Posted by: Jay Bhatt | શનિવાર, મે 8, 2010

ગુજરાતનું ભવિષ્ય સૂર્યોજ્જવલ છે – ગુણવંત શાહ

મારા મત પ્રમાણે ગુણવંત શાહ લિખિત આ સુન્દર લેખ પ્રત્યેક ગુજરાતી વ્યક્તિએ વાંચવો જ જોઈએ.

ખાસ તો એમના વિચારોને આપણે અમલમાં મુકવાના બનતા પ્રયત્નો કરવા જરૂરી છે. ગુજરાતના ઉજ્જ્વળ ભવિષ્ય માટે
આપણી જાગરૂકતા અનિવાર્ય છે.

આ લેખમાંથી થોડું અહીં લખું છું.

“ગુજરાતના લોકો દ્રઢ સંકલ્પ કરે કે ઘરમાં એસી, પંખા અને લાઇટની સ્વિચ ઓફ કરવામાં અમે ચીકણી ચીવટ કેળવીશું. ગુજરાતના શાણા લોકો ત્રણ એવા સંકલ્પ કરે જેમાં માનવીય સભ્યતા એક વેંત ઊચે આવશે : (૧) સુખી ગણાતા સંપન્ન લોકો એવું નક્કી કરે કે મજૂરી કરનાર કોઇ પણ ગરીબ આદમી સાથે ક્રૂરતાયુકત ભાવતાલ કરવાનું અમે ટાળીશું. ગરીબને પટાવીને પાંચ પૈસા બચાવવા એ પાપ છે. (૨) ઘોંઘાટના પ્રદૂષણથી બચવા માટે બધા જ ધર્મના લોકોએ સાથે મળીને વિચારવાનો સમય પાકી ગયો છે. ઘોંઘાટ સહન કરવાની શકિત તો અસભ્યતાની નિશાની છે. (૩) આજથી ઓછામાં ઓછો એક ડ્રેસ ખાદીનો પહેરવાનો સંકલ્પ કરવા જેવો છે. આ ત્રણે સંકલ્પો ઉપરાંત ગુજરાતની બધી યુનિવર્સિટીનાં કેમ્પસ પર આદરણીય નારાયણ દેસાઇની ગાંધીકથાનું આયોજન થાય, તો તેમાં ગુજરાતના મનોસામાજિક પર્યાવરણમાં સમરસતાનો ઉમેરો થશે.”

આગળ વાંચોઃ ગુજરાતનું ભવિષ્ય સૂર્યોજ્જવલ છે

Advertisements

Responses

  1. ખૂબ મનનીય લેખ
    ગુણવંત શાહનાં લેખોમા ઊંડુ ચીંતન અને રોજની ઘટનાને સહજતાથી વર્ણવી હોય છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: