Posted by: Jay Bhatt | રવિવાર, જુલાઇ 18, 2010

શું છે એ ચીજ જે ક્યારેય ખોવાતી નથી?

રાતના અંધારે તારલાઓ સાથે રમવામાં
કે દિવસના અજવાળે પુસ્તકોને વાંચવામાં
શું છે એ ચીજ જે ક્યારેય ખોવાતી નથી?

ઉનાળાની ગરમીમાં કેરીનું આઈસક્રીમ ખાવામાં
કે શિયાળાની ઠંડીમાં ગરમાગરમ ચા પીવામાં
શું છે એ ચીજ જે ક્યારેય ખોવાતી નથી?

ચોમાસાનાં વરસાદી માહોલ મ્હાલવામાં,
કે વાદળોથી ઘેરાયેલી પર્વતોની ટોચને નિહાળવામાં ,
શું છે એ ચીજ જે ક્યારેય ખોવાતી નથી?

ઓફિસમાં અસંખ્ય ઇમેલોને વાંચવામાં
કે  ટ્રેનમાં કોઇ કવિનું સુંદર કાવ્ય માણવામાં
શું છે એ ચીજ જે ક્યારેય ખોવાતી નથી?

બગીચામાં ગુલાબના છોડોને પાણી છાંટવામાં
કે દરિયા કિનારે ઉછળતાં મોજાને ઝાલવામાં
શું છે એ ચીજ જે ક્યારેય ખોવાતી નથી?

એ છે માનવ જીવનમાં છુપાયેલા પ્રેમ, સ્નેહ, શ્રદ્ધા, વિશ્વાસ અને કરુણા.
દરેકેદરેક માનવ હ્રદયમાં એ રહેલા છે જ, પણ એને વિકસાવવાની કે પછી
એને દર્શાવવાની તકો અમુક વ્યક્તિઓ જ ઝડપી શકે છે, બધાં નહી.

Advertisements

Responses

  1. માનવ જીવનમાં છુપાયેલા પ્રેમ, સ્નેહ, શ્રદ્ધા, વિશ્વાસ અને કરુણાને દરેક પદમાં સરસ રજૂ કર્યા છે.

  2. “એ છે માનવ જીવનમાં છુપાયેલા પ્રેમ, સ્નેહ, શ્રદ્ધા, વિશ્વાસ અને કરુણા.
    દરેકેદરેક માનવ હ્રદયમાં એ રહેલા છે જ, પણ એને વિકસાવવાની કે પછી
    એને દર્શાવવાની તકો અમુક વ્યક્તિઓ જ ઝડપી શકે છે, બધાં નહી.”

    સમર્થતાને ઓજસ્વી, મનસ્વિતાને તેજસ્વી અને જીવનને વર્ચસ્વી કરીએ છીએ. આ જ છે તે દિવ્ય સં૫ત્તિ, જેના બદલામાં આ સંસારની બજારમાંથી કંઈ ૫ણ ઈચ્છિત ખરીદી શકાય છે. બીજાની મદદ ૫ણ તે લોકો જ કરી શકે છે, જેની પાસે પોતાનો વૈભવ અને ૫રાક્રમ હોય. ભવિષ્યમાં આવા જ લોકોની ડગલેને ૫ગલે જરૂર ૫ડશે, જેમની પ્રતિભા સામાન્ય માણસોની તુલનામાં કેટલીય વધારે આગળ ૫ડતી હોય, સંસારના વાતાવરણને સુધારવાનું તેઓ જ કરી શકશે, જેમણે પોતાની જાતને સુધારીને એ સિદ્ધ કરી દીધું હોય કે તેની સર્જન શક્તિ બેનમૂન છે.

  3. ખુબ જ સુંદર પંક્તિઓમાં આલેખ્યા છે પ્રેમ સ્નેહ વિગેરે ને… ખુબ સરસ જયભાઈ ..!

  4. beautiful words !!
    @ “પણ એને વિકસાવવાની કે પછી
    એને દર્શાવવાની તકો અમુક વ્યક્તિઓ જ ઝડપી શકે છે, બધાં નહી.”


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: