Posted by: Jay Bhatt | સોમવાર, એપ્રિલ 19, 2010

વંચિત ફુકમાવાળાની આ સુંદર રચના

શૈશવની સુગંધની ગઝલ

છોડી મને કૂદી પડ્યું, બચપણ તળાવમાં
ત્યાં દોડી આવ્યું સ્મરણનું ધણ તળાવમાં
જળચરની કૂદાકૂદ, આ પાણીની થપથપાટ
જાણે ચડ્યું હો, મોજનું આંધણ તળાવમાં
 
વાતાવરણમાં યોગના આસન કરી કરી
સુતા શવાસનમાં બધાં રજકણ તળાવમાં
આઠે પ્રહરમાં લ્યો હવે ઊજવાય ઉત્સવો
રંગીન વસ્ત્રો જળ કરે ધારણ તળાવમાં
 
અર્ધી ડૂબેલી ભેંસનો મંચ જ્યાં મળ્યો
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં
હૈયાવરાળ ઠારવા પનિહારીઓ બધી
ભેગી મળી લૂછ્યા કરે પાંપણ તળાવમાં
 
શુદ્ધીકરણ દિન રાત એ જળનું કર્યા કરે
આ ગામ કરતાં છે ઘણી સમજણ તળાવમાં
વરસાદના એ ભાંભરા જળ બૂમ પાડતા
છોડી મને કુદી પડ્યું બચપણ તળાવમાં
 
                  -વંચિત ફુકમાવાળા
 
સુરેશ દલાલ લખે છે, “વંચિતનું સમગ્ર બાળપણ જાણે કે તળાવમાં કુદી પડ્યું છે. જે વસ્તુ જાય છે એ દેખીતી રીતે જાય છે પણ સ્મરણરૂપે તો રહે જ છે. કવિએ સ્મરણને ધણ સાથે સરખાવ્યું છે. બચપણનું કૂદી પડવું અને સ્મરણના ધણનું દોડતું આવવું આ બે ક્રિયાની વચ્ચે કાવ્યની પ્રક્રિયા છે.”
 
સંદર્ભ: સુરેશ દલાલ, શૈશવની સુગંધની ગઝલ, હયાતીના હસ્તાક્ષર, દિવ્ય ભાસ્કર,  આંતરરાષ્ટ્રીય આવૃત્તિ, ચંદરવો વિભાગ, ઓક્ટોબર ૮, ૨૦૦૮, પૃ. ૧૨

Advertisements

Responses

  1. આઠે પ્રહરમાં લ્યો હવે ઊજવાય ઉત્સવો
    રંગીન વસ્ત્રો જળ કરે ધારણ તળાવમાં…
    so very beautiful….
    just superb ………….

  2. મઝાની ગઝલ
    વંચિતનું સમગ્ર બાળપણ જાણે કે તળાવમાં કૂદી પડયું છે.
    જે વસ્તુ જાય છે એ દેખીતી રીતે જાય છે
    પણ સ્મરણરૂપે તો રહે જ છે
    શુદ્ધીકરણ દિન રાત એ જળનું કર્યા કરે
    આ ગામ કરતાં છે ઘણી સમજણ તળાવમાં
    ———-
    ન પાણી ને પ્રેમ સમું બીજું જગે!
    જે સર્વત: સ્પર્શ કરે મનુષ્યને!
    રમાય, પીવાય, ન્હવાય, જેમાં.

    વંચિત પાણી સાથે સંકળાયેલો માણસ !
    તેના ગીતની પંક્તી
    લીલ લપાઈ બેઠી જળને તળિયે;
    સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીયે!
    કંપ્યું જળનું રેશમપોત
    કિરણ તો ઝૂકયું થઈ કપોત.

  3. wonderful .
    Childhood can go into pond or sea.Sweet Memorries are always there.
    please visit
    http://www.pravinash.wordpress.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: