Posted by: Jay Bhatt | શનિવાર, એપ્રિલ 10, 2010

આજનું ભણતર

ભણતરની પદ્ધતિમાં ઘણો ફેરફાર અહીં જોઈ શકાય છે. દરેક વિદ્યાર્થી વ્યક્તિગત રીતે ભણતો, પરીક્ષા આપતો, અને સારા માર્ક મેળવી પાસ થતો. એ વર્ષો પહેલાની પદ્ધતિ. હવે સામૂહિક કાર્યને વધારે મહત્તા અપાય છે.

વ્યક્તિગત તેમ જ સમૂહમાં રહીને વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાના કાર્યો  પાર પાડી શકે છે તેના આધાર પર એમની ગુણવત્તા માપવામાં આવે છે. પોતાની ટીમના દરેકેદરેક સભ્યનું મૂલ્યાંકન એ વિદ્યાર્થીએ પ્રામાણીકપણે કરવાનું હોય છે. શિક્ષકે તો મૂલ્યાંકન કરવાનું હોય જ, પણ વિદ્યાર્થીઓ પણ કરે. કોઈ સભ્યએ ચોરી કરી લખ્યું હોય તો એની જ ટીમના અન્ય સભ્યો એને સજા આપી શકે છે. ટુંકમાં દરેક ટીમ પોતાનું નવીન યોગદાન આપવાનો પ્રયત્ન કરે છે.

વિવિધ વિદ્યાશાખાઓમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે મળીને એક પ્રોજેક્ટ પૂરો કરે એ મુખ્ય ધ્યેય. ઈલેક્ટ્રીક્લ એંજિનિયરિંગમાં ભણતાં વિદ્યાર્થિઓ મિકેનિક્લ એંજિનિયરિંગ અને બાયોમેડિકલ એંજિનિયરિંગમાં ભણતાં વિદ્યાર્થિઓને પોતાના જૂથમાં રાખી શકે છે. 

સર્જિકલ રોબોટિક્સના પ્રોજેક્ટમાં આ ત્રણે શાખાના  વિદ્યાર્થીઓએ ક્દાચ સાથે કામ કરવું પડે. આ ત્રણે વિષયોનું જ્ઞાન હોવું જરૂરી છે. જરૂર પડે તો કોઈ બીજી વિદ્યાશાખાનો વિદ્યાર્થી પણ (જો શિક્ષક માન્ય રાખે તો) લઈ શકાય.

સ્માર્ટ બિલ્ડિંગ્સ કે પછી એંજિનિયર્સ વિધાઉટ બોર્ડર્સ જેવા પ્રોજેક્ટસમાં જુદી જુદી આવડત ધરાવતાં વિદ્યાર્થીઓ સાથે મળી કામ કરે છે. ખુબ આનંદ કરતાં કરતાં મૈત્રીસભર વાતાવરણમાં દુનિયાને અને સમાજને કંઈક ફાયદો થાય એ વિચારે નવા નવા પ્રોજેક્ટ હાથ ધરે છે. મેં પણ ઘણા વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે, અને ધીમે ધીમે ટીમના સભ્યો વચ્ચે ઉદ્ભાવેલી અનન્ય મૈત્રી પણ અનુભવી છે.

આશા રાખું છું કે આપણા ગુજરાતી બ્લોગર્સ પણ સાથે મળીને કાર્ય હાથ ધરી આગળ વધે. નવું ને નવું ગુજરાતી સાહિત્ય આપણને મળતું રહે એવી ખરાં દિલથી પ્રાર્થના.

Advertisements

Responses

 1. awesome article..
  gr8 job …
  wish ya all da luck …:)

 2. ‘આપણા ગુજરાતી બ્લોગર્સ પણ સાથે મળીને કાર્ય હાથ ધરી આગળ વધે. નવું ને નવું ગુજરાતી સાહિત્ય આપણને મળતું રહે એવી ખરાં દિલથી પ્રાર્થના.’
  થોડા પ્રયાસો થયા છે તે વિષે
  છેલ્લા એક વર્ષથી બ્લોગ સાથે સંકળાયા બાદ હવે અમિતાભ બચ્ચન તેમના બ્લોગની નિયમિત મુલાકાત લેતા બ્લોગર્સને તેમના પરિવારના સભ્યો માને છે.
  ————————————————
  બ્લોગ જગતમાં બધાની સાથે સપર્કમાં રહેવા માટે “ગુજરાતી બ્લોગર્સ અને બ્લોગ રીડર્સ ગ્રુપ“ની આજે રચના કરવામાં આવે છે. બધાજ બ્લોગર મિત્રો અને બ્લોગ વાંચતા મિત્રોને જોડાવવાનું આમંત્રણ-funngyan.com તરફથી હતું.
  ———————————————-
  શું ગુજરાતી ભાષાને લઈ તમે ખુબજ સકારાત્મક છો..?
  શું તમે ગુજરાતી ભાષાને પ્રેમ કરો છો…?
  શું તમે ગુજરાતીમાં બ્લોગ લખો છો..?
  ..જો આ બધા પ્રશ્નોના જવાબ તમે “હા” માં આપવા સક્ષમ હોવ તો તમારી પ્રતિભાને વિશ્વના ફલક ઉપર લાવવા માટે ” ગુજરાતી બચાવો સમિતિ-ઉમરેઠ” દ્વારા એક સ્પર્ધા રાખવામાં આવી છે.
  ———————————–

  પાકિસ્તાનીઅત ડોટ કોમ સવાલ પૂછાયો હતો કે નવા રાષ્ટ્રપતિ કોણ બનવા જોઈએ? જેના જવાબમાં બ્લોગર્સ દ્વારા અન્ય કેટલાક નામો પણ જણાવાયા હતા પરંતુ ઈમરાન ખાન અને ભૂતપૂર્વ હિંદુ ન્યાયાધિશ ભગવાનદાસને સૌથી વધુ મતો મળ્યા હતા.
  —————————————–
  ગુજરાતી બ્લોગ જગત ને આમ ખુબજ વીકસતુ જોઇને મને આજે ખુબજ આનન્દ થાય છે. પ્રમાણીકતા થી કહુ તો મે ખુબજ ઓછા બ્લોગ્સ મારી જાતે લખ્યા છે અને હુ એમા નિયમીત પણ નથી પણ આજે જ્યારે ગુજરાતી બ્લોગ અને ગુજરાતી બ્લોગર્સ આવા ગર્વ ભર્યા મુકામે પહોચ્યા છે
  આપણે ગુજરાતી બ્લોગરમિત્રો અને વાચકો હજી કોમેન્ટસના પ્રયોજનનો પૂરો ફાયદો લઈ શક્યા નથી. અન્ય ભાષાઓના બ્લોગ્સ પર કોમેન્ટસની ઉપયોગિતા સફળતાપૂર્વક સિદ્ધ થઈ છે
  ——————————
  પરંતુ આપણે ઈચ્છીએ કે બ્લોગ પર સારી પોસ્ટ મૂકાય તેના પર સુજ્ઞ વાચકો પૂર્વગ્રહોથી મુક્ત રહી સુયોગ્ય પ્રતિભાવ આપે; ક્યારેક તે પ્રતિભાવ ધ્યેયલક્ષી, તંદુરસ્ત ચર્ચા જન્માવે; પરસ્પર વિચાર વિનિમયથી સમજ ખીલે, દ્રષ્ટિ વિકસે કે જ્ઞાનમાં વૃદ્ધિ થાય. બીજી વાત – સુયોગ્ય પ્રતિભાવથી પોસ્ટમાં ખૂટતી કડીઓ ઉમેરી શકાય. પૂરક માહિતી દ્વારા પોસ્ટના કન્ટેન્ટને માહિતીસભર કે જ્ઞાનવર્ધક કે રોચક પણ બનાવી શકાય. ભવિષ્યના સર્જકો અને વાચકો માટે આવી કોમેન્ટસ વરદાનરૂપ બની રહે.
  આમ અનેક પ્રયાસો થયાં છે.

  કેટલાક સારા પરિણામો પણ દેખાય છે.

 3. sunar rachana. khub anad thayo


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: