Posted by: Jay Bhatt | શનિવાર, નવેમ્બર 27, 2010

પિતા -પપ્પા – ડેડી, સંપાદક- રતિલાલ બોરીસાગર – માંથી થોડી અમૃતમય ઝલકો

‘આપણી અંદર કાંઈ કેટલાય પહાડ, ખીણો ને જંગલો છે. ત્યાં ફરવાનું. એના સૌન્દર્ય, ભવ્યતા, રમણીયતા જોવાના. આ બહારની કુદરત કરતાય જરાય ઓછા નથી.’.. સ્ત્રોત: અવંતિકા ગુણવંત, ‘ઈશ્વરનું શ્રેષ્ઠ વરદાન’, – પિતા -પપ્પા – ડેડી, સંપાદક- રતિલાલ બોરીસાગર, પૃ. ૭૫

‘એવો જ છે આપણો માનવજીવોનો સંસારસંબધ  – સાગરનાં ઊછળતાં મોજાં વચ્ચે  તરતાં- અથડાતાં-ભટકાતાં, વળી નવું મોજું આવતાં છૂટા પડી જતાં, હંમેશને માટે, કાષ્ઠનાં લાકડાના ટુકડાઓના સંબધ  જેવો !  …. અને ના..ના ..ના…ના….મારું રંગદર્શી કીશોર મન ફફડી ઊઠે છે. ‘આપણે સૌ સંકળાયેલાં છીએ, પરસ્પર, આપણે સૌ છીએ અજર અમર સ્નેહથી બંધાયેલા, આપણી સ્નેહભરી સાંકળ અતુટ છે, જન્મ-જન્માન્તરેય તૂટવાની નહિ,  એ સાંકળ, છુટવાની નહિ એ સાંકળ, છુટવાની નહિ એ પ્રેમગાંઠ, કદી વીખરાવાનો  નહિ ઉલ્લાસબર્યો,  હોંશીલો  આ માનવમેળો ….કડી નહિ’.

સ્ત્રોત: બકુલ ત્રિપાઠી, ‘સાબરમતીના વહેણમાં’, – પિતા -પપ્પા – ડેડી, સંપાદક- રતિલાલ બોરીસાગર, પૃ. ૧૮૧

અને થોડું મારા તરફ થી:

સમજવાની ક્રિયા ક્યારે અને કેવી રીતે શરુ થાય છે? હું વિશ્વાસ મુકુ છું, વાત ધ્યાનથી સાંભળું છું, તારૂં …લખેલું વાંચું છું, મને વિશ્વાસ છે કે તારું લખેલું મને ગમશે જ, અને મને તરત જ બધી સમજ પડવા માંડે છે..

Advertisements

Responses

 1. થોડું મારા તરફ થી…
  ડીએનએ એ એવો ટેસ્ટ છે જે બાળકના સાચા પિતા હોવાની સાબિતી આપે છે. ડીએનએ એટલે . લિવિંગ ટિસ્યુ જેના જીનેટિક કમ્પોનન્ટ કોમન છે. એક રિસર્ચ છે જેમાં વ્યકિતના લોહીમાંથી તેની હેરીડિટિ અને જીનેટિક ઇન્ફર્મેશન મળે છે. બાળક અને પિતાના કોમન જીન્સ નિકળતાં ‘રિયલ ડેડી’ની ખબર પડે છે,
  …અને અમારા ન્યુ જર્સીના સ્નેહીની દિકરીના છૂટાછેડા થઈ ગયા.
  અમેરિકામાં તો ડીએનએ ટેસ્ટ એટલો બધો સામાન્ય છે કે આ ટેસ્ટ ન કરાવ્યો હોય તો કાંઈક અજગતું લાગે. ત્યાં તો મેટરનિટી કિટમાં ડીએનએ ટેસ્ટ ફરજિયાત હોય છે. અમેરિકા એસોસિયેશન ઓફ બ્લડ બેન્કના રેકોર્ડ પ્રમાણે ૨૦૦૭માં ૩.૫૪ લાખ પુરુષોમાંથી ૩૦ ટકાને તેના પેટરનિટી ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેમના બાળકના તે રિયલ ડેડી નથી.યૂરોપમાં એક નવો દાયકો ચાલુ થયો છે, ડીએનએ ટેસ્ટ દ્વારા તમારા દાદા પરદાદા જેમ ૧૦થી ૨૦ પેઢીની જાણકારી હાંસીલ કરવી. ઘણા યૂરોપિયને ૧૨ માર્કેટ એનસેસ્ટ્રલ ટેસ્ટ દ્વારા પોતાનું ખાનદાન હાંસીલ કર્યું છે. આ રીતે વંશવૃક્ષ પણ તૈયાર કરી શકાય.એક સરખી અટકના હેઠળ ‘હિન્દુ ગોત્ર ટ્રી’ બની રહ્યું છે તેમાં તમારી ૫૦મી પેઢી કોણ હતી તે ડીએનએ ટેસ્ટ વડે જાણ થઈ શકે છે.

 2. સરસ માહિતીપૂર્ણ અને મનનીય લેખ.
  અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: