Posted by: Jay Bhatt | શુક્રવાર, મે 21, 2010

યાદ આવો છો તમે… કુમાર જૈમિનિ શાસ્ત્રી

કુમાર જૈમિનિ શાસ્ત્રીએ લખેલું આ સુંદર કાવ્ય માનવીય સ્મરણોને વાચા
આપી લાગણીના સંવેદનોને જીવંત બનાવતું જણાય છે.

એક મઘમઘતી સવારે યાદ આવો છો તમે
પુષ્પના મોઘમ ઈશાર  યાદ આવો છો તમે

એ કહી શકતો નથી કે શ્વાસનો પર્યાય છો તમે
શ્વાસ કરતાં પણ વધારે યાદ આવો છો તમે

જિંદગી નામે નદી બેફામ વહેતી જાય છે
વૃક્ષ-શો ઊભો કિનારે યાદ આવો છો તમે

એક પલકારો કર્યો, ત્યાં કોઇ આવીને ગયું
શક્યતાના બંધ દ્વારે, યાદ આવો છો તમે

કાફલાઓ યાદના દોડ્યા કરે છે રાતદિન
ક્યાંય ના પંહોચાય ત્યારે યાદ આવો છો તમે

સંદર્ભઃ કુમાર જૈમિનિ શાસ્ત્રી, ‘કવિતા’, સળંગ અંક ૨૪૪, પૃ. ૧૭, એપ્રિલ-મેં, ૨૦૦૮

Advertisements

Responses

  1. એક પલકારો કર્યો, ત્યાં કોઇ આવીને ગયું
    શક્યતાના બંધ દ્વારે, યાદ આવો છો તમે

    કાફલાઓ યાદના દોડ્યા કરે છે રાતદિન
    ક્યાંય ના પંહોચાય ત્યારે યાદ આવો છો તમે
    સ રસ
    યાદ આવી
    ક્વ્યર્થતામાં એટલા ખૂંપી ગયા,
    તથ્યતાની આંગળી ચૂકી ગયા.

    સાચવી છે એક ચંચળ પળ અમે,
    કાફલા યુગના ભલે છૂટી ગયા.

    આંગળી છૂટી તમારી એ પછી –
    વાલિયાના વારસો લૂંટી ગયા.

  2. Khare khar evu lagyu ke mara mate ja lakhai chhe.

    Jarmar varsata varsad na avaj thaki yaad avo chho tame.

  3. saras che

    kavita atli hathwage che

  4. ક્યાંય ના પંહોચાય ત્યારે યાદ આવો છો તમે

    સુંદર ગઝલ.

  5. કાફલાઓ યાદના દોડ્યા કરે છે રાતદિન
    ક્યાંય ના પંહોચાય ત્યારે યાદ આવો છો તમે

    very nice.Enjoyed.

    Ramesh Patel(Aakashdeep)

  6. kem cho ? mara mitra ban sho ?

  7. tame tamara vicharo amne vachava mokli sako cho .

  8. ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું,
    ગર્વ ની તો વાત છે યારો ,ગર્વ કરુ છું તે વાત પર,
    કામ કર્યા છે જે ગુજરાતીઓએ ગર્વ છે તે કામ પર,
    આપ્યુ જેને હથિયાર અહિંસાનુ ગર્વ છે તે ગાંધી પર,
    દુશ્મન ધ્રુજે જે નામથી યારો ગર્વ છે તે સરદાર પર,
    ગર્વ છે ધીરુભાઇ પર,ગર્વ છે અનિલ અને મુકેશ પર,
    ગર્વ છે નરેન્દ્ર્ મોદી પર,ગર્વ છે વિકાશના કામો પર,
    નામી કે અનામી હોય યારો,ગર્વ છે દરેક ગુજરાતી પર ,
    જ્યા વહે છે નર્મદા અને તાપી ગર્વ છે તે નદીઑ પર,
    જે ઉજવે તહેવાર ગુજરાતી,ગર્વ છે મને તે તહેવારો પર,
    ગર્વ છે નવરાત્રી,દિવાળી પર,ગર્વ છે હોલી,ધુળેટી પર,
    સ્નેહ,શૌર્ય ને સત્ય હોય દિલોમાં ગર્વ છે તે સસ્કારો પર,
    ગર્વ છે નરસિહ મહેતા પર,ગર્વ છે જલારામબાપા પર,
    ગર્વ છે મને ગુજરાતની ભુમીના એક એક સપૂતો પર,
    જ્યા જન્મ લીધો છે ગુજરાતીઓ એ ગર્વ છે તે ભુમી પર,
    જ્યા જ્યા વસ્યો છે ગુજરાતી ગર્વ છે તેની કમૅભુમી પર,
    દેશ કે વિદેશમાં હોય યારો,ગુજરાતી હોય જે જે ભુમી પર,
    જ્યા વસે એક ગુજરાતી યારો,ગર્વ છે મને તે ભુમી પર,
    ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું
    ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું

  9. એક પલકારો કર્યો, ત્યાં કોઇ આવીને ગયું
    શક્યતાના બંધ દ્વારે, યાદ આવો છો તમે

    કાફલાઓ યાદના દોડ્યા કરે છે રાતદિન
    ક્યાંય ના પંહોચાય ત્યારે યાદ આવો છો તમે

    બહોત ખૂબ … ખુબ જ સુંદર ગઝલ. Thank you for sharing.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: