Posted by: Jay Bhatt | શનિવાર, ઓગસ્ટ 14, 2010

પંદર મિનિટની આ સહમુસાફરી

હમેંશની જેમ સાંજે ૫ ની ટ્રેન પક્ડવા માટે દાદર ઊતરી સબ વે ના પ્લેટફોર્મ પર જવાની ઊતાવળ કરી. ટ્રેન આવવાનો અવાજ મેં સાંભળ્યો હતો. મારી આગળ ચાલતો એક વિદ્યાર્થી એના જ વિચારોમાં મશ્ગુલ હોવાથી મારે ધીમે ધીમે નીચે જવું પડ્યું. પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે મારી પાછળ આવતી એક આધેડ વયની લાગતી શ્યામ યુવતી સાથે મારી ‘રસપ્રદ’ મુલાકાત થવાની હતી?

આગળ ધીમે ચાલતા વિદ્યાર્થીને પડતો મુકીને જલ્દી જલ્દી અમે બંને ટ્રેનના ડબ્બામાં બેસી ગયાં. વાતો શરૂ થઈ. જાણવા મળ્યું કે એ વિદૂષક બનીને  વિવિધ કાર્યક્રમોમાં આબાલવ્રુદ્ધ સૌ કોઇને ખુબ હસાવતી. નાના ભુલકાઓને વાર્તા અને જોક્સ કહીને ખુબ આનંદ આપતી.

ટેંપલ યુનિવર્સિટીમાંથી ભાષાવિજ્ઞાનમાંથી એણે માસ્ટર્સની ઉચ્‍ચ પદવી હાંસલ કરેલી. શિક્ષક પણ હતી અને સાથે સાથે વિદૂષક પણ. શિક્ષક તરીકે પણ ખુબ નામના મેળવેલી. એની દીકરી પણ એક નામાંકિત યુનિવર્સિટીમાં પી. એચ. ડી. કરી રહી છે.

એનો મંત્રઃ માનવજીવન એક મોંઘેરી ભેટ છે. આપણી આવડતનો પૂરેપૂરો ઊપયોગ કરી દરેક વ્યક્તિએ સમાજોપયોગી કાર્યો કરવા જોઈએ.

લગભગ  પંદર મિનિટની આ સહમુસાફરીમાં એના  જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમે મને નવી નવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ખુબ પ્રેરણા મળી.

Advertisements

Responses

 1. શ્રી જયભાઈ,
  પંદર મીનીટની સહ મુસાફરી વાચી જીવન જીવવાની અદભૂત કળાનો
  આભાસ થયો. માનવ જીવન એક મોઘેરી ભેટ છે. અને આપણી આવડતનો
  પૂરો ઉપયોગ કરીને બીજા માટે કઇક કરી છુટવાની ભાવના પ્રગટ થાય છે.
  ખુબ સરસ બ્લોગ. અભિનંદન.

  ” સ્વપ્ન “જેસરવાકર

 2. ઘણું સુંદર
  વડોદરામા થતું આવું કાર્ય યાદ આવ્યુ>
  વડોદરામાં સ્વામી વિવેકાનંદ જે દિલારામ બંગલામાં રોકાયા હતા તે ઐતિહાસિક બંગલામાં સ્વામીજીનું યથાયોગ્ય સંસ્મરણ કાયમ માટે જળવાઇ રહે તે હેતુથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરકાર હસ્તકનો આ બંગલો તા.૧૮ એપ્રિલ ૨૦૦૫ ના રોજ રામકૃષ્ણ મિશનને ૩૦ વર્ષના ભાડાપટ્ટે આપ્યો હતો. જેને પાંચ વર્ષ પૂરાં થઇ ગયાં છે. સ્વામીજીના આગમનના સાક્ષીરૂપ દિલારામ બંગલો રામકૃષ્ણ મશિન દ્વારા ચલાવાતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યો છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ચિકિત્સા સેવા, પુસ્તકાલય કેન્દ્ર અને પ્રવચન જેવાં સમાજોપયોગી કાર્યો કરવામાં આવી રહ્યાં છે.
  આવા કાર્ય નિસ્વાર્થ ભાવે થાય તો વધિ દીપી ઉઠે છે


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: