Posted by: Jay Bhatt | રવિવાર, જાન્યુઆરી 2, 2011

આંતરમનના મધુર સ્વરો..

ધમધમાટ દોડી જતી સબ-વે ની ટ્રેનમાં પુરપાટ ભાગી જતા વિચારોને કેદ કરવાનો પ્રયત્ન કરું છું પણ સ્મરણોના અતીતમાં ખોવાઈ જાય છે.

કોઈ એવી શોધ થાય કે વિચારો અને એમાં છુપાયેલી લાગણીઓ ‘WORD’ માં જાતે જ અંકિત થઇ જાય?  વિચારોનું સ્વતંત્ર અસ્તિત્વ કોઈ પણ ફેરફાર વગર
કાયમ  માટે બની રહે

લાગણી વગરતો જીવન એક યાંત્રિક મશીન જેવું બની જાય. લાગણીની સ્વીચ તો હમેશા ઓન જ રહેવી જોઈએ, તો જ સંવેદનોને સમજી શકાય અને એને દર્શાવી પણ શકાય. લાગણી વગર મૈત્રીભાવ (મિત્રો વચ્ચે, કુટુંબના સભ્યો વચ્ચે કે પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે શક્ય જ નથી. વિદ્યાર્થીઓ પણ ખુબ આગળ વધે તે ભાવના પાછળ  શિક્ષકોની લાગણી જ કામ કરી જાય છે. જો કે જ્યારે શિક્ષક ‘ક્લાસીસ’ ચલાવી ધંધાકીય બની જાય છે ત્યારે જરૂર લાગણીની ‘સ્વીચ’ ઓફ બની જાય છે. મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા છોકરાઓની લાગણીની ‘સ્વીચ’ ફરી કોઇ દિવસ ઓન થઇ શકતી નથી. મંદિરે દર્શન કરી પાછા ફરતું યુગલ પોતાની કારમાં બેસતા પહેલા એક ગરીબ બાળકને હડધૂત કરે છે ત્યારે લાગણી હંમેશને માટે સુકાઈ જાય છે.

ભક્તિ અને મોહમાયા .. આ સંસારના બંને પાસા ઈશ્વરે જ બનાવ્યા છે.
કદાચ ઈશ્વરે એટલા માટે મોહ અને માયાને રચ્યા હશે કે જેથી માનવી એ બંનેને અનુભવી શકે, એને સમજી શકે, એને યોગ્ય રીતે માણી શકે. માયા વગર લાગણી નથી, એના વગર કદાચ પ્રેમ પણ નથી. ભક્તિથી મોહ અને માયાને યોગ્ય રીતે વશ કરી સંસારના કાદવમાં અટવાયા વગર માનવહ્રદયને અલૌકિક પ્રેમથી ભરી દઈ કમળ જેવું સુંદર અને નિર્મળ જીવન ઈશ્વરકૃપાથી જીવી લઈએ..કદાચ મર્યાદિત મોહ અને માયા વગર સાચી લાગણી અનુભવી શકાય નહિ? એટલે ઈશ્વરે એની રચના કરી હશે? પણ માનવી ‘મર્યાદિત’ શબ્દ જાણી શકતો નથી, સમજી શકતો નથી…

પેન્સીલ લખવાનું ચાલુ રાખે છે. પોતે ઘસાતી જાય છે. સુંદર વિચારોને ચિત્રિત કરતી જાય છે. વિચારો અને એની પાછળ રહેલી પ્રેમાળ લાગણીઓને અમર બનાવતી જાય છે. સુંદર અપેક્ષારહિત જીવન પેન્સીલની જેમ પસાર થતું જાય છે. પ્રેમ, લાગણી અને સ્નેહની સનાતન વર્ષા કરાવતું જાય છે. આનંદ અને સુખનો સાક્ષાત્કાર કરાવતું પરમ સત્યની ખોજમાં આગળ વધતું જાય છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: