Posted by: Jay Bhatt | રવિવાર, જાન્યુઆરી 31, 2010

ગાંધીજી ને યાદ કરતાં કરતાં….

૩૦મી જાન્યુઆરીના રોજ ગાંધીજીની હત્યા થઇ ત્યારે શ્રી શ્રીમા આનંદમયીએ કહ્યું હતું, ‘ગાંધીજીએ હિંસાવૃત્તિ પર અહિંસાવૃત્તિ દ્વારા વિજય પ્રાપ્ત કર્યો. શાંતભાવથી ‘રામરામ’ કરતા ચાલી ગયા. આ પ્રસંગે રમણ મહર્ષિએ કહ્યું હતું ‘રાવણનો વધ કર્યા પછી રામે પાછા વૈકુંઠમાં જવાનું હતું. તે યાદ કરાવવા યમ આવે છે અને રામને વૈકુંઠમાં પાછા ફરવા વિનંતી કરે છે. ઉત્તર રામાયણમાં આવી વાત આવે છે. ભગવાન કૃષ્ણ પણ કામ પૂરું થયા પછી પારધીના બાણથી વીંધાઇને સ્વધામ પાછા ફરે છે. આ રીતે ગાંધીજીને પણ સ્વરાજ આવ્યા બાદ એમનું કામ પૂર્ણ થતાં પાછા મોકલી દેવામાં આવ્યા છે.’

આગળ વાંચો ગુજરાતનો મન ઝરુખો પર: અઘ્યાત્મિક મહાપુરુષ મહાત્મા ગાંધીજી

એ સમાચાર આઘાતજનક અને દુઃખદ હતા. એમને લીધે રાતભર ચિંતા રહી. હવે દેશનું શું ? સદભાગ્યે દેશમાં એમના હાથ નીચે તૈયાર થયેલા નેતાઓ છે. જો કે તેમના પ્રેરણાદાતા કે પથપ્રદર્શક તે જ હતા અને તે પ્રેરણા જતી રહી છે, તો પણ ચિંતાતુર તેમ જ નિરાશ બનવાનું કારણ નથી. ઇશ્વરની ઇચ્છા ભારતને સમૃદ્ધ કે સમુન્નત કરવાની ને તેની દ્વારા સમસ્ત સંસારને શાંતિ ને સ્વતંત્રતાનો, આધ્યાત્મિક જીવનનો સંદેશો સંભળાવવાની છે. એના અધ્યાયનો આવકારદાયક આશીર્વાદરૂપ આરંભ મહર્ષિ દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રામતીર્થ જેવા પુરુષવિશેષના પ્રાકટ્યથી થઇ ચૂક્યો છે. ગાંધીજી એમના સર્વોત્તમ પ્રતિનિધિ હતા. એમના દેહાવસાન પછી પણ એ કલ્યાણકાર્ય ચાલુ જ રહેશે. એ ઇશ્વરનો સંકેત હોવાથી સાર્થક થવાનો જ. મેં અત્યંત કરુણ હૃદયે ઇશ્વરને પ્રાર્થના કરી કે હે પ્રભુ, ભારત તેમ જ સંસારમાં સાચા સેવાભાવી સત્પુરુષોની પરંપરાને પ્રકટાવીને સુખશાંતિ અને સમુન્નતિનું સામ્રાજ્ય શરૂ કરજો, તેમ જ મારી સઘળી સાધનાત્મક ઇચ્છાને શીઘ્રાતિશીઘ્ર પૂરી કરજો, જેથી હું પણ મારા જીવનનો બીજાને માટે કાંઇક સદુપયોગ કરી શકું.

આગળ વાંચો  સ્વર્ગારોહણ પર:  મહાત્મા ગાંધીજીનું દેહાવસાન

Advertisements

Responses

 1. Dear Sir,
  Very nice information. Gandhji was part of every Indians’ life. Gandhiji wanted to disolve “Congress” But many leaders of Congress were interested in Ministership. Many of them still are in Congress and enjoying Ministership. Thus most of us we again became slave of those Congressee Raj.
  (Please read/hear Pravachan of Baba Ramdeo Yog Guru of India. Given on 30.01.2010 on AASTHA Chanel. If possible please Publish here)
  Chandrakant Lodhavia

 2. પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: