Posted by: Jay Bhatt | શનિવાર, ફેબ્રુવારી 13, 2010

વેલેન્ટાઈન ડે પર અનોખી સોગાદ

વેલેન્ટાઈન ડે પર અનોખી સોગાદ

લાયબ્રેરીની પાસે જ એક વ્રુદ્ધાશ્રમ. આજે એમાં સેવા આપતી એક કાર્યકર્તા એક વયોવ્રુદ્ધ વ્યક્તિને મારી પાસે લઈ ને આવી. એને આપણે જ્હોનના નામે સંબોધીશુ.

આવતી કાલે વેલેન્ટાઇન ડે હોવાથી એ વ્રુદ્ધાશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને એમની મનપસંદ ચીજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્હોનની ઇચ્છા ઇંટરનેટ વિષે માહિતી મેળવવી હતી; ઇંટરનેટનો ઉપયોગ કરી જુદાં જુદાં વિષયો પર જાણકારી મેળવવી હતી. આ ઉંમ્મરે પણ એની શીખવાની ઇચ્છા એટલી પ્રબળ હતી કે વ્હીલ ચેર પર બેસીને જ્હોન લાયબ્રેરીમાં આવ્યો હતો. એમને એક કમ્પ્યુટર પાસે બેસવાની વ્યવસ્થા કરી આપી. અમેરિકાના ચલણી નાણા ઈતિહાસ અને કેનેડી હાફ ડોલર્સ પર એને વિશેષ માહિતી મેળવવી હતી. લગભગ એક થી દોઢ કલાક સુધી પહેલીવાર જ વાર ઇંટરનેટ પર શોધ ખોળ કરવાની જ્હોનને એટલી બધી મજા પડી કે જતી વખતે એ મને કહી ગયો કે દર અઠવાડિયે એ લાયબ્રેરીમાં આવશે અને મારે એની સાથે બેસી એને મદદ કરવાની રહેશે. વેલેન્ટાઇન ડે પર જ્હોનના આનંદમાં હું ભાગીદાર રહી શક્યો એનો સંતોષ મને જીવનભર રહેશે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: