Posted by: Jay Bhatt | બુધવાર, એપ્રિલ 28, 2010

‘હવે સ્પર્શનું સ્મરણ કરું છું’ માંથી આ ભાવવાહી રચના

ગઈ કાલે લાયબ્રેરીમાંથી  દેવયાનીબહેન દવે લિખિત પુસ્તક ‘હવે સ્પર્શનું સ્મરણ કરું છું’ મારાં હાથમાં આવી ગયું.
ખૂબ જ હૃદયસ્પર્શી.

પૃ. ૧૮:

હમણાં જ તારી સાથે ચાલતી
આ લેવું છે ને તે લેવું છે.
આવો બબડાટ કરતી
કંઇ ન લઇ અપાવે તો,  કંઇ નહિ
ફાલતું ખરીદી કરે તો પણ
કંઇ નહી.
જરા મારી સાથે પગલાં મિલાવીને
તો ચાલ!
ગતિ રોકી શકતો નથી
તો કંઇ નહિ.
‘હમ ભી સાથ હૈ તુમ્હારે યાદ રાખ.
તેં જ બનાવી રાખેલો નિયમ
જ્યાંથી છૂટા પડાય. આગળ પાછળ થવાય
તે જ જગ્યાએ પાછા જઈને ઊભા રહેવું
તે પાળ.
ઘણી વાર મારે મૂળ જગ્યાએ
ઊભા રહેવાનું બનતું,
તો પણ કંઇ નહિ.
અધઝાઝેરો સમય શોધવામાં કાઢીને
મૂગે મોંએ પાછા ફરતાં,
એ પણ આનંદ હતો.
બીજું કંઇ નહિં
રોડ ક્રોસ કરતાં તું મારો
હાથ ઘટ્ટ પકડી રાખતો
સિગ્નલ મળતાંજ હાથ  છોડીને દોડતો
રોડની પેલે પાર જઈ, મારા આવવાની રાહ જોતો.
કે પછી આગળ ફૂટપાથ પરના ફેરિયામાં ખોવાતો.
કંઇ નહિ.
આજે તો તેં હદ કરી.
મેં હજી રોડ ક્રોસ કર્યો નથી ને તું ગાયબ
ક્યાં જઈને પાછી ઊભી રહું, તારી રાહ જોતી ?

Advertisements

Responses

  1. હાથ ઘટ્ટ પકડી રાખતો
    સિગ્નલ મળતાંજ હાથ છોડીને દોડતો
    રોડની પેલે પાર જઈ, મારા આવવાની રાહ જોતો.
    કે પછી આગળ ફૂટપાથ પરના ફેરિયામાં ખોવાતો.
    કંઇ નહિ.
    આજે તો તેં હદ કરી.
    મેં હજી રોડ ક્રોસ કર્યો નથી ને તું ગાયબ
    ક્યાં જઈને પાછી ઊભી રહું, તારી રાહ જોતી ?
    ભાવભીનું અછાંદસ

    યાદ આવી
    The Lord replied,

    “The times when you have
    seen only one set of footprints in the sand,
    is when I carried you.”
    Mary Stevenson
    કસકની કલમથી ગઝલ દિલ પર લખી
    હાથ બળતો રહ્યો એજ આ સાંજ છે…

  2. ઘણા દિવસે, જયભાઈ !

    મજાની રચના મૂકી છે. લાઈબ્રેરીમાં તમે તો ખજાનો સાચવીને બેઠા છો. આમ ક્યારેક પ્રસાદી પણ મોકલો તેનો આનંદ–સંતોષ છે.

  3. સ્પર્શનું સ્મરણ કરું છું’
    very touching……and moving…..!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: