Posted by: Jay Bhatt | શુક્રવાર, જુલાઇ 9, 2010

વિવિધ વિચારોનું સંકલન

લાંબા અન્તરિયાળ એકાંત રસ્તા પર ચાલતાં ચાલતાં
સુંદર ફૂલોની કલાત્મક મહેફિલને માણતાં માણતાં
નિર્દોષ પક્ષીઓના કલરવને સાંભળતાં સાંભળતાં
વહેતાં ઝરણાના કલ કલ નિનાદને  અભિભુત કરતાં કરતાં
આનંદનાં સર્વ રસોનો સમન્વય પૂર્ણ સ્વરૂપે આત્મસાત થતો દેખાયો.

માનવીય સંબંધોની અનેરી મીઠાશ હોય છે જેનો અનુભવ બધાને થતો નથી.
માનવ-જીવન સંબંધો વગર ‘જીવન’ રહેતું નથી. પવિત્ર સંબંધ જીવનને અમૃતમય બનાવે છે.

મિત્રતામાં સંપૂર્ણ વિશ્વાસ હોય, શંકાને કોઈ સ્થાન ન હોય, ગણતરી વગરનો ભાવ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં પરસ્પરનો સહારો હોય..નિખાલસતાથી અચકાટ વગર વાત થઇ શકતી હોય, અને સાથે પસાર થતાં સમયમાં માત્ર આનંદ જ હોય..અને ક્દાચ કોઈ દુઃખ આપનારી ઘટના બની હોય તો પણ સાથ પારસ્પરિક હુંફ આપનારો બનતો હોય…

મનને જોવાની ઈચ્છા રાખું છું, વિચારોને ઉદ્ભતાં નિહાળવા માંગુ છું
વિચારોનું ઉદ્ભવસ્થાન છે સમીપ પણ અગમ્ય; કુદરતની આ કરામત
મારે માટે એક અજાયબી છે.

જ્યા પ્રેમ છે ત્યાં જીવન છે, પ્રેમ વગર સાચા અર્થમાં ‘જીવવું’ કહી શકાય જ નહિ.
પરસ્પરની લાગણી, એકબીજા માટે કરી છુટવાની ભાવના, કે પછી નિઃસ્વાર્થ સેવા, પ્રેમ વગર શક્ય જ નથી.
પ્રેમ મેળવવાની શરુઆત પ્રેમ આપવાથી જ શરુ થાય છે. રસ્તો ઓળંગતી કોઈ વ્રુદ્ધ વ્યક્તિને મદદ કરી જુઓ; પ્રેમનો અનંત મહાસાગર તમારા હ્રદયમાં ક્યારે પ્રવેશી જશે…

મારી ભારત પ્રત્યેની લાગણી આ વખતની મુલાકાતથી વધુ ગાઢ બની. મુંબઈ, દિલ્હી, સીમલા અને સુરત…નવ દિવસ ક્યાં ચાલી ગયાં એ ખબર જ ના પડી..કોન્ફરન્સમાં ભાગ લેવાનો આનંદ, મિત્રો સાથે વિચાર વિમર્શ, પ્રથમ વખત વાત કર્યાની મજા, નવું જોયાનો અને માણ્યાનો આનંદ, શતાબ્દી એક્સ્પ્રેસ અને વોલ્વોમાં મુસાફરી, અને નવી ટેક્નોલોજીનો પુસ્તકાલયોમાં સર્જનાત્મક ઉપયોગ કેવી રીતે કરવો એ વિષેની જાણકારી મેળવવી– આ બધાંનો સમન્વય એટલે મારા અનુભવોનો અપ્રતિમ સરવાળો.

Advertisements

Responses

 1. ખૂબ સ રસ

  પ્રેમ મેળવવાની શરુઆત પ્રેમ આપવાથી જ શરુ થાય છે.

  અમે સમજીએ છીએ કે પ્રેમ એટલે આપવાનું
  મેળવવાની લાગણી વ્યવહાર બનાવે છે!
  ………………………………………………
  મનને જોવાની ઈચ્છા રાખું છું,
  ” વિચારોને ઉદ્ભતાં નિહાળવા માંગુ છું

  મન પૌદ્ગલિક વસ્તુ છે. આત્માને વિચાર શક્તિ નથી
  આપણને જે દોરવે છે એ મન-બુદ્ધિ દોરવે છે,
  આપણે દોરવાવાનું નહીં. એ બધું જોયા કરવાનું. મન શું વિચાર કરે છે. મન ખરાબ વિચાર કરે, સારા વિચાર કરે તોય બસ, જોયા કરવાનું. બહાર ભેગા થાય તે સ્થૂળ સંયોગો. અને મન જે દેખાડે, કો’કનું ખરાબ ચિંતવન કરતું હોય એ સૂક્ષ્મ સંયોગ કહેવાય. એની પર નિરીક્ષણ કરવાનું છે બીજું કંઈ આપણે નથી કરવાનું. વિચાર એ આપણી શક્તિ નથી. એ શક્તિને પોતાની માનવાથી જ આ સંસાર ઊભો થયો છે.આપણે તો જોનાર-જાણનાર છીએ. ક્લેશિત જ્ઞાન પછીય !
  મન સહેજ વિહ્વળ થાય, એને ક્લેશ ના કહેવાય. એટલે એને જોયા કરવાનું. તમારે મનમાં પેસવાનું નથી, તન્મયાકાર નથી થવાનું. વિચાર બંધ થઈ ગયા કે ના બંધ થયા તે આપણે જોવાનું નથી. જે જોયું તે અડે નહીં. હોળી સળગતી હોય, પણ આપણે જોઈએ તો આંખ દાઝે ખરી ? જોવાથી કશું ના થાય, તમે આંગળી નાંખો તો થાય.
  મન જ્યારે વિચાર કરે સારા-ખોટા, ગમે તેવા, તો એ મન છે ખરાબ વિચાર ને ખોટા વિચાર સામાજિક અપેક્ષાએ છે, ભગવાનની અપેક્ષાએ નથી. ભગવાનની અપેક્ષાએ તો મન સ્વભાવમાં છે.
  જ્યારે વિચારની સ્થિતિ હોય ને ત્યારે વિચારો સજીવન નથી, નિર્જીવ વસ્તુ છે. એટલે તારે જે વિચાર કરવા હોય તે કર ! મન તો ફાવે એવું બોલે. મન વિચાર કરે છે તે આપણે જોયા કરવાના. એનો વિચારવાનો સ્વભાવ છે, એ યંત્રવત્ છે. એને આપણે ના કહીએ તોય વિચાર તો આવ્યા જ કરવાના, પણ આપણે ભળીએ તો આપણને ચોંટે. ના ભળીએ તો કશું ચોંટે નહીં.
  જ્ઞાની પુરુષ શું કરે ? (દેહાધ્યાસમાં) મારી નાખે, પછી (આત્મસ્વરૂપમાં) જીવતા કરે.મન વિચાર સિવાય કોઈ જગ્યાએ હોય નહીં.નિહાળ્યા કરે તે શુદ્ધાત્મભાવ !
  મન એ જ્ઞેય છે, ને તમે જ્ઞાતા છો. બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ્ઞેય છે, તેને જોવું, નિહાળ્યા કરવું,
  ખરાબ વિચારો આવે તેને ખસેડો તો એ પાછા આમથી આવે. તેને તો જ્ઞેય સ્વરૂપે જોવાનાં. વિચારોને ખસેડો તો પાછું એનું એ જ પડ ફરી આવે. અને એને જ્ઞેય સ્વરૂપે જુએ તો એ પડ જતું રહે ને એવું ને એવું બીજું પડ આવે.મન ખૂબ વિચારે ચઢશે ને તો મનમાં તન્મયાકાર થઈ જશો. બુદ્ધિથી ગમતું ને ના ગમતું એવા દ્વન્દ્વો ઊભાં થયેલાં હોય. જ્ઞાન છે ત્યાં દ્વન્દ્વો ના હોય.
  : ‘હે મન, હું તને ઓળખી ગયો છું. તું જ્ઞેય છે ને હું જ્ઞાતા છું.’ . તારે જ્યાં જ્યાં ફરવું હોય ત્યાં ફર.
  વિચારોનું ઉદ્ભવસ્થાન છે સમીપ પણ અગમ્ય…”
  ……………………………………………………
  “સમન્વય એટલે મારા અનુભવોનો અપ્રતિમ સરવાળો”
  વિસ્તારથી લખશો

 2. જય,

  પ્રેમ મેળવવાની શરુઆત પ્રેમ આપવાથી જ થાય છે.
  આપણને જે દોરવે છે એ મન-બુદ્ધિ છે.
  ખૂબ સરસ.

  Rajendra Trivedi,

  http://www.bpaindia.org

 3. કુદરતના સાનિધ્યને આનંદથી માણતાં સહજ રીતે વિચારધારા ખળખળ વહી છે.
  મનની પ્રસન્નતા પણ છલકાતી અનુભવી.પ્રેમની હૂંફ સઘળે ફરીવરી.
  સરસ મૌલિક લેખ માટે અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  ભારત ભૂમિ….રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 4. e-mail From:
  Sharad Shah
  Everybody wants to be loved.

  That is a wrong beginning.

  And it starts because the child, the small child, cannot love, cannot say anything, cannot do anything, cannot give anything he can only get.

  A small child’s experience of love is o getting, getting from the mother, getting from the father, getting from the brothers, sisters, getting from guests, strangers, but always getting. So the first experience, deep in his unconscious settles that he has to get love.

  But the trouble arises because everybody has been a child, and everybody has the same urge to get love, and nobody is born in any other way. So all are asking, “give us love”, and there is nobody to give, because the other person is also brought up in the same way.

  So one has to be alert and aware that just an accident of birth should not remain a constant prevailing state of your mind.

  Rather than asking, “give me love”, start giving love.

  Forget about getting, simple give and I guarantee you, you will get much..

  Osho

 5. e-mail From:
  Suresh Jani
  So true .. and yet .. so difficult …..
  આપણે એમ માની તો લઇએ કે, અપેક્ષા જ જીવનના બધા દુઃખોનું મુળ છે. પણ આપણે અપેક્ષા વીશે વીચારવું હોય, તો જીવની ઉત્પત્તી વીશે થોડું વીચારવું જોઇએ.

  ગર્ભાવસ્થામાં માના પેટમાં શીશુ સાવ પરતંત્ર અને નીષ્ક્રીય હોય છે. તેનું પોષણ અને વૃધ્ધી માના લોહીથી થાય છે. તેને ખોરાક , પાણી અને હવા કાંઇ જ જરુરી નથી. કોઇ ઉત્સર્ગ પણ થતા નથી. બધું જ માના લોહીના માધ્યમથી થઇ જાય છે. એ અંધાર કોટડીમાં અવાજ અને સ્પર્શ સીવાય કોઇ ઇન્દ્રીયજ્ઞાન હોતું નથી. એક માત્ર કામ કરતું અંગ તે હૃદય હોય છે; જે શીશુના શરીરમાં લોહીને ફરતું રાખે છે. કોઇ વીચાર પણ કદાચ હોતા નથી. જીવનની આ સાવ શરણાગતી ભરેલી અવસ્થા હોય છે.

  હવે માતાની ભુમીકા જોઇએ; તો તે અભાન પણે ગર્ભસ્થ શીશુનું સંવર્ધન કર્યે જાય છે. શરણાગતીએ આવેલા નવા જીવનું તે જતન કરે છે. જીવન-સર્જક જનેતાનું અસ્તીત્વ જ શીશુની જરુરીયાતો સ્વયં-સંચાલીત રીતે સંભાળી લે છે. તેની રુચીઓ બદલાતી જાય છે. ભૃણની વૃધ્ધીમાં બાધક હોય, તેવો ખોરાક તેને પચતો નથી. બાળકને જન્મ આપ્યા બાદ માતાના સ્તનમાં પોષણ માટેની વ્યવસ્થાની તૈયારી થવા માંડે છે. પરમ તત્વે નવા જીવની ઉત્પત્તી માટે તેના સમગ્ર શરીર, મન અને પ્રાણને સજાગ કરી દીધેલાં હોય છે.

  માટે જ ઇશ્વર જો હોય તો તે મા જેવો હોવો જોઇએ.

  જન્મ થતાં જ તે સહારો મળતો બંધ થઇ જાય છે. નાયડો કે ગર્ભપોષક નળી (umbilical cord) છેદાઇ જતાં જ આ વ્યવસ્થાનો અંત આવે છે. અંધકારમાંથી પ્રકાશમાં અવતરણ થતાં જ જ્ઞાન આવવા માંડે છે. અને જીજીવીષાની પ્રક્રીયા શરુ થઇ જાય છે. હવે પહેલો શ્વાસ જાતે ભરવો પડે છે. બાળકના મોંને માતાના સ્તન પાસે રાખતાં જ હોઠ હાલવા માંડે છે. આ સૌથી પહેલા સંઘર્ષની શરુઆત. નવા અવાજો, નવા સ્પર્શો, નવા સ્વાદ, નવી ગંધ. આંખો ખુલતાં નવાં દર્શનો સતત નવી સંવેદનાઓ સર્જતાં જાય છે. મન તેની પ્રાથમીક અવસ્થામાં પણ આ બધાનું અર્થ ઘટન કરવા માંડે છે, સમજવા માંડે છે અને નવા ગમા અને અણગમા સર્જતું જાય છે. અને આમ સ્વભાવ બંધાવાની પ્રક્રીયા ચાલુ થઇ જાય છે.

  આ પ્રક્રીયા જીવનભર ચાલુ રહેવાની છે. સંવેદનાઓ, તેનું અર્થઘટન, પ્રતીક્રીયા; ગમો, અણગમો, રુદન અને હાસ્ય; વર્તન, વાણી અને વીચારોનું અનુકરણ; નવું જ્ઞાન અને તેનાથી સર્જાતા નવા સુખો અને દુઃખો. એક પછી એક મહોરાં મળતાં, ઘડાતાં જાય છે. અને દરેક સંજોગનું અર્થઘટન નવી અપેક્ષાઓ સર્જતું જાય છે. આમ અપેક્ષાઓ તો આપણા સ્વભાવનો અવીભાજ્ય અંગ છે.

  આ છે આપણી ઉત્પત્તી સાથે મળેલી આપણી નીયતી. આથી કોઇ આપણને સુફીયાણી સલાહ આપે કે, અપેક્ષાઓ રાખવાનું છોડો; તો તે શક્ય જ નથી. એ તો આપણા સ્વભાવ, આપણા દેહ, આપણા મન, આપણા સમગ્ર હોવાપણા સાથે, આપણા ધર્મ કે પોત સાથે વણાયેલું છે.

 6. gyani shbd lkhi shke che vachi shke che, prantu suresh jani e lakhli sty to ghtana che. ghnuj sars.kukhethi janm apnar ma pan shbadma vernvi n shke evu sars rite smjavyu che thanks.aa che dhrm bas joya karo.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: