એક ઉત્સાહી વૃદ્ધનો અતિઉત્સાહી અભિગમ
આજે સાંજે છ વાગે હું મારી લાયબ્રેરીમાં પહોચ્યો ત્યારે મારી સહકાર્યકર્તા એક વૃદ્ધ દંપત્તિને ઇંટરનેટ પરથી કેલિફોર્નિઆ જવા માટેની વિમાનની ટીકીટ આરક્ષિત કરાવવા માટે મદદ કરી રહી હતી. સહકાર્યકર્તાનો જવાનો સમય થઇ ગયો હતો એટલે મેં મદદ કરવાનું શરુ કર્યું.
આ વયોવૃદ્ધ લાગતા ભાઈ નુ નામ જેમ્સ. વાત કરતાં ખવર પડી કે જેમ્સની ઉંમર લગભગ ૮૫ વર્ષની હશે. ઈ.સ. ૧૯૫૦માં એને યુનિવર્સીટી ઓફ પેન્સિલવેનીઆમાંથી મીકેનીકલ એન્જીનિયરીંગની ડીગ્રી મેળવી હતી. ઇંટરનેટ પર બેસી કેવી રીતે ટીકીટ આરક્ષિત કરવી તે અને શીખવું હતું.
આં ઉંમરે પણ એનો ઉત્સાહ કઈ ગજબનો લાગતો હતો.. સાઉથવેસ્ટએરલાઈન્સ ટીકીટ બુક કરવાની હતી કારણકે એમાં બેગ લઈ જવાની કોઈ કિંમત ચુકવવાની નહી હતી. લગભગ વીસેક મીનીટ શોધ્યા પછી એક સસ્તી લાગતી ટીકીટ અમને મળી. જેમ્સ બધું જાતે જ ટાઈપ કરતો હતો. ક્રેડીટ કાર્ડની માહિતી, ફોન નંબર, અને સરનામું એ બધું જ એણે જાતે લખ્યું. ઇમેલ લખવાનું આવ્યું ત્યારે મને કહ્યું કે કોઇ દિવસ એણે ઇમેલ કરી નથી. મોબાઈલ પણ એ રાખતો નથી. એને મન મિત્ર એટલે પ્રત્યક્ષ મળી ઘડી બે ઘડી વાતો કરવી તે.
ઇમેલ કે મોબાઈલ વગર પણ મિત્રતા થઇ શકે છે એવો એનો દ્રઢ વિશ્વાસ. હવે ઇમેલ વગર રસીદ અને ટીકીટ મેળવવી મુશ્કેલ હતી હતી એટલે એણે યાહુમાં એનો એકાઉન્ટ કરાવી આપ્યો. તરત જ ટીકીટ પણ ઇમેલમાં મળી ગઈ. પ્રિન્ટ કરી લીધી. કોરું પાનું પ્રિન્ટ ન થાય એની ખાસ કાળજી રાખી. બે પાના પ્રિન્ટ કરવાના એણે મને ૩૦ સેન્ટ આપ્યા જે મેં મારી લાયબ્રેરીના ખાનામાં જમા કરી લીધા.
આં અનુભવ પરથી મેં મારો ઉત્સાહ ‘યુવાન’ રાખવાનું નક્કી કરી લીધું. જીવનના છેલ્લા શ્વાસ સુધી હમેશા કાર્યરત રહેવાનો અભિગમ કેળવવાની તૈયારી કરવા માંડી.
Advertisements
સરસ ! શરીર વૃધ્ધ થાય છે મન નહિ ! ગમે તે ઉમરે ગમે તે શીખી શકાય માત્ર શરમ અને સંકોચ છોડવો પડે ! આપે જે ઉત્સાહ “યુવાન” રાખવાનું નક્કી કરી લીધું તે સાચી દિશાનું પગલું બની રહેશે !
By: arvind adalja on રવિવાર, સપ્ટેમ્બર 5, 2010
at 8:17 p
આધુનિક જાણકારીથી મદદરુપ થવાની મધુરી વાત
અને અહીંની મોટી ઊંમરે પણ આનંદથી જીવવાની ખુમારીને સલામ
By: pragnaju on સોમવાર, સપ્ટેમ્બર 6, 2010
at 3:32 p
શ્રીયુત જયભાઇ,
આઘેડ અવસ્થામાં નવુ શીખવાની માનસીકતા ગુમાવી બેઠેલાને આપે કોમ્પુટરમાં રૂચી લેતા કરવાની વાતને સલામ !
આને મેં ‘કોમ્પ્યુટર નિરક્ષરતા નિવારણ અભિયાન’ નામ આપ્યુ છે. અહીં લંડનમાં કેટલાકને ઘરમાં ડેસ્ક ટોપથી માંડી લેપટોપ હોવા છતાં પ્રાથમીક જાણકારીના અભાવે ઉપયોગ ના કરતા વડિલોને શિખવાડવાનો આનંદ મેં અનુભવ્યો છે.
નાનપણમાં પાટી પેનથી એકડો ઘુંટાવવાની જેમ માઉસ અને હાથની આંગળીઓના સહવાસે થતા ટચકારાથી શરુઆત કરાવી એ સહુને ઇ-મેઇલ અને ઇંન્ટરનેટનો પરિચય એક નવા જ યુગમાં પ્રવેશ કરાવતા હોઇએ એમ લાગતુ હશે, ખરુ ને ?
ફરી એક વખત ધન્યવાદ. ક્યારેક મળાશે, તો ફરી વાત….
– શરદ રાવલ.
By: શરદ રાવલ on ગુરુવાર, સપ્ટેમ્બર 16, 2010
at 8:41 p
Is there any relation between age and spirit or what you call “josh” or “umang” in gujarati?. Not at all, it all depends on your attitude towards your life and how you enjoy even a small things in your life. That’s why Gandhiji is called “Navjanvan doslo” in Gujarati.
By: Hetas Bhatt on બુધવાર, સપ્ટેમ્બર 22, 2010
at 9:39 p
What I believe is that…learning has no age restriction-no age bar..each and every moment is learning moment ..from nature, from children..youngsters..elders..books..so.. and so…no end for learning…that is Gagar me Sagar….!!
By: lata.kulkarni on સોમવાર, જાન્યુઆરી 3, 2011
at 8:49 p