઉં છું. કોઇ મને શોધવા આવશે તો એણે પણ મારી જેમ પ્રકૃતિમાં ખોવાઈ જવાનું મન થઇ જશે……

એક મુલાયમ ક્ષણની પ્રતિક્ષામાં એક રેશમી પળને મારા અંતરમાં દાખલ થવાની ઇચ્છા થઇ.
પછી બીજી-ત્રીજી-ચોથી..અને એમ કરતાં કરતાં અસંખ્ય મીઠી પળોને મારૂં અંતર ખુબ જ ગમી ગયું.
દરેક કાર્યમાં, દરેક વાતચીતમાં કે દરેક વસ્તુમાં મને મારો નિર્વ્યાજ પ્રેમ જ દેખાયો.

Advertisements

Responses

 1. Hello Jay Sir,

  This is really amazing…..khubaj sunndar varnan che….. when i was reading…. enjoyed a lot….:)

  Thanks & Regards
  Roshni Joshi

 2. જયભાઈ, સાચી વાત કહી. કડીને પણ લાગે જને કે આખરે ગુલાબ તો એમાંથીજ આવ્યું ને તો તેને કેમ બધા અનદેખી કરે છે? જીવન માં આ એક વણમાંગ્યો અભિગમ બની ગયો છે કે બહારી સુંદરતા બધાને આકર્ષે છે, પણ આ સુંદરતા કોના થકી બક્ષાઈ છે તેના તરફ સર્વે અનદેખી કરે છે.
  જયભાઈ, મારા બ્લોગ પર આપનું સ્વાગત છે. મેં મારી એક ગધ્ય રચના ” wordpress.com પર મારા આગમન વેળા ” માં આપના બ્લોગ નો સમવેશ કર્યો છે તો આપ તેની મુલાકાત લેશોજી.

 3. Beautiful expression of feelings!
  દરેક કાર્યમાં, દરેક વાતચીતમાં કે દરેક વસ્તુમાં મને મારો નિર્વ્યાજ પ્રેમ જ દેખાયો….. this speaks a lot about your self…!!!
  Regards,
  Paru Krishnakant

  your visit to “Piyuni no pamrat “is eagerly awaited…..
  http://piyuninopamrat.wordpress.com/
  “પિયુનીનો પમરાટ”
  “પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું.”

 4. Jaybhai ,
  aaje achanak tahuko vaachataa web mahefil kholi ane webmahefilmaathi bansinaad khuli ane pachhi to shu saras rachanaao mali jeni kalpanaapan thai
  shake em nathi. aapanu ‘maanas gangotri’ vaachineto maru manas prakrutimaa
  vihaar karavaa dodi gayu pan aapanaa jevi kalpanaa to karavaane hu samartha
  nathi. mane khubaj gamyu haveto roj bansinaadni mulaakaat achuk levi ja padashe
  saahityarasikane aanaathi vadhu shu joie

  eka vinanti ke englishmaa amaaro pratibhaavne yogya nyaay na aapi shakie etale.aap aa site upar tahuko ane read gujaraati jevi gujarati maa prtibhav
  lakhavaani sagavad kari shako to ame vadhaare saari rite javaab aapi shakie

  65 varshani umare computer ni karaamatomaa magaj bahu na dode.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: