Posted by: Jay Bhatt | શનિવાર, મે 22, 2010

કાજલ ઓઝા-વૈદ્યઃ કૃષ્ણાયન

યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાનિ લાયબ્રેરીમાથી કાજલબેન ઓઝા-વૈદ્ય લિખિત કૃષ્ણાયન પુસ્તક હાથમાં આવી ગયું. ઘરે આવતાં આવતાં ટ્રેનમાં વાંચવાનું શરુ કર્યું. ખુબ જ સુંદર પુસ્તક. થોડું લખુ છું. દરેકેદરેક્ શબ્દોમાંથી નિતરતાં સંબંધોના ઊર્મિશીલ ભાવોને અતર્ગત કરવા હોય આ પુસ્તક વાંચવું જ રહ્યું.

કાજલ ઓઝા-વૈદ્યઃ  કૃષ્ણાયનમાંથી પૃ. ૮૨

“આ જન્મ પ્રેમિકા બનીને જીવવા માટે જ્ન્મેલી સત્યભામા ક્યારેય  વાસ્તવિકતાની ભૂમિ પર પગ ન માંડ્તી. સતત સ્વપ્નો અને અવનવા મનોજગતમાં રચતી સત્યભામા કૃષ્ણની આ વાત કોઇ કાળે માની શકે એમ નહોતી! કૃષ્ણ પોતાના વિના સુખી થઇ શકે એ વાત જ સત્યભામા માટે અસત્ય હતી… અસહ્ય હતી.

કારણકે, એણે સુખની વ્યાખ્યા  શ્રીકૃષ્ણથી શરુ કરીને શ્રીકૃષ્ણ પર પૂરી કરી હતી! પોતાના મનોવ્યાપારોને અન્યમાં રોપવા એનું જ નામ પ્રેમ હશે, કદાચ! સામેની વ્યક્તિને દર્પણ તરીકે જોવી એ પ્રેમનો સ્વભાવ છે. ..સામેની વ્યક્તિ કંઈ પણ કહે, પ્રેમી મન એ જ સાંભળે છે, અને એ જ સમજે છે જે એને સ્વીકાર્ય છે..અથવા જે એને અપેક્ષિત છે.”

Advertisements

Responses

  1. કૃષ્ણની અંતિમ ક્ષણોની અનુભૂતી કાજલે અદભુત રીતે કરી જ નથી પણ વાચકને પણ તેવાજ મનોજગતમાં સફર કરીવી દે છે ! વાચકને પણ પોતાની અંતિમક્ષણોમાં પોતાના જીવનામાં બનેલા કે અધુરા રહી ગયેલા પ્રસંગો આ પુસ્તક વાંચતા વાંચતા આસુંડા ના લાવી દે તો જ નવાઈ !

  2. “સુખની વ્યાખ્યા શ્રીકૃષ્ણથી શરુ કરીને શ્રીકૃષ્ણ પર પૂરી કરી હતી! પોતાના મનોવ્યાપારોને અન્યમાં રોપવા એનું જ નામ પ્રેમ હશે, કદાચ! સામેની વ્યક્તિને દર્પણ તરીકે જોવી એ પ્રેમનો સ્વભાવ છે. ..સામેની વ્યક્તિ કંઈ પણ કહે, પ્રેમી મન એ જ સાંભળે છે, અને એ જ સમજે છે જે એને સ્વીકાર્ય છે..અથવા જે એને અપેક્ષિત છે.”

    ખૂબ સુંદર અભિવ્યક્તી

    યાદ આવી
    પ્રેમ એટલે હું નહીં…
    પ્રેમ એટલે તું ય નહીં…
    પ્રેમ એટલે-
    ‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…

    પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
    પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
    પ્રેમ એટલે-
    પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…

    પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
    પ્રેમ એટલે રાધા જ નહીં…
    પ્રેમ એટલે-
    કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…

    પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
    પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
    પ્રેમ એટલે-
    અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ

    – unknown

  3. while reading “KRISHNAYAN”, i feel my eyes wet… and I seriously don’t know, when it happened.

    Salute to you – Kajal

    Salute

  4. કૃષ્ણની અંતિમ ક્ષણોની અનુભૂતી અદભુત રીતે કરી વાચકને પણ તેવાજ મનોજગતમાં સફર કરીવી દે છે વાંચતા વાંચતા આસુંડા લાવી દે!

  5. krishnayan vachya pachi to sache j temne ek aalag najar/ drashtikon thi joya ane sache j mari krishna bhakti ma vadharo to kryoj pan mane temni vadhu najik lavi didhi hu roj vachu to pan ane anek var vachu topan mane te khub priy ane najik lave krishna ni to pan hu dhrati nathi mara rome rom ma halchal thai jay che thank u for making this ane tamra krishnane jovana drashtikon mane khub gmyo thank ……..a lot………


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: