Posted by: Jay Bhatt | બુધવાર, નવેમ્બર 25, 2009

જાન્વી મહેતાની એક સુંદર રચનાઃ મેઘધનુષનો આઠમો રંગ: મેઘધનુષનો આઠમો રંગ

મેઘધનુષનો આઠમો રંગ

ચાલો આજે આપણે કશુંક નવું કરીએ,
પીંજરૂં તોડી આઝાદી માણીએ,
તેજ લીસોટો બની વિજળીની જેમ ત્રાટકીએ,
પત્થરો ને પીગળાવતાં મોજા બનીએ.

ઇતિહાસ નુ પુનરાવર્તન કરી ચાલો નવા પાત્રો બનીએ,
યુગોને એક ક્ષણમાં ફેરવીએ,
અંતરિક્ષમાં જઈને થપ્પો રમીએ,
ચાલો મેઘધનુષનો આઠમો રંગ બનીએ.

ચાલો આપણે આપણી દ્રષ્ટિ બદલીએ,
પહેલા વરસાદની ભીની ખુશ્બુ બનીએ,
શબ્દોની ખોજમાં સફરે જઈએ,
કોરા કાગળની શાહી બનીએ.

નિરક્ષરોનું જ્ઞાન બનીએ
‘જનરેશન ગેપ’નો સેતુ બનીએ,
વાર્તાલાપોની કવિતાઓ બનાવીએ ને કવિતાઓની અંતાક્ષરી,
ચાલો મેઘધનુષનો આઠમો રંગ બનીએ

ચાલો આપણે નવજાત શિશુનુ રૂદન (હાસ્ય) બનીએ
ગરીબની દિકરીનું પાનેતર અને વિધવા સ્ત્રીનો ચાંદલો બનીએ
ચાલો વૃદ્ધાશ્રમોમાં મીઠું સંગીત રેલાવીએ
બિમાર ના મોઢા પરનું સ્મિત બનીએ

થંભી ગયેલા શ્વાસોની ગતિ બનીએ
આઠમા સુરજને પણ પુજીએ
ચાલો થોડો મનુષ્ય ધર્મ બજાવીએ
ચાલો મેઘધનુષનો આઠમો રંગ બનીએ

ચાલો આપણે લોકોના દીલ મા વસી રામ, મહાવીર, પયંગમ્બર બનીએ
રણમાં ગુલાબના છોડ વાવીએ,
આ બનાવટી દુનિયામાં સાચા ફૂલ ઉગાડીએ.
આ ખાલી મકાનોને  ઘર બનાવીએ

મશીનમાંથી પાછા માનવ  બનીએ
હું અને તું મટી ને આપણે બનીએ
ચાલો મેઘધનુષનો આઠમો રંગ બનીએ

– જાન્વી મહેતા

Advertisements

Responses

 1. Very positive expression.

  • Thank you Pancham…:)

 2. Jaan-v, બહુ જ સટીક અને સરસ રચના છે. દરેક પંક્તિ માં કશુંક કરી છુટવા ની પ્રબળ ભાવના પ્રગટ થાય છે.
  “નવજાત શિશુ નું રુદન(હાસ્ય) બનીએ… / અંતરીક્ષ માં જઇ ને થપ્પો રમીએ… ” – થનગનતા યૌવન ના મુગ્ધ વિચારો ને આબાદ ઝીલ્યા છે.

  “તેજ લીસોટો બની વીજળી ની જેમ ત્રાત્કીયે … / ગરીબ ની દીકરી નું પાનેતર અને વિધવા સ્ત્રી નો ચાંદલો(સિંદૂર) બનીએ” -યુવાની ની ઝુન્ઝ્લાહત અને સામાજિક કર્તવ્ય બહુજ ખૂબી થી સમાવી લીધું છે.

  ” કોરા કાગળ ની શ્યાહી બનીએ… નિરક્ષરો નું જ્ઞાન બનીએ… Generation gap નો સેતુ બનીએ … ” મને આ પંક્તિ ખુબ જ ગમી… કદાચિત એનું એક કારણ એ પણ છે કે …હું “સેતુ” તખ્લુસ થી લખતો હતો {આજથી ૨૨ વર્ષ પહેલા…- જે કદાચ આજે તમારી(તારી) ઉમર છે :))}

  Neel Shah.

 3. Oh !!
  Thank you so very much dada….:)))
  i’m so speechless ‘nd overwhelmed…..!!!!

 4. chalo antariksha ma thappo rami a..
  chalo duhoyara nu hasya baniye ..
  🙂

  no wordd, simply heart melting ..:)

  • Ty so v much Kedat…:)

 5. Jaanvi….your words have stirred my heart in a manner that it is hard to describe….
  Feelings of doing which is not done or rather could not do….Finally I have found your another page after Jannvi’s poetry….

 6. જાન્વી બહેન,
  તમને જે જે બનવાની ઈચ્છા છે તે દરેકે દરેક વસ્તુમા તમારી ઉચ્ચ ભાવનાઓ છલકે છે. બહેન સદાય આવા જ રહેજો.
  -પી.કે.દાવડા

  • ty દાવડાji…..:)

 7. Please reply………the age old post….

  Jaanvi….your words have stirred my heart in a manner that it is hard to describe….
  Feelings of doing which is not done or rather could not do….Finally I have found your another page after Jannvi’s poetry….

  • well, Rajesh…
   m so ovawhlmd…
   ty so v much ..:)

 8. one click on one beautiful sunday opens so many things ..
  oh, jaanvi beautiful poem by you, aha neelda –jaybhai just wow…..

 9. saras kavita..!!! .aano ek j answer…aaj na yugama..”hu maanavi maanav thau to ghanu””


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: