Posted by: Jay Bhatt | શનિવાર, ઓગસ્ટ 7, 2010

વિવિધ જીવન વિષયક પ્રેરક વિચારબિંદુઓ

યાદો અને સંભારણા વગર જીવન ‘જીવન’ રહી શકે ખરું? યાદો અને સ્મરણો વગર પ્રેમ ‘પ્રેમ’ બની રહે ખરો? સ્મરણોનું સનાતન અસ્તિત્વ પુરાણી યાદોને સજીવન કરી મનમાં આનંદની લહેર લાવી પ્રેરણાના અમી સ્ત્રોતને જાગ્રુત કરે છે.

જિંદગીમાં અનુભવેલા જખમો માનવીને વધુ સંવેદનશીલ બનાવે છે. એ સમજુતી અન્ય વ્યક્તિને એવા જખમોથી વંચિત રાખવામાં સફળ બનાવી  શકે છે. માનવ હ્રદય આનંદથી છલકાવા માંડે છે ત્યારે એ જખમો વ્યક્તિગત શબ્દકોશમાં અનેરું સ્થાન મેળવી લે છે. સંવેદનો અને લાગણીની અભિવ્યક્તિ વગરનું જીવન યાંત્રિક બની જાય છે. પારસ્પરિક સ્નેહનો અનુભવ જ કદાચ, આપણે સૌ ને જીવવાનું પ્રેરક બળ પૂરું પાડે છે.

માનવીય સંબંધોની અનેરી મીઠાશ હોય છે જેનો અનુભવ બધાને થતો નથી. માનવ-જીવન સંબંધો વગર ‘જીવન’ રહેતું નથી. પવિત્ર સંબંધ જીવનને અમૃતમય બનાવે છે. પ્રેમાળ સંવેદનશીલતા માનવને જખમોથી પર લઈ જઈને માનવ સંબંધોની મધુરી  મીઠાશને અનુભવવાનો અને દુનિયાભરમાં ફેલાવવાનો મોકો આપે છે.

જેવી રીતે દરિયાને ખરેખર જાણવો અને માણવો હોય તો તેમાં ડૂબકી મારવી પડે, અસંખ્ય રંગબેરંગી માછલીઓ જોવી હોય તો ખુબ ઊંડે જવું પડે, તેવી જ રીતે માનવમનની ગહેરાઈ સમજવા માટે આપણે આપણા વિચારોને સમજવા પડે, અને ત્યાર પછી જ  કોઇ પણ સુંદર સર્જનાત્મક કાર્ય કરી શકાય.સુંદર પળ આવશે એની રાહ જોવામાં  હજારો પળો આવી અને ગઈ. સુંદર ચિત્ર દોરવામાં મગ્ન એવા એક ભૂલકાને જોઈને ખાતરી થઇ કે કોઇ પણ પળને કઈ રીતે સુંદર બનાવી શકાય એ આપણા આંતરિક અભિગમ પર અવલંબિત થાય છે. નકામી પસાર થઇ જતી અસંખ્ય ક્ષણોને આપણા વિચારો અને સારા કાર્યો દ્વારા ફરી સર્જનાત્મક આપણે પોતે જ કરવાની છે.

ગમતી વ્યક્તિ સાથેની પ્રત્યક્ષ કે virtual મુલાકાત , એટલે વાતોનો કદી ન ખુટે એવો અપ્રતિમ ભંડાર.

કોઇ મિત્ર એવો હોય છે કે જેનું નામ માત્ર હૃદયમાં છુપાયેલી આત્મીયતાને કોઇ પણ ક્ષણે
જાગૃત કરી અને એના થકી ઉદ્ભતી આનંદની લહેરોને સનાતન વહેતી કરી મુકે છે.

મિત્રતામાં સંપૂર્ણ વિશ્વાસ હોય, શંકાને કોઈ સ્થાન ન હોય, ગણતરી વગરનો ભાવ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં પરસ્પરનો સહારો હોય..નિખાલસતાથી અચકાટ વગર વાત થઇ શકતી હોય, અને સાથે પસાર થતાં સમયમાં માત્ર આનંદ જ હોય..અને ક્દાચ કોઈ દુઃખ આપનારી ઘટના બની હોય તો પણ સાથ પારસ્પરિક હુંફ આપનારો બનતો હોય…

આંતરિક સુંદરતા, હ્રદયની કોમળતાં, ફૂલો જેવી મુલાયમતા, સંતોની સેવાભાવના, અને વૃક્ષો જેવી નમ્રતા.. એ બધાનો આવિર્ભાવ એટલે અંતરમાં ઉદ્ભવતો દુનિયાને આવરી લેતો સનાતન પ્રેમ.

ઘર નજીક આવેલા ગુલાબનાં છોડ પર નજર પડી ત્યારે ફૂલ બની ગુલાબોની રંગીન ‘મહેફિલ’માં જોડાવાનું મન થઇ ગયું. કુદરતની રગીન મહેફિલમાં નથી સ્થાન બાહ્ય દેખાવને કે નથી સ્થાન ખોટી ઔપચારિકતાને.. છે સ્થાન માત્ર જીવન વિષયક પ્રામાણિક હકારાત્મક નિખાલસ હૃદયંગમ પ્રેમાળ અભિગમને…

Advertisements

Responses

  1. khub j saras…
    વી રીતે દરિયાને ખરેખર જાણવો અને માણવો હોય તો તેમાં ડૂબકી મારવી પડે, અસંખ્ય રંગબેરંગી માછલીઓ જોવી હોય તો ખુબ ઊંડે જવું પડે, તેવી જ રીતે માનવમનની ગહેરાઈ સમજવા માટે આપણે આપણા વિચારોને સમજવા પડે, અને ત્યાર પછી જ કોઇ પણ સુંદર સર્જનાત્મક કાર્ય કરી શકાય totally agree…..

    dil thi lakhayel vat dil ne sparshe che sidhi…:-)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: