Posted by: Jay Bhatt | શનિવાર, જાન્યુઆરી 16, 2010

ઇન્ટરનેટ પર ગાંધીજી ગુજરાતીમાં ખેડાણ હજી બાકી છે – જયેશ અઘ્યારુ

દિવ્ય ભાસ્કરમાં જયેશભાઈ અધ્યારુના લેખ ‘ઇન્ટરનેટ પર ગાંધીજી ગુજરાતીમાં ખેડાણ હજી બાકી છે’ પર ‘બંસીનાદ’ બ્લોગની નોંધ લેવાઈ છે તે બદલ જયેશભાઈનો ખુબ ખુબ આભાર.

આ લેખમાંથી થોડું અહીં લખું છું.

“એ સિવાય બાપુ વિશે કે બાપુ દ્વારા ગુજરાતીમાં લખાયેલાં જે છુટાછવાયાં લેખો, પ્રસંગો, આત્મકથાના ખંડો કે ઉદ્ધરણો ગુજરાતી બ્લોગ જગતમાં જ જોવા મળે છે. એમાં ‘ગુર્જરી.નેટ’, ‘બંસીનાદ.વર્ડપ્રેસ’, ‘ઉર્મિ.વર્ડપ્રેસ’ વગેરે નોંધનીય છે. બાકી તો વિવિધ ગુજરાતી અખબારોમાં છપાયેલાં ગાંધીજી વિષયક લેખોનો સમાવેશ થાય છે.”

અક્ષરોને બદલે હરતાં ફરતાં ગાંધીજી જોવામાં રસ હોય, તો સૌથી મોટી ઓનલાઇન વીડિયો શેરિંગ સાઇટ ‘યૂ ટયૂબ’ પર આવવું પડે. ત્યાં ‘મહાત્મા ગાંધી’ લખીને સર્ચ મારો એટલે ૯૮૧ વીડિયોઝ મળી આવે. તેમાં ગાંધીજીના રેર વીડિયોઝ, ફોટોગ્રાફસ, સ્પીચ, કવોટ્સ, વિવિધ મુદ્દે બાપુના વિચારો વગેરેનું સંકલન કરીને મૂકાયેલા વીડિયોઝ નજરે ચડે. હિસ્ટ્રી ચેનલે ‘બાયોગ્રાફી’ સિરિઝમાં બાપુ પર બનાવેલો એપિસોડ પાંચ ભાગમાં ઉપલબ્ધ છે, એ ખાસ્સો રસપ્રદ છે. બાપુના જીવન અને સત્યની શોધની તેમની યાત્રાની વાત માંડતી ફિલ્મ ૩૦૯ મિનિટની ‘મહાત્મા- લાઇફ ઓફ ગાંધી’ ફિલ્મ આખે આખી ગૂગલ વીડિયોઝ પર ઉપલબ્ધ છે. ૧૯૬૮માં બનેલી આ ડોકયુમેન્ટરી ફિલ્મ ગાંધી નેશનલ મેમોરિયલ ફંડ અને ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝનના સહયોગથી વિઠ્ઠલભાઇ ઝવેરીએ બનાવી છે.’

વાંચોઃ ઇન્ટરનેટ પર ગાંધીજી ગુજરાતીમાં ખેડાણ હજી બાકી છે’.

Advertisements

Responses

  1. ચાલો, સરસ. અભિનંદન. મેં થોડા વખત પહેલાં પૂ. નારાયણભાઇ

    દેસાઇની ગાંધીકથા સાંભળીને એક લેખ લખેલ એ મારા બ્લોગ પર

    મુકવાનું તમે સુઝાડ્યું.

    આજે જ મુકું છું.

    લતા હિરાણી

  2. આપણે લખીએ છીએ તેથી ગાંધીજી હયાત છે, બાકી બ્ધાં માટે એ કેવળ માહિતિ જ છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: