Posted by: Jay Bhatt | શનિવાર, ડિસેમ્બર 25, 2010

વિચાર મંથન

લાગણી’ વગરની બુદ્ધિ માનવ-જીવનને મૈત્રીવિહિન બનાવી શકે છે. ‘બુદ્ધિ’ અને ‘લાગણી’ ના સમન્વયથી ‘વૈશ્વિક મૈત્રીભાવ’ વધી શકે અને જીવન મીઠું મધૂરૂં બની શકે.

ની: સ્વાર્થ ત્યાગ અને સમર્પણમાં આવતી પ્રેમની સુવાસ માત્ર બાહ્ય ન રહેતા અંતરના ઊંડાણ સુધી પહોચી જાય છે. એનું અસ્તિત્વ સનાતન બની જાય છે. અત્તરની જેમ એને ફરી ફરી છાટવી પડતી નથી

દરેક જીવમાં ઈશ્વર રહેલો છે અને એટલે જ તો આપણે ‘નમસ્તે’ કહીએ છીએ.
હાથ જોડીને જ્યારે નમસ્તે કહીએ છીએ ત્યારે માનવીય જીવમાં રહેલા ઈશ્વરને જ વંદન કરીએ છીએ. આ વિચારને અમલમાં મુકતા જ રાગ, દ્વેષ, સ્વાર્થ અને અસંતોષ કાયમ માટે ઓગળી જાય છે અને ઈશ્વરીય ગુણો (પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ,આનંદ, નિસ્વાર્થ સેવાભાવના, વિવેક, નમ્રતા  વગેરે ..)  આપણે આપણા અંતરમાં દાખલ કરીએ છીએ. બધું જ ગમવા માંડે છે.

દરિયા કિનારે ભીની ભીની માટીમાં મંદ ગતિએ ચાલતા ચાલતા સંધ્યાકાળના સૂર્યાસ્તની સુંદરતા જોવાની અનેરી મજા છે.  દૂર દૂરથી દોડી આવતા સફેદ મોજા ધરતીને મળવા આતુર દેખાય છે, રેતીના કણોને જોઉં છું. વિચારું છું એનું સર્જન થયું હશે કેવી રીતે? સમજાતું નથી. ઈશ્વરીય સર્જનની ગહનતા ખરેખર અકળ હોય છે. રેતીમાં બેસીને સીંગ ચણા ખાતા ખાતા ઉછળતા અને કુદતા મોજાની રમત જોઈને મન મોજા સાથે રમવા વ્યાકુળ બની જાય છે.  અને સાચે જ…મોજામાં મારું મન અટવાઈ જાય છે …હું ભીનો થઇ જાઉં છું તે મન મને જણાવવા દેતું નથી. ભીના થવાની મજા નાના મોટા સૌ કોઈ માણી શકે છે. મોજા સાથેની આ નિખાલસ મૈત્રીમાં ફરી કુદરતી સર્જનનો મીઠો અહેસાસ થાય છે…મને જવાનું મન થતું નથી. રાત આગળ વધે છે. ચાંદનીના શ્વેત કિરણો શીતળ અલૌકિક આનંદ અને પ્રેમથી મારા હ્રદયને  ભરી દે છે.. 

વિચારું છું. સાંભળું છું. વાચું છું. કોઇ વાર પ્રેમભર્યા તો કોઇ વાર ક્રોધસભર શબ્દો મનની ભીતરમાં પહોચી જાય છે. સમતા જાળવું છું તો મન મોક્ષ તરફ પ્રયાણ કરવાની ઉતાવળ કરે છે. પણ મોક્ષ મને પસંદ નથી. જન્મોજનમ મારે સંવેદના કે પછી વિશ્વભરને આવરી લેતો પ્રેમ, અસીમિત જ્ઞાન કે પછી દુનિયાભરની બધી જ શાકાહારી વાનગીઓ, દેશભરના સુંદર નાટકો કે પછી હ્રદયને લાગણીથી તરબતર કરતુ અનુપમ સાહિત્ય …બધું જ માણવું છે… લાબું લીસ્ટ છે એટલે અહી અટકું છું..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: