Posted by: Jay Bhatt | શુક્રવાર, જાન્યુઆરી 15, 2010

મારો મિત્ર જેક

મારો એક મિત્ર. લાયબ્રેરીમાં ખાસ મને મળવા આવે.  લાયબ્રેરી બંધ થાય ત્યારે અમે બંને નજીકના ટ્રેન સ્ટેશન પર જઈએં. સ્ટેશન પર લગભગ વીસ મિનિટ જુદા જુદા વિષયો પર વાત કરવા મળે. મારી ટ્રેન આવે પછી હું ઘર તરફ પ્રયાણ કરૂ. આખાં સ્ટેશન પર માત્ર ૩-૪ જણા જ હોય.  જેક અમેરિકન હોવાં છતાં પણ એને ગાયત્રી મંત્ર આવડે. શુદ્ધ શાકાહારી. અમારી લાયબ્રેરીમાં માનવીય  ‘કરુણા’ વિષયક ઘણા પુસ્તકો આવ્યા છે. એમાંથી ઘણા જેકે જ અભ્યર્પિત કર્યા છે, ભગવાન બુદ્ધની આ ફિલસુફી વીશે અમે બંનેને જાણવાનું ઘણું મન થયું. એકાદ પુસ્તકમાંથી વાંચીને સ્ટેશન પર આવીએ ત્યારે જીવન કરુણાલક્ષી કેવી રીતે બનાવીએ તેની પર થોડો વિચાર વિમર્શ કરીએ. જેકની સાથેની મારી મિત્રતા લગભગ પંદરેક વર્ષ પહેલા મારી લાયબ્રેરીમાં જ થઈ હતી, એને પણ પુસ્તકોનો ઘણો જ શોખ, ગીતા અને ઉપનીષદો પણ  એણે વાંચેલા. ગાયત્રી મંત્ર પણ મોઢે કરીને કેવી રીતે બોલવો તે પણ શીખી લીધું. કરુણા અને અનુકંપાનો અનુભવ અહીની હોસ્પિટલોમાં થઇ ચુક્યો હતો. જે પ્રેમભાવથી રીતે નર્સો, ડોક્ટરો કે કોઈ પણ સ્ટાફ મેમ્બર દર્દીઓને પુરેપુરી સુવિધાઓ પૂરી પાડતું હતું તે ખરેખર પ્રશંસીનય બની જાય છે. કોઈ જાતની ફરિયાદ નહિ.  કાયમ હસતાં જ. કોઈ દર્દીને કસરતના એક ભાગ રૂપે ચલાવવાનો હોય તેને પણ પુરેપુરા ભાવથી અને અત્યંત કરુણાપૂર્વક એને ચલાવે. આ વિષય પર પણ અમે બંનેએ ખુબ વાત કરી. ‘કરુણા’ને જીવનમાં આત્મસાત કરવાનો મનસુબો કરી લીધો. પ્રાર્થના કરતી વખતે કરુણાનો ઈશ્વરીય  સ્ત્રોત અંતરમાં દાખલ થતો હોય એવી કલ્પના કરીએ.  એક વખતે જેકની સાથે હું કારમાં ન્યુ જર્સી જતો હતો ત્યારે રસ્તામાં કોઈની કાર બગડેલી જોઈ. જેકે કાર ઉભી રાખી. એ વ્યક્તિને ઉભા રહીને મદદ કરી. જ્યાં સુધી કોઈ વ્યવસ્થા નહી થઈ ત્યાં સુધી જેકે ત્યાંથી જવાનું નામ નહિ લીધું.જેકના  મિત્રોની યાદીમાં એક વધુ નામનો ઉમેરો થયો. લાયબ્રેરીમાં આવતી એક વૃદ્ધ યુવતીની કાર બગડી ગઈ ત્યારે જેક પોતે જ એને એના ઘરે મૂકી આવ્યો. જેકમાંથી એક વસ્તુ હું શીખવાનો પ્રયત્ન કરું છું અને તે છે ‘પ્રેમાળ કરુણા’ . બુદ્ધિસ્ટ ફિલસૂફીમાં એને ‘Loving Kindness’ ane ‘Compassion’ કહેવાય છે.

Advertisements

Responses

  1. પ્રેમ અને કરુણા આતો દિવ્ય ગુણો માનાં એક છે અને તે કેળવવા મટે મન અને આંખો ખુલ્લા રાખી પોતાને કંઇક શીખવા મળ્યું તેવો એકરાર કરવો એતો એથીયે વધારે ઉત્તમ. કારણકે આ વાતથી આપણામાં અહંકારનું તત્વ ઓછું છે તેની આ સાબીતી પણ છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: