Posted by: Jay Bhatt | શનિવાર, નવેમ્બર 20, 2010

યુવાનીનું જોમ

યુવાનીના જોમમાં જો પરસ્પર સહકાર, મૃદુતા, નમ્રતા, મૈત્રી અને સેવાભાવના ઉમેરાય તો એ યુવાની મધમીઠી બની રહેશે. હંમેશા કોઈ સારા કાર્ય કરવા જ પ્રેરાશે. આ યુવાનીનો થનગનાટ અને ઉત્સાહ જો સનાતન બની રહે તો આવતી વૃદ્ધાવસ્થા પણ ‘યુવાન’ બની રહે, સર્જનાત્મક શક્તિનો સ્ત્રોત બની રહે. એ  ઉમરે શારીરિક કાર્યો ન થઈ શકે પણ ઈતર કાર્યો જેવા કે પોતાનું આત્મચરિત્ર લખવું, વિવિધ પ્રકારનું વાચન કરવું કે પછી બાળકો સાથે વિચાર-વિમર્શ કરી એમનામાં જ્ઞાનનું સિંચન કરવું. મારા પુસ્તકાલયમાં મને ઘણી વયસ્ક વ્યક્તિઓ મળે છે, એમનો જુસ્સો અને માનસિક અભિગમ એક યુવાનને પણ શરમાવે એવો હોય છે. એમની કાર બગડી ગઈ હોય કે પછી નવી કાર ખરીદવી હોય તો  તેની માહિતી મેળવવા જાતે જ આવતા હોય છે. કારની કિમતના પાના પ્રિન્ટ કરી સાથે લઇ જાય છે જેથી કોઈ એજન્ટ એમને છેતરી ન જાય. ન્યુયોર્કના બ્રોડવે થીએટરમાં કયો શો ચાલે છે અને એ શો કેવો છે તેની માહિતી મેળવવામાં પણ આ વૃદ્ધો આવે છે. એમાંના ઘણા તો કાર ચલાવીને  ન્યુયોર્ક જાય છે, શો ની મજા માણે છે, અને ફરીને પાછા આવી જાય છે. આ વર્ષે મારી ભારતની મુલાકાત દરમિયાન આપના જ એક વૃદ્ધ વૈજ્ઞાનીકે પોતાનું રીસર્ચ ખીચોખીચ ભરાયેલા હોલમાં રજુ કરી યુવાનો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: