Posted by: Jay Bhatt | શનિવાર, મે 15, 2010

સનાતન સર્વવ્યાપી ગાંધીજી

સનાતન ગાંધીજી

આજે લાયબ્રેરીમાં એક વ્રુદ્ધ ભાઈ મારી ડેસ્ક પર આવ્યા. એમનું  નામ જોન. જોનને મેકસીકન સંગીત ‘Mariachi’ વિષે માહિતી જોઈતી હતી. લાયબ્રેરીમાંથી સીડી મેળવવાની પણ આશા હતી. મારા સ્વભાવ પ્રમાણે  વાતો કરવાનું શરું કર્યું. હું ભારતમાં ક્યાંથી છું એવો પહેલો પ્રશ્ન જોને મને કર્યો.  મેં કહ્યું, “મહાત્મા ગાંધી જ્યાં જન્મ્યા હતાં અને જ્યાં એમણે સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી તે સ્વર્ણિમ ભુમિ ગુજરાત એ મારી જન્મભુમિ”. ગાંધીજીનું નામ સાંભળ્યા પછી એમણે એમના વીતેલા વર્ષોની યાદો તાજી કરવાનું શરુ કર્યું. ચાલીસેક વર્ષો પહેલાં જોન ઑસ્ટ્રેલિયા ગયો હતો. ત્યાં ત્રણેક વર્ષ રહ્યો હશે.  ખેતરોમાં કામ કરવાનો એને ખુબ શોખ. ત્યાંના એક ખેતરમાં કામ કરતાં કરતાં એક ભાઈ સાથે જોનને મિત્રતા બંધાઈ. એ રાજકીય આશ્રય લઈને યુગોસ્લેવીયાથી ઑસ્ટ્રેલિયા આવ્યો હતો. પછીતો નામની આપ-લે થઇ. યુગોસ્લેવીયાથી આવેલા ભાઈએ પોતાની ઓળખાણ ‘ગાંધી’ તરીકે આપી. ગાંધીજીની આત્મકથા વાંચીને અને ભારતની સ્વતંત્રતાની લડત વિષેની માહિતી મેળવ્યા પછી એ ભાઈ એટલાં બધાં પ્રભાવિત થઈ ગયા કે પછી એમણે એમનું નામ પણ બદલીને માત્ર ‘ગાંધી’ જ કરી નાંખ્યું. જોને મને પૂછ્યું, “લાયબ્રેરીમાં ગાંધીજીના વિષય પર કોઈ પુસ્તકો હોય તો મને શોધી આપો. મારે ઘરે લઇ જવાં છે. ખાસ તો ગાંધીજીની આત્મકથા.”

 આં વાંચ્યા પછી બંસીનાદ પર ‘ડીજીટલ ગાંધીજી’ની મુલાકાત લેવાનું ભૂલશો નહિ.

Advertisements

Responses

  1. ‘Mariachi’સંગીતમા મિલન,વિરહના ભાવવાળા સુંદર ગીતો હોય છેે એ ભાવમાંથી નિર્વ્યાજ પ્રેમની અનુભૂતિ થાય છે.અને ગાંધીજીનું નામ સનાતન એવો અનુભવ તો ઘણી જગ્યાએ થાય છે જ.અમે તેમને સદેહે મળ્યાનો આનંદ …

  2. Bhatt Saheb,

    I like reading your blog. Also do visit my blog http://www.madhav.in

    Your personality seems very interesting, would love to have a good chat with yourself someday.

    Kind Regards,


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: