Posted by: Jay Bhatt | શનિવાર, ઓક્ટોબર 30, 2010

વિચારોની ભાવધારા

ઝરમર ઝરમર વરસાદ. આકાશમાંથી વરસતાં અમૃતબિંદુઓનું જમીનની ભીની થતી માટી સાથે પ્રથમ મિલન. ને એમાંથી નીકળતા મધુર સુરોની તાલબદ્ધતા. ચાલતા ચાલતા સંભળાતું એ મધુર સંગીત. એ અલૌકિક આનંદ અંતરને મધમીઠું બનાવી રસતરબોળ કરી નાંખે છે.

વ્રુદ્ધાશ્રમમાં રહેતા લોકો પણ ચુંટણીમાં વોટ કરી શકે માટે એક બસમાં એમને લાયબ્રેરીમાં લવાય છે. અહીં વોટીંગ મશીન પર પોતાનો વોટ આપી વોટ કર્યાનો સંતોષ વ્યક્ત કરે છે. ઘણાં વ્રુદ્ધો અહીં આવી શકે એમ ન હોવાથી સહાયકો એમને માટૅ પુસ્તકો લઈ જાય છે. આવી જ એક વ્યક્તિનો  ફોન આવ્યો અને એણે લાયબ્રેરીની આ સહાયતા માટે ખરા દિલથી આભાર વ્યક્ત કર્યો.  આ ઉમ્મરે પણ એમનો વાંચનનૉ શોખ અને એમની આભાર વ્યક્ત કરવાની ખુબી બધાના દિલ જીતી લે છે.

દરિયા કિનારે ભીની રેતીમાં સરી જતાં પગલામાં
દેખાય છે બાળપણના સ્મરણોની મધુરી વણઝાર. ઘરની એક ઓસરીમાં દિવડાના ઝાંખા અજવાળે
યાદ આવે છે અતિતમાં વિસરાયેલા મિત્રોની યાદ.
ગામને છેવાડે આવેલા મંદિરની આરતીના નાદમાં, સંભળાય છે કાનાને બોલાવતી રાધાની મીઠીમધુરી હાક.

સમજવાની ક્રિયા ક્યારે અને કેવી રીતે શરુ થાય છે? હું વિશ્વાસ મુકુ છું, વાત ધ્યાનથી સાંભળું છું, તારૂં લખેલું વાંચું છું, મને વિશ્વાસ છે કે તારું લખેલું મને ગમશે જ, અને મને તરત જ બધી સમજ પડવા માંડે છે..

મૈત્રી સહજ કોઇ પણ જાતની શરત વગરની, એકબીજાની પરિસ્થિતિને અનુરૂપ બની પરસ્પરનો સહકાર આપતી, સમપર્ણ અને ત્યાગથી શોભતી, અને સંપુર્ણ વિશ્વાસથી દિપતી.

સંબંધ જ્યારે ‘અમાપ’ બની જાય છે, કે જ્યારે એ ‘તોલવા’ના ભારમાંથી મુક્ત બની જાય છે, ત્યારે એ અવિકારી બની જાય છે, મુક્ત બની જાય છે. અને એ મુક્તતામાં પાગલ બનીને નિર્દોષ રીતે સંબધની મજા વ્યક્ત કરી શકાય છે..

આજે  ભારતથી વીસેક દિવસ પહેલા આવેલાએક વિદ્યાર્થીએ મને કહ્યું, ‘હું ત્યાં હતો ત્યારે મને મારા નોકરો પાણી લાવી આપતા હતા કે જમવાનું પીરસી આપતા હતા. અહિ અમેરિકામાં આવીને આ બધું તો ઠીક, પણ જમવાનું પણ જાતે જ બનાવવું પડે છે. ચાર કલાક યુનિવર્સીટીના બુક સ્ટોરમાં કામ કરી થોડા પૈસા કમાવું છું. ઘરે જઇ ને જાતે બનાવેલું ખાવાનું ઘણું મીઠું લાગે છે. મારા નોકરો માટેનું મારું માન ઘણું વધી ગયું. ફોન કરીને મેં એને ‘thanks’ કહ્યું ત્યારે એના હૃદયમાંથી સારી જતી હુફ સીધી મને મળી ગઈ “

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: