Posted by: Jay Bhatt | શનિવાર, નવેમ્બર 14, 2009

ડ્રેક્ષેલ યુનિવર્સિટિનું વિદ્યાર્થિજીવન – એક ઝલક

ડ્રેક્ષેલ યુનિવર્સિટિનું વિદ્યાર્થિજીવન – એક ઝલક

હું શાશ્વત વિદ્યાર્થિ છું. દરેક ક્ષણે કંઈ ને કંઈ શીખવાનું મને ચોક્કસ ગમે. દરેક પળને કઈ રીતે પુરેપુરી રીતે માણી શકું અને મારા જીવનમાં આવતાં વિદ્યાર્થિઓને કઈ રીતે મદદરૂપ બની શકું એ એક મારૂં મુખ્ય ધ્યેય. અનેક વિદ્યાર્થિઓને  હું મળું છું, એમની સાથે એમના જુદાં જુદાં પ્રોજેકટ બાબતે ચર્ચામાં ભાગ લઉં છું. સાથે સાથે અહીં આ વિદ્યાર્થિઓ કઇ રીતે ભણે છે તેની જાણકારી મેળવું છું. ચાલો, થોડું એમના વિદ્યાર્થિજીવનમાં ડોકિયું કરી લઈએ.

અહીં ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં દસેક અઠ્વાડિયાની એક ટર્મ હોય છે. આખા વર્ષમાં એવી ચાર ટર્મ દરેક વિદ્યાર્થિએ લેવાની હોય છે.
એક ટર્મમાં અંડરર્ગ્રેજ્યુએટ વિદ્યાર્થિ પાંચ-છ જેટલાં કોર્સિસ લે છે જ્યારે ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં ભણતો વિદ્યાર્થિ ત્રણ-ચાર કોર્સિસ લે છે.

પી.એચ.ડી. કરતો વિદ્યાર્થિ શોધ-ખોળ અને એના પ્રયોગો કરવામાં વધુ ધ્યાન આપે છે. વિદ્યાર્થિઓ એકબીજામાંથી ચોરી નહિ કરે એ માટે શિક્ષકો કમ્પ્યુટરની મદદથી પ્રશ્નપત્ર એવું બનાવે છે કે જેથી દરેક વિદ્યાર્થિને જુદાં જુદાં પ્રશ્નપત્ર મળે. દરેક વિદ્યાર્થિ લગભગ દિવસમાં દસ-પંદર કલાક ભણવામાં ગાળતો હોય છે. શનિ-રવિમાં મજા પણ કરી લેતો હોય છે. એમના પ્રોજેક્ટ પણ ઘણાં મહત્વાકાંક્ષી હોય છે. એંજિનિયરીંગ ડિઝાઈનનો પ્રોજેક્ટ કરવા માટે ત્રણ ટર્મ આપવામાં આવે છે. કેન્સર નેનોટેકનોલોજીથી માંડીને ‘રેસ કાર’ જેવાં પ્રોજેક્ટ ચાર વિદ્યાર્થિઓ સાથે મળીને કરતાં હોય છે. અમારી લાયબ્રેરીમાં ગ્રુપ સ્ટડી રૂમ અને વાયરલેસ નેટવર્કની સુવિધા આપવામાં આવી છે. પ્રોજેક્ટર લઈને પ્રેસનટશનનો રિયાઝ કરતાં વિદ્યાર્થિઓ ગ્રુપ સ્ટડી રૂમમાં નજરે પડે છે. એમના શિક્ષણમાં મને થોડો ફાળો આપવાનું મળે છે ત્યારે જીવનમાં કંઈક ઉપયોગી કાર્ય કર્યાનો સંતોષ જરૂર મળે છે.

Advertisements

Responses

  1. વિદ્યાર્થિજીવનની આ ઝલક એક આલા દરજ્જાના વિશ્વવિદ્યાલયની સાખ પૂરી પાડે છે. આવા વિશ્વવિદ્યાલયનો ભાગ હોવું તે પણ ગૌરવની વાત છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: