Posted by: Jay Bhatt | શનિવાર, ઓગસ્ટ 28, 2010

વિચાર-મનન

નદી કિનારે શિવ મંદિરના સાન્નિધ્યમાં, સત્યમ, શિવમ અને સુન્દરમની પ્રતીતિ આસપાસના પક્ષિઓના કલરવમાં, ખળ ખળ કરતી વહી જતી નદીના નિનાદમાં, સુંદર ઉઘડતા પ્રભાતમાં અદ્રશ્ય થઈ જતાં અસંખ્ય તારલા નિહાળવામાં, સવારના સોનેરી કિરણો અવકાશમાં ફેલાઈ રહેલા જોવામાં, અને મનમાં અલૌકિક હૃદયંગમ ભાવોના આવિર્ભાવથી, થઈ રહી હતી.

કલ્પના ભલે ‘કલ્પના’ હોય, સ્વપ્નું ભલે ‘સ્વપ્નું’ હોય, અને બંનેમાંથી મળતો આનંદ ભલે ક્ષણપુરતો લાગતો હોય, પણ સાચી વાત તો એ છે કે એ આનંદ ખરેખર જીવનભર માણી શકાય,માત્ર જરૂર છે સર્જનાત્મક અને સુંદર કાલ્પનિક વિચારોની.સહજતામાં જ ભક્તિ, મૈત્રી કે પ્રેમ , વસંત ઋતુમાં જેમ ફૂલો ખીલી ઉઠે છે તેમ, એ બધાં ચારે તરફ પોતાની સુગંધ ફેલાવી શકે છે…મૈત્રીની ભીતરમાં પ્રેમનું નિરૂપણ, પ્રકૃતિના આલાપમાં કુદરતનું ચિંતન, સ્નેહની સરવાણીમાં લાગણીનું સ્પંદન, માનવીય હુંફમાં ઈશ્વરીય દર્શન.

પ્રેમ શબ્દ ભલે અઢી અક્ષર પુરતો સીમિત છે, પણ એને વિષે લખવા, અનુભવવા કે પ્રદર્શિત કરવા ગમે એટલા શબ્દો પણ ઓછા પડશે…

જીવન એટલે આનંદ, દુઃખ, મૈત્રી, હતાશા, પ્રેમ, ઉત્સાહ અને શોખ જેવા વિવિધ રંગોથી દુનિયાભરના માનવ હ્રદયોને જોડતું અને આંતરમનને સ્પર્શી જતું મેઘધનુષ.વાત્સલ્યનુ અમીઝરણુ જ્ઞાનસરિતામાં ભળી જઈ પ્રેમના મહાસાગરમાં દોડી જઈ અસ્તિત્વના ઉત્સવની ઉજવણી કરતું મદમસ્ત બની ગયું.

લહેરોમાં વહી જતા મારા પ્રતિબિંબની જેમ સમયના વહેણમાં હું ‘મારા અસ્તિત્વને’ ચિર કાળની ગહેરાઈમાં જતુ જોઇ રહ્યો છું. સમયની અવધિમાં મારી આત્મિક શોધમાં મારા ઉદ્બવતાં વિચારો દ્વારા હું મને જોઇ શકું છું…

વરસાદી વાતાવરણમાં બારી પાસે બેસી જળ નિનાદ સાંભળતાં સાંભળતાં ચહા પીવાનો પણ એક નશો છે. ટ્રેનમાં બારી પાસે બેસી દોડી જતી ટ્રેનનો અવાજ સાંભળતાં સાંભળતાં અને દુર આથમતા સુરજને જોતા જોતા ચહા પીવાનો પણ એક નશો છે. આબુના ઉપવનોની કેડીઓ પર જીર્ણ થયેલા પાંદડા પર ચાલતા ચાલતા થતા અવાજને સાંભળતાં સાંભળતાં અને આજુ બાજુ કલરવ કરતાં પંખીઓને જોયા કરવાનો પણ એક મધુર નશો છે.

રસ્તો ઓળંગતી કોઈ વ્રુદ્ધ વ્યક્તિને મદદ કરી જુઓ; પ્રેમનો અનંત મહાસાગર તમારા હ્રદયમાં  ક્યારે પ્રવેશી જશે તેની પણ તમને ખબર પડશે નહિ

ફૂલગુલાબી મખમલી સાંજે,સુર્યાસ્તની અનુપમ પળે,સૌંદર્યને માણતાં ધ્યાનમગ્ન અવસ્થામાંઅનુભવું છું, વિશ્વભરમાંથી ફેલાતાં અસંખ્યપ્રેમબિંદુઓ, હ્રદયમાં એકરૂપ થતાં,શુદ્ધ આનંદ સ્વરૂપે.

સરકી જતી સમયની પળોમાં યુવાનીની મસ્તી માણુ છું
અને સરી જતી યુવાની, યાદોની અનુપમ મહેફિલ બની રહી છે.

મીણબત્તીના ઝાંખા અજવાળે ચાલતી પ્રેમાળ વાતચીત દરમ્યાન ચહેરા પર દેખાતું કુદરતી સ્મિત વધુ સુંદર દેખાય છે આધુનિક પ્રકાશમય વાતાવરણમાં દિલને સ્પર્શતા એ સ્મિત કરતા..

લાલ પીળા ગુલાબોની રંગીન મહેફિલમાં એક નાજુક કળી બનીને રહેવું છે. કળીમાંથી ગુલાબ બની સૌંદર્ય અને સુવાસને ફેલાવવા છે. બીજા ગુલાબોને કોઈ તોડી ન જાય તેનું ધ્યાન રાખવું છે. પ્રેમીજન પ્રેમની અભિવ્યક્તિ ગુલાબ
વગર કેવી રીતે કરશે તેની મને ચિંતા નથી.

Advertisements

Responses

 1. સુંદર અભિવ્યક્તી

  પ્રેમ, વરસાદ અને ઇન્તઝાર
  શ્રી સુરેશ દલાલની એક રચના છે,
  સતત વરસતો વરસાદ, નીતરતી હવા,
  ટપકતાં વૃક્ષો, સળગતી ક્ષણ,
  પલળી જવાનું મન થાય એવું,
  રવિશંકરની ગમતી રેકોર્ડ જેવુ વાતાવરણ.
  વરસાદની આ સાંજના સોગંદ,
  હવે તારે આવવું જોઇએ !

 2. Hu farithi kais..સુંદર અભિવ્યક્તી


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: